________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
ચાર – આઠ
દસ ને બે આ ચોવીસ તીર્થંકરો વંદન કરાયા. પરમાર્થથી પૂર્ણ થયેલ છે પ્રયોજન જેવું એવા સિદ્ધો મને સિદ્ધિ આપો
૧૯૦
સ્નાત્રપૂજા – ધજા ચઢાવવી. વગેરેકાર્યો સુંદર ઉત્સવપૂર્વક કરીને ભગીરથે ભાવથી ગીત – નૃત્ય આદિ કર્યું. પોતાના પૂર્વજ એવા ભરતરાજાવડે કરીને આદિનાથ ભગવંતનું સુવર્ણમય મંદિર કરાવેલું જાણીને ભગીરથે ભાઇઓને ક્હયું. લોભી એવા ભવિષ્યના લોકો ખરેખર સુવર્ણમય પ્રાસાદને પાડી નાંખીને બધું સોનું લઇ લેશે. એમાં સંશય નથી. તેથી ખરેખર હે ભાઇઓ! આ તીર્થરાજની ચારેબાજુ ખાઇ કરવા વડે પહેલાં તીર્થની રક્ષા કરીએ. તે પછી સર્વે નાના ભાઇઓએ મોટાભાઇને કહ્યું કે તમે કહેલ આ તીર્થની ચારેબાજુ જલ્દીથી ખાઇ કરાવો. તે પછી સર્વે સગરના પુત્રો દંડરત્નવડે કરીને શ્રી અષ્ટાપદ તીર્થની ચારેતરફ ખાઇ કરવા માટે તૈયાર થયા. શ્રી અષ્ટાપદ પર્વતને વિષે ચારે બાજુથી ખાઇ ખોદી ત્યારે અણપનિ પ્રમુખ વ્યંતરોના ઘરોમાં ઘણી ધૂળ પડતી જોઇને વ્યંતરો હેવા લાગ્યા કે આ કોણ દુષ્ટ ચિત્તવાલો આપણાં ઘરમાં ધૂળ નાંખે છે. ? તેઓએ અવધિજ્ઞાનથી જાણીને સગરરાજાના પુત્રોને કહયું કે હે સગર રાજાના પુત્રો ! તમે દયામાં તત્પર થાઓ. તમે શા માટે અમારાં મસ્તક ઉપર ધૂળના સમૂહને નાંખો છો ? અરે ! અમારા જેવા જીવોપર તમને દયા પણ નથી આવતી ? કયું છે કે :– અહિંસાથી ઉત્પન્ન થતો ધર્મ હિંસાથી કઇ રીતે થાય ? પાણીમાં ઉત્પન્ન થતાં કમલો અગ્નિમાં કઇ રીતે ઉત્પન્ન થાય ? દયારૂપી નદીના મોટા નિારા ઉપર થતા અંકુરા જેવા સર્વે ધર્મો છે. તે દયારૂપી નદી સુકાઇ જતાં તે ધર્મો કેટલા કાળ સુધી આનંદ પામે ? ટકે ? સજજન પુરુષો નિર્ગુણી એવાં પ્રાણીઓપર પણ દયા કરે છે. ચંદ્ર ચંડાલના ઘરને વિષે ચાંદનીને સંહરતો નથી. (લઇ લેતો નથી) એક જીવને કારણે તમે સેંકડો જીવોને ન મારો. આજ અથવા કાલે મરણ પામશો. ને સેંકડો દુ:ખો પામશો.
તે વ્યંતોએ આ પ્રમાણે ક્યું ત્યારે ભાઇયુક્ત ભગીરથે ગંગાનદીના પાણીવડે ખાઇને ભરવા માટે તે વખતે યત્ન કર્યો જેટલામાં ભાઇઓ સહિત સગરનોપુત્ર ભગીરથ દંડરત્નવડે ગંગાના પ્રવાહવડે ખાઇને ભરે છે. તેટલામાં જવલનપ્રભ નામનો વ્યંતરદેવ બોલ્યો કે કાદવ પડવાવડે આ નાગલોક અત્યંત પુરાય છે. તે વખતે ભગીરથવગેરેવડે ગંગાનાપ્રવાહનું લાવવું જાણીને નાગકુમારના સ્વામી એવા જવન પ્રભદેવે તેઓને હયું કે તમે જલ્દીથી ગંગાનદીના પ્રવાહને પાછા કરો એમ નહિ કરો તો પાપ કરનારા તમને હું જલ્દી શિક્ષા કરીશ. યું છે કે :
अत्युग्रपुण्यपापाना महैव फलमाप्यते ।
त्रिभिर्मासै स्त्रिभि: पक्षै स्त्रिभिर्वर्षे स्त्रिभिर्दिनैः ॥ १ ॥
અતિઉગ્ર પુણ્ય અને પાપનું ફલ અહીંયાં જ ત્રણ મહિને – ત્રણ પખવાડિયે – - ત્રણ વર્ષ કે ત્રણ દિવસમાં પ્રાપ્ત થાય છે. તે ચક્વર્તિના પુત્રો ન રોકાયા ત્યારે જહતુ અને ભીમ વિના ૬૦, હજાર પુત્રોને બાળી નાંખ્યા, ચક્વર્તિના પુત્રોને બાળીને ટમનવાલો જવલનપ્રભદેવ એક્દમ પોતાના સ્થાનકે ગયો. ઉત્તમ જીવનો ક્રોધ શત્રુના વધ સુધી જ હોય છે. ચક્રવર્તિના પુત્રોને બળી ગયેલા જોઇને જહનુ અને ભીમ સહિત ચાકરો રુદન કરવામાં તત્પર એવાં વૃક્ષોને પણ અત્યંત રુદન કરાવવા લાગ્યા. ચક્વર્તિના પુત્રના વિયોગથી ચાકરોએ મોટી ચિતા કરી. પ્રાણોને છોડવાની ઇચ્છાવાલા