________________
થી સગર ચર્તિનો સંબંધ
૧૮૯
સ્વામી રહયા ત્યારે વાઘવગેરે શિકારી પશુઓ પણ તે વખતે પ્રભુની વાણી સાંભળીને પોતાના વરને (જાતિવેરને) જલ્દી ત્યજવા લાગ્યા. વાઘવગેરે જીવો આદરપૂર્વક અનશન સ્વીકારીને સ્વામીની વાણીને સાંભળતા શુભચિત્તવાલા સ્વર્ગમાં ગયા. ત્યાંથી અવીને મનોહર એવા એક – બે કે ત્રણ ભવોવડે કરીને મનુષ્યજન્મ પામીને તેઓ મોક્ષમાં જશે. આ બાજુ શ્રી સુવતાચાર્ય માંદા હોવાથી તંદુલ અને પાણીના પાત્રવાલા મુનિઓવડે સેવા કરાયેલા પહેલાં શિખરપર આવ્યા. કોઇક વૃક્ષની નીચે પાણીનું પાત્ર મૂકીને જેટલોમાં આચાર્ય રહયા તેટલામાં કાગડાએ ઢોળી નાંખ્યું. કાગડાવડે પાણીને ઢોળી નંખાયેલું જોઇને સુકાતું છે મુખકમલ જેનું એવા આચાર્ય કોપ પામ્યા. અને કાગડાની સામે આ પ્રમાણે હયું હે કાગડા ! તારાવડે પ્રાણનું રક્ષણ કરનારું પાણી ક્ષણવારમાં ઢોળી નંખાયું તે આ અકાર્યવડેકરીને તારી સંતતિનું અહીં આગમન થશે નહિ. મારા તપના પ્રભાવથી સમસ્ત મુનિના સંતોષમાટે અહીંજ જંતુઓ વગરનું પ્રાસુક પાણી સતત થશે. તે વખતે કક્વાણીના કોલાહલથી આક્ત કાગડાઓ ચાલી ગયાં. ત્યારથી માંડીને શ્રી સિદ્ધગિરિઉપર કાગડાઓનું આગમન થતું નથી. દુષ્કાળને ઉપદ્રવ કરવામાં તત્પર એવો કાગડો દાચ અહીં આવે તો વિદ્ધને નાશ કરનાર શાંતિકર્મ કરવું. કહયું છે કે :
श्री युगादिजिनस्याग्रे, राजादन्याश्चशान्तिकम्। પુરતો જૈનમુનિમ:, યિષ્ટિ નાશવૃIાિ
શ્રી ઋષભદેવ પ્રભુની આગળ અને રાયણવૃક્ષની આગળ જૈન મુનિઓ ઉપદ્રવને શાંતકરનાર શાંતિકર્મ કરે છે. ને પર્વતની સંધિને વિષે તપનાબલથી જે પાણી પ્રવર્તે તે વિબના ઉપશમન કરનારુનૈન્ય ખૂણામાં છે. તે પાણીના સ્પર્શથી કરોડો રોગ – શોક – પીડા – વૈતાલ અને ગ્રહસંબંધી દુ:ખો ચાલી જાય છે. એમાં સંશય નથી. પછી આચાર્ય મહારાજે ક્ષણવારમાં પોતાના મનમાં આ પ્રમાણે વિચાર્યું કે મારા વડે દુ:ખવડે પાપરૂપી ધ્યાન વિચારાયું. એ પ્રમાણે આચાર્ય મહારાજે પરમ તેજનું ધ્યાન કરતાં કેવલજ્ઞાન પામીને પાપનો ક્ષય થવાથી તે વખતે મુક્તિને પામ્યા. ચક્રવર્તિએ ત્યાં આવીને શ્રી ઋષભદેવ પ્રભુની પ્રતિમાયુક્ત સુવ્રતાચાર્ય નામનો પ્રાસાદ કરાવ્યો.
આ બાજુ અજિતનાથ સ્વામીનું સુંદરવચન સાંભળીને ત્યાં ઘણા મુનિઓ સર્વકર્મનો ક્ષય કરવાથી મોક્ષ પામ્યા. તે પછી શ્રી અજિતનાથસ્વામી ઘણાં લોકોને પ્રતિબોધ કરીને ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ કરવામાટે પૃથ્વીપીઠઉપર વિહાર કરવા લાગ્યા.
એક વખત સગરરાજાના આદેશને પામીને તેના ભગીરથ વગેરે પુત્રો રત્નોને (ચક્રવર્તિના – નારી રત્ન સિવાયનાં રત્નોને લઈને) યાત્રા કરવા ચાલ્યા. દરેક ગામમાં દરેક નગરમાં – દરેક પર્વતમાં જિનેશ્વરોને વંદન કરતાં ભાઇઓ સહિત ભગીરથ અષ્ટાપદ પર્વત ઉપર ગયો. અષ્ટાપદ પર્વત ઉપર ચઢી ભરતરાજાએ કરાવેલાં જિનમંદિરમાં આદિનાથ વગેરેને તીર્થકરોને તેણે હર્ષવડે વંદન ક્યું.
चत्तारि अट्ठ दस दोय - वंदिया जिणवरा चउवीसं। परमट्ठ निट्ठिअट्ठा - सिद्धा सिद्धिं मम दिसंतु॥१॥