________________
શ્રી સગર ચક્રવર્તિનો સંબંધ
મિચ્છામિ દુક્કડં દઇને તેજ વખતે સગરચક્વર્તિ બલિ લઇને પ્રભુને નમસ્કાર કરવા માટે સ્વામીની પાસે ગયા. બલિને ઉછાળતાં ત્રણ પ્રદક્ષિણાને કરતા સગરે પોતાને ઉચિત રોગ આદિને હણનાર એવી બલિને તે વખતે ગ્રહણ ર્યો. ક્હયું છે કે :
राया व रायमच्चो, तस्सासई पउरजणवओ वावि । दुब्बलिखंडिअबलि - छढिअ तंदुलाणाढ्यं, कलमा ॥१॥ भाइअ पुणाणिआणं अखंडफुडीआण फलगसरियाणं । की बली सुराविअ तत्थेव छुहंति गंधाई ॥ २ ॥ बलि पविसण समकालं, पुव्वदारेण ठाड़ परिकहणा, तिगुणं पुरओ पाडण, तस्सद्धं अवडियं देवा ॥३॥ अद्धद्धं अहिवइणो, अवसेसं होइ पगयजणस्स । सव्वामय पसमणी, कुप्पड़ नन्नो अ छम्मासे ॥४॥
૧૮૭
2
રાજા અથવા રાજમંત્રી તેની આજ્ઞા માનનાર નગરજન કે દેશનાલોક દુર્બલિ ખંડિત બલિ, છડેલા તંદુલના આઢક પ્રમાણ ક્લમી ચોખા સાફ કરીને લાવેલા અખંડ ખીલેલા ફળ ( ચોખા ) નો બળી કરે છે. દેવતાઓ તેમાં ગંધ નાંખે છે. બલિનો પ્રવેશ એકી સાથે પૂર્વારે પ્રવેશ કરી કહેવાથી ઊભો રહે છે. ત્રણ વખતે તે આગળ ઉછાળે છે. તેનો અર્ધો ભાગ પડયાવિના – આકાશમાંથી દેવો ગ્રહણ કરે છે. પડેલાનો અર્ધભાગ રાજાઓ લે છે. બાકીનો ભાગ સામાન્યજનો ગ્રહણ કરે છે. આ બિલ સર્વરોગને શાંત કરનાર છે. અને છ માસ સુધી નવા રોગ થતા નથી.
રાજા પ્રભુને વંદન કરીને પોતાને ઉચિત એવા સ્થાનમાં હર્ષના સમૂહથી દેદીપ્યમાન એવો તે ધર્મ સાંભલવા માટે બેઠો. ( અહીં ધર્મોપદેશ હેવો ) દેશનાના અંતે પ્રભુએ ગચ્છનાયકોને – ગણધરોને પોતાના હાથવડે સ્થાપન ર્યા. તે સર્વે વિદ્યારૂપી સમુદ્રને પાર પામનારા થયા. ત્યાં શ્રી અજિતનાથ પ્રભુએ ઇન્દ અને રાજાઓની સાક્ષીએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. શ્રાવક ધર્મ સ્વીકારીને ચક્રવર્તિ પોતાના ઘરે ગયો. અને શ્રી અજિતનાથસ્વામીએ ઘણાં લોકોને બોધ કરવા માટે બીજે ઠેકાણે વિહાર કર્યો.
એક વખત શ્રી અજિતનાથસ્વામી પૃથ્વીતલઉપર વિહાર કરતાં શ્રી આદિનાથ પ્રભુવડે આશ્રિત (જ્યાં પૂર્વ નવ્વાણું વાર પધાર્યા હતા) એવા શ્રી શત્રુંજ્યગિરિ તરફ પોતે ચાલ્યા. જેટલામાં શ્રી શત્રુંજયપર્વતની પાસે જઇને અનુક્રમે શ્રી અજિતનાથસ્વામી કાર્યોત્સર્ગમાં રહયા તેટલામાં એક મોરનું ટોળું આવ્યું. એક મોરે સ્વામીના મસ્તક ઉપર ભક્તિથી પાપને છેદવા માટે છત્રના આકારે પોતાનો પીંછાનો ક્લાપ કર્યો. ધ્યાનનાં અંતે પ્રભુએ વાણીવડે મયૂરોને ધર્મમાં પ્રતિબોધ ર્યા. તે વખતે ખરેખર પશુઓપણ ભદ્ર સ્વભાવવાળાં થયાં. કહયું છે કે :
देवा दैवीं नरा नारीं, शबराश्चपिशाबरीम् । तिर्यञ्चोऽपिहि तैरचीं, मेनिरे भगवद्गिरम् ॥७४॥