________________
૮૬
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
एगो भयवं वीरो पासो मल्ली अ तिहितिहि सएहिं।
भयपि वासुपुज्जो, छहिं पुरिससएहिं निक्खंतो॥१॥ વીર એકાકી ચાર હજારે, દીક્ષા પુર જિનપતિ, પાસને મલ્લિ ગયશત સાથે, બીજા સહસે વ્રતી. વટશત સાથે સંયમ ધરતાં, વાસુપૂજ્ય જગાણી, અનુપમલીલા જ્ઞાનરસીલા. દેજે મુજને ઘણી.)
ભગવાન વીર એક્લાએ , પાર્શ્વનાથને મલ્લિનાથે 0, 00 ની સાથે, ભગવાન વાસુપૂજ્ય સ્વામીએ ૬o પુરુષો સાથે દીક્ષા લીધી. શ્રી ઋષભદેવ પ્રભુએ ઉગ્રલ – ભાગ ૧ – રાજન્યકુલ ને ક્ષત્રિયકુલના ચાર હજારની સાથે અને બાકીના તીર્થકરોએ ૧૦ની સાથે દીક્ષા લીધી.
બીજા દિવસે અયોધ્યા નગરીમાં બ્રહ્મદત્તના ઘરે પ્રભુનું સંસારને તારનારું એવું પારણું ખીરવડે થયું તે વખતે બહાદત્તના ઘરમાં દેદીપ્યમાન " " શબ્દપૂર્વક ૧રા કરોડ સોનૈયાની વૃષ્ટિ થાય છે. સર્વે જિનેશ્વરોએ જ્યાં પ્રથમ ભિક્ષા પ્રાપ્ત કરી હોય ત્યાં વસુધારાની વૃષ્ટિ અને પુષ્યની વૃષ્ટિ થાય છે. વસુધારા ઉત્કૃષ્ટથી – ૧રા કરોડ થાય છે. ને જધન્યથી ૧ાા લાખ થાય છે. સર્વ જિનેશ્વરોને જેમણે પહેલી વખત ભિક્ષા આપી છે. તે અલ્પષવાલા શ્રેષ્ઠ પરાક્રમવાલા થયા છે. બ્રહ્મદને હર્ષથી પ્રભુના પારણાના સ્થાને સમસ્ત જગતને વંધે એવું ધર્મચક્ર ઉત્તમ સુખને માટે ક્યું. મમતા રહિત એવા પ્રભુએ આર્ય અને અનાર્ય દેશમાં વિહાર કરતાં ધ્યાનરૂપી અનિવડે કરીને ક્ષણવારમાં સર્વધાતિકને બાળી નાંખ્યાં.
સર્પને વિષે , હારને વિષ, મણિને વિષે ને માટીના ઢેફાને વિષે ઘાસને વિષે ને સ્ત્રીના સમૂહને વિષે, સોનાને વિષે અને કાચના સમૂહને વિષે પ્રભુસમાન દ્રષ્ટિવાલા થયા. સુખ – દુઃખમાં સંસારને વિષે કે મોક્ષને વિષે, મનુષ્યરહિત વનમાં કે લોકથીવ્યાપ્ત એવા ગામમાં, દિવસ રાત્રિ ને સંધ્યામાં શ્રી જિનેશ્વર પ્રભુ સમભાવવાળા થયા. ગાઢ એવી ઠંડીમાં તેમજ ગરમીમાં સરખી ભૂમિમાં કે વિષમભૂમિમાં, માન ને અપમાનમાં તુલ્ય ચિત્તવાળા તે વખતે થયા. સ્વામી વાયુની પેઠે જુદા જુદા દેશોમાં નિરંતર વિહાર કરતાં જન્મસ્થ એવા શુભભાવવડે અયોધ્યા નગરીમાં આવ્યા. ચન્દ્ર રોહિણી નક્ષત્રમાં હતો ત્યારે પોષ સુદિ બારસના દિવસે દિવસના પાછલા ભાગમાં પ્રભુને ક્ષણવારમાં પાંચમું જ્ઞાન ક્વિલજ્ઞાન) થયું.
ત્યાં દેવો વડે ત્રણગઢ શયા ત્યારે શ્રી અજિતનાથ પ્રભુએ આચાર હોવાથી શરુઆતમાં તીર્થને નમસ્કાર થાઓ એ પ્રમાણે કહયું. દેવોએ કરેલા મોટા સુવર્ણના સિંહાસનઉપર શ્રી અજિતનાથપ્રભુ ભવ્ય પ્રાણીઓના પ્રબોધ માટે બેઠા. આ બાજુ સગરરાજાના આયુધઘરમાં સ્કુરાયમાન કાંતિથી પ્રકાશિત કર્યું છે આકાશ જેણે એવું ચરન ઉત્પન્ન થયું. ઉદ્યાનપાલકે ચક્રરત્નની ઉત્પત્તિ અને જ્ઞાનની ઉત્પત્તિ જેટલામાં કહી તેટલામાં રાજા વિચારવા લાગ્યો. પ્રથમ ચન્ની પૂજા કરીને તે પછી હું જિનેશ્વગ્ની પૂજા કરીશ. ક્ષણવાર પછી રાજાએ વિચાર્યું કે નિર્વિવકીજનોમાં અગ્રેસર એવા મને ધિક્કાર હો. પ્રભુની પૂજા કરવાથી ચક્રરત્ન સુલભરીકે પૂજાયેલું થાય કારણ કે પ્રભુ – મોક્ષ – સ્વર્ગ – ચક્ર આદિ લક્ષ્મીને આપનારા થાય છે.