________________
શ્રી સગર ચક્રવર્તિનો સંબંધ
૧૮૫
પ્રભુ આ પ્રમાણે વિચાર કરતા હતા ત્યારે દેવલોકમાંથી લોકાન્તિક દેવો જય જય એ પ્રમાણે ઉચ્ચાર કરતાં તેમની પાસે આવ્યા. ઘણા આચાર્યો કહે છે :
सारस्सयमाइच्चा - वह्नी वरुणाय गद्दतोयाय। तुसिआ अव्वाबाहा, अग्गिच्चा चेव रिट्ठाय ।।१।।
સારસ્વત – આદિત્ય – વહિન – વણ – ગદતોય – તૃષિત – અવ્યાબાધ – આગ્નેય અને રિષ્ઠ. આ નવ લોકાંતિક દેવોનાં નામ છે.
હે સ્વામી ! તીર્થ પ્રવર્તાવો. સંસારરૂપી કૂવાના વિષે પડતાં ભવ્ય પ્રાણીઓને વચનરૂપી વહાણવડે હમણાં ઉધ્ધાર કરો. પોતાની જાતે બોધ પામેલા હોવા જ્ઞાં પણ સર્વજ્ઞ એવા પ્રભુએ દેવની વાણી સાંભળીને તે વખતે બીજા દિવસે સાંવત્સરિક દાન આપવા માટે શરૂઆત કરી.
એક વર્ષ સુધી પ્રભુએ અનગર્લ એવું દાન આપીને દીક્ષા લેવાની ઇચ્છાવાલા એવા તેમણે સગરને રાજય આપ્યું. એક વર્ષવડે પ્રભુએ આદરપૂર્વક યાચકોને જે દાન આપ્યું. તેની કંઈક સંખ્યા જિનાગમમાં આ પ્રમાણે કહેવાય છે.
एगा हिरणकोडी-अट्टेवय अणूणगा सयसहस्सा। सूरोदयमाईयं, दिज्जइ जा पायरासाओ॥१॥ तिन्नेव य कोडिसया, अट्ठासीयं च हुंति कोडिओ। असिअंच सयसहस्सा, एअं संवच्छरे दिन्नं ॥२॥
એક કરોડને આઠ લાખ સોનામહોર સૂર્યોદયથી માંડીને ભોજનકાલ સુધીમાં રોજ અપાય છે. ત્રણસો એક્યાસી કરોડ અને ૮૦ – લાખ – સોનામહોર એક વર્ષમાં પ્રભુએ દાનમાં આપી. સંવત્સરી દાનમાં હાથી – ઘોડા – પૃથ્વી - રત્ન – માણિક્ય ને વસ્ત્રોની સંખ્યા જ્ઞાની સિવાય કોઈ જાણતું નથી. સગરરાજા – સૌધર્મેન્દ્ર અને ઇશાનદવડે ઉત્સવ કરાયો ત્યારે સ્વામી એવા પ્રભુ શિબિકામાં બેઠા. સહસ્ત્ર નામના પર્વત પર આવીને વાહનમાંથી ઊતરીને રાજા અને દેવોની સાક્ષીએ પંચ મુષ્ટિવડે લોચ કર્યો. સિધ્ધોને નમસ્કાર કરીને ઈદ અને રાજાએ મહોત્સવ કર્યો ત્યારે શ્રી અજિતનાથપ્રભુએ જાતે દીક્ષા લીધી. મહાસુદિ નવમીના દિવસે ચન્દ્ર રોહિણી નક્ષત્રમાં હતો ત્યારે દિવસના પાક્લા ભાગમાં પ્રભુને ચોથું મન:પર્યવજ્ઞાન થયું.
સમગ્ર તીર્થકરો જ્યાં સુધી ગૃહવાસમાં હોય ત્યાં સુધી ત્રણજ્ઞાનવડે યુક્ત હોય છે. અને ચારિત્ર ગ્રહણ કરે ત્યારે છદ્મસ્થ અવસ્થા સુધી (રહેવા વાળા) ચાર જ્ઞાનવાલા હોય છે. તે વખતે હજાર રાજાઓએ ગૃહવાસી લક્ષ્મીને છોડીને ઉત્તમ ભાવથી પ્રભુની સાથે સંયમ અંગીકાર કર્યો. જેથી કહયું છે કે :