Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૧૮
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
શ્રી વીરપ્રભુનો શ્રી શત્રુંજયમાં આવવાનો સંબંધ
ક્ષત્રિયકુંડનામના નગરમાં સિધ્ધાર્થરાજાની પત્ની ત્રિશલાએ ઉત્તમ સ્વખથી સુચિત પુત્રને જન્મ આપ્યો. ઈન્દ જન્મોત્સવ ર્યા પછી પિતાએ પુત્રનો જન્મોત્સવ કરીને તે વખતે “વીર કુમાર" એ પ્રમાણે નામ આપ્યું. અનુક્રમે વૃધ્ધિ પામતાં વીરકુમાર સારાદિવસે દીક્ષાલઈ સર્વકર્મનો (ઘાતિકર્મન) ક્ષય કરી અનુક્રમે ક્વલ જ્ઞાન પામ્યા.
(અહીં તેમના ચરિત્રનો વિસ્તાર તેમના સ્વતંત્ર ચરિત્રમાંથી પોતાની જાતે જાણી લેવો.)
શ્રી વીરભગવાન ભવ્યપ્રાણીઓને બોધ કરતાં ગૌતમઆદિમુનિઓસાથે મોક્ષને આપનારા શ્રી શત્રુંજ્યતીર્થઉપર સમવસર્યા. ત્યાં શ્રી વીરભુએ શ્રી સિધ્ધગિરિનું માહાત્મ આ પ્રમાણે કહયું – ખરેખર આ તીર્થમાં અનેક પ્રાણીઓ મોક્ષે ગયાં છે. કહયું છે કે :
अन्यतीर्थेषु सद्ध्यान - शीलदानार्चनादिभिः यत्फलं स्यात् ततोऽसवयं- शत्रुञ्जयकथाश्रुतेः ॥६॥
અન્યતીર્થોમાં ઉત્તમ ધ્યાન - શીલ – દાન અને પૂજા આદિવડે જે ફલ થાય તેનાથી અસંખ્યગાણું ફલ શ્રી શત્રુંજયની કથા સાંભળવાથી થાય છે. ભવનપતિના – ર૦ – ઈન્દો – ૩ર – વ્યંતરના ઈન્દો. - જ્યોતિષીના ઈન્દ્ર, ઊર્ધ્વ લોકમાં નિવાસ કરનારા – ૧૦ છો, આ ચોસઠ ઈન્દો, ઘણા દેવોથી પરિવરેલા જગતના નાથથી ભૂષિત એવા શ્રી શત્રુંજયને વિષે આદરથી નમસ્કાર કરતા હતા.
पापिनां शल्यरूपोऽयं - धर्मिणां सर्वशर्मदः । कामिनां कामितं दाता - विद्यतेऽयं गिरिर्वरः ॥९॥
શ્રેષ્ઠ એવો આ ગિરિ પાપી જીવોને રાલ્યરૂપ છે. ધર્મીજીવોને સર્વસુખ આપનારો છે. કામી પુરુષોને ઈચ્છિના આપનારો છે.
विना तपो विना दानं - विनाऽर्चा शुभभावत:। केवलं स्पर्शनं सिद्ध-क्षेत्रस्याक्षयसौख्यदम्॥१०॥
તપવિના - દાનવિના અને પૂજા વિના ફક્ત સિધ્ધક્ષેત્રનો સ્પપણ શુભભાવથી અક્ષયસુખ આપનારો છે. આ