________________
સૌધર્મેન્દ્ર અને વીર્યસાર રાજાઓ ઉદ્ધાર
૧૮૧
સંઘપતિએ જોયા. વીર્યસારરાજાએ વિચાર્યું કે સુરાષ્ટ્ર દેશમાં મુક્તિના સુખની પરંપરાને આપનારો શ્રી શત્રુંજ્ય પર્વત એક જ છે. હમણાં આ દેદીપ્યમાન એવા શત્રુંજયપર્વતો ઘણા ક્યાંથી દેખાય છે? આથી હમણાં મારવડે ક્યા પર્વતપરા જવાય? પર્વતો વિષમ હોવાથી તે પર્વતો પર ચઢવા માટે રાજા જ્યારે સમર્થન થયો ત્યારે આ પ્રમાણે દુક્કર અભિગ્રહ કર્યો.
જ્યાં સુધી સારી રીતે શ્રી શત્રુંજયનામનો પર્વત ન જાણી શકાય ને જ્યાં સુધી જિનેશ્વરની પૂજા ન કરાય ત્યાં સુધી મારે કોઈ ઠેકાણે ખાવું નહિ. મહિનાના અંતે જ્યારે રાજાએ શ્રી શત્રુંજ્યગિરિને જાણ્યો નહિ ત્યારે સંઘ ઘણો વ્યાકુલ થયો. તે પછી અતિદુ:ખિત થયેલો રાજા જયરે શ સૂવડે મસ્તક છેદવા લાગ્યો ત્યારે સૌધર્મેન્દ્ર આવીને કહયું કે હે રાજા ! તું આ સાહસ ન કર હું પ્રથમ દેવલોકનો સ્વામી તારું સાહસ જોવા માટે અહીં આવ્યો ને મારાવડે ઘણા પર્વતો વિદુર્વાયા છે. હે રાજા ! તું ધર્મથી જરાપણ ચલાયમાન ન થયો. હવે હું મુખ્યપર્વતને પ્રગટ કરું છું. બોધિને આપનારા તે પર્વતને તું વંદન કર. અસુરના શત્રુએવા સૌધર્મેદવડે – તે પછી બાકીના પર્વતો સંહરણ કરાયા ત્યારે વીર્યસાર રાજા શ્રી શત્રુંજય પર્વતપર ચઢયો. રાજા નાત્ર પૂજા – ધજા આપવી વગેરે મુખ્ય કાર્યોવડે પોતાનો જન્મ સફલ કરીને રાયણના વૃક્ષની નીચે ગયો. ત્યાં ઘણા સંઘના લોકોથી યુક્ત એવા રાજાએ રાયણના વૃક્ષને ડાંગરવડે વધાવીને પ્રભુના બે ચરણોની પૂજા કરી.
તે વખતે સૌધર્મદેવલોક્ના ઇદે પડગયેલા જિનમંદિરોને દિવ્યશક્તિવડે અને વીર્યસાર રાજાએ પણ ઉધ્ધાર ર્યો. એ પ્રમાણે વીર્યસારરાજા શ્રી શત્રુંજયગિરિઉપર વિસ્તાર પૂર્વક યાત્રા કરીને પોતાના નગરમાં આવીને રાત્રિદિવસ ધર્મ કરવા લાગ્યો. અનુક્રમે વીર્યસાર રાજા પોતાના પુત્રને હર્ષવડે રાજયગાદીપર સ્થાપન કરીને દીક્ષા લઈને નિરંતર તીવ્રતાપ કરવા લાગ્યો. વીર્યસારરાજા એક કરોડ પ્રમાણવાલા સાધુઓથી યુકત ફાગણ માસમાં શ્રી શત્રુંજ્યગિરિઉપર અનુક્રમે કર્મનો ક્ષયકરવા માટે ગયા.
ત્યાં તીવ્રતપ કરીને અને બાકીના અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો ક્ષય કરીને તે સાધુઓ સાથે કેવલજ્ઞાન પામીને ઘણાં ભવ્યજીવોને પ્રતિબોધ કરીને એક કરોડ સાધુ સહિત વીર્યસાર મુનીશ્વર પોતાના આયુષ્યના ક્ષયે મુક્તિ પામ્યા.
સૌધર્મેન્દ્ર અને વીર્યસાર રાજાના ઉધ્ધારનો સંબંધ પૂર્ણ થયો.