________________
૧૮૦
શ્રી શત્રુંજય-ક્ષ્યવૃત્તિ-ભાષાંતર
મહાયશા – અતિખલ – બલભદ્ર – બલવીર્ય – કીર્તિવીર્ય – જલવીર્ય અને દંડવીર્ય આ આઠ રાજાઓ થયા. આ આઠ રાજાઓએ ચારે તરફથી ભારતાઈને ભોગવ્યું ને ઇન્ડે આપેલો ભગવંતનો મુગટ મસ્તકને વિષ ધારણ કર્યો. ભરતરાજાની પરંપરામાં સર્વે ભરતવંશમાં ઉત્પન્ન થયેલા શ્રી અજિતનાથ સ્વામી સુધી મુક્તિમાં અને અનુત્તર વિમાનમાં જવાવાળા થયા. સર્વે રાજાઓએ શ્રી શત્રુંજયઆદિ તીર્થમાં સંઘપતિ થઈને જાત્રા કરીને શ્રી જિનેશ્વર પ્રભુના મોટા મંદિરે કરાવ્યાં. આ આદિત્યયશા વગેરે આઠ રાજાઓએ શ્રી શત્રુંજયગિરિપર શ્રી ઋષભદેવ પ્રભુના મંદિરનો ઉધ્ધાર ર્યો.
એ પ્રમાણે આદિત્યયશા વગેરે રાજાઓના ઉધ્ધારનો સંબંધ સંપૂર્ણ.
ઇશાનેન્ટે કરેલો શ્રી શત્રુંજયનો ઉધ્ધાર
મહાવિદેહ નામના ક્ષેત્રમાં સુવ્રત નામના અરિહંત ભગવંત પાસે કર્યો છે આદર જેણે એવા ઇશાને આ પ્રમાણે સાંભળ્યું. જેમ ભવમાં મનુષ્યભવ અને ગ્રહોમાં સૂર્ય તેમ દ્વીપમાં જંબૂ નામનો દ્વીપ સર્વ શ્રેષ્ઠગુણોવડે મુખ્ય છે. તેના દક્ષિણ ભાગમાં શ્રી શત્રુંજય નામનો પર્વત મોક્ષસુખને આપનારો સર્વતીર્થોમાં શ્રેષ્ઠ છે. સર્વતત્વોમાં જેમ સમભાવ (સમ્યક્ત), સર્વ દેવતાઓમાં જેમ જિનેશ્વર તેમ સર્વતીર્થોમાં આ શત્રુંજયગિરિ દુર્લભ છે. જંબુદ્વીપમાં રહેલા ભરતક્ષેત્રવિના બીજે કોઈ ઠેકાણે મોક્ષસુખને આપનારું શ્રી શત્રુંજય સમાન તીર્થ નથી. આ પ્રમાણે શ્રી જિનેશ્વરના વચનને સાંભળીને દેવો સહિત ઇશાને આવીને શ્રી શત્રુંજયગિરિઉપર આદરથી અષ્ટાનિકા મહોત્સવ . ઇશાનેદે કંઈક જર્જરિત થયેલાં જિનમંદિર ને જોઈને ભરતચક્રવર્તિની પેઠે દિવ્ય શક્તિ વડે નવાં કર્યા.
KKKKKKKKK
પ્રથમ દ્ધ સૌધર્મેન્દ્ર અને વીર્યસારરાજાએ કરેલો ઉધાર
શ્રી ઋષભદેવ પ્રભુના વંશમાં વીર્યસાર નામનો રાજા સાતકરોડ મનુષ્યો સહિત શ્રી શત્રુંજ્યગિરિમાં જિનેશ્વરોને નમસ્કાર કરવા માટે ચાલ્યો. માર્ગમાં શ્રી શત્રુંજયસમાન ઘણા પ્રાસાદ અને પ્રતિમાથી યુક્ત એવા મનોહર પર્વતોને