________________
થી આદિત્યયશા વગેરે રાજાઓનો સંબંધ
૧૯
રાજાએ કહયું કે પ્રબલ એવા શત્રુઓવડે પણ મારુંપુણ્ય લૂંટી શકાતું નથી. કહયું છે કે :
बाह्या श्री वैरिभिबाटैर्हियते नान्तरा पुनः। न चान्तरं वृषं द्विभि र्बाझै र्वा हन्यते क्वचित्॥१॥
( બાહય શત્રુઓવડે બાયલક્ષ્મી હરણ કરાય છે. પણ આંતરિક લક્ષ્મી હરણ કરતી નથી. બાહશત્રુઓ આંતરિક ધર્મને ક્યારે પણ હરી શક્તા નથી. તે પછી યમસરખા શત્રુઓ રાજાની પાસે આવીને જયારે હણવા લાગ્યા ત્યારે પણ રાજા ક્ષોભ ન પામ્યો. તે વેરીઓવડે જલ્દીથી મહાયરા વગેરે પુત્રો અને પુત્રીઓને મજબૂત ઘરડાથી બાંધી શત્રુઓ રાજાની આગળ હણવા માટે લાવ્યા.
પુત્રો અને પુત્રીઓને શત્રુઓવડે હણાતાં જોઈને નિશ્ચલમનવાલો રાજા ધર્મધ્યાનથી જરાપણ ચલાયમાન ન થયો.તે પછી બન્નેએ મનુષ્યરૂપને છોડીને પોતાની ભૂલ આકૃતિ કરીને દેદીપ્યમાન રૂપને ધારણ કરનારી બે દેવાંગનાઓએ આદરથી કર્યું. શ્રી ઋષભદેવસ્વામીના કુલરૂપી સમુદ્રને વિષે ચંદ્રમા સરખા તમે જ્ય પામો. સત્વશાળીઓમાં અગ્રેસર તમે જ્ય પામો. હે ચર્તિના પુત્ર તમે જય પામો. સ્વર્ગની સભામાં ઈદવડેતમે સત્વવાન કહેવાયા અને અમારા બનેવડે તેવી રીતે આપ ધર્મમાં નિશ્ચલ જણાયા. કદાચ સમુદ્ર રુંધાય, કદાચ મેરુ પર્વત ચલાયમાન થાય, કદાચ વાયુ પણ બંધાય, પણ પુરુષવડે તમે ધર્મ ધ્યાનથી ચલાયમાન કરાતા નથી. તે બન્ને દેવીઓવડે આ પ્રમાણે સ્તુતિ કરાઈ ત્યારે ઈદે આવીને મણિમય વૃષ્ટિ કરીને આ પ્રમાણે પ્રશંસા કરી કે હે રાજા ! તમે લાંબા કાળસુધી જય પામો. રાજાને મુગટ - કુંડલ – હાર – બાજુ બંધ અને શ્રેષ્ઠ મુદ્રિકાઓ આપીને ભક્તિવડે બે ચરણોને પ્રણામ કરીને ઈન્દ દેવલોકમાં ગયો. લાંબાકાળ સુધી તમે જિનેશ્વર ભગવાન કથિત ધર્મને કશે. લાંબાકાળ સુધી પૃથ્વીને પાવન કરો. લાંબા કાળ સુધી ઉપકાર કરે. લાંબા કાળ સુધી મનોહર યશને સંચય કરશે. તે બન્ને દેવી રાજાની પ્રશંસા કરીને રાજાને ખમાવીને ઘણાં મણિઓ આપીને નૃત્ય કરીને દેવલોકમાં ગઈ. ચર્તુદશી અને આઠમ આદિ મુખ્ય પર્વના દિવસોમાં નિરંતર તપ કરતો રાજા દેવ – દાનવોવડે ચલાયમાન કરાતો નથી.
| ભરત ચક્રવર્તિવડે જ્ઞાન દર્શન અને ચારિત્રને ધારણ કરનારા – ભોજન આપવાથી જે ઉત્તમશ્રાવકે સ્થાપન કરાયા તેઓને જુદી જુદી સુંદર આકૃતિવાલી સોનાની જનોઈ આપીને રાજા પોતાના ઘરમાં સારું ભોજન આપે છે. શ્રી સિધ્ધગિરિ પર્વતને વિષે વિસ્તારથી યાત્રા કરીને સૂર્યયશા રાજાએ શ્રી ઋષભદેવપ્રભુના મંદિરનો ઉધ્ધાર ક્ય. આરીસામાં પોતાના મુખને જોતી ભરતરાજાની જેમ સૂર્યયશા રાજાને ક્વલજ્ઞાન પ્રાપ્ત થયું. ઇન્દ્રની પાસેથી સાધુનો વિશ પામીને સૂર્યયશામુનિપૃથ્વીપર વિહાર કરતાં ઘણાં ભવ્યજીવોને સર્વશના ધર્મમાં બોધ પમાડ્યો.
અનુક્રમે શ્રી શત્રુંજ્ય પર્વતઉપર જઈને સૂર્યયશા મુનિ આયુષ્યના ક્ષયે સર્વકર્મનો ક્ષય થવાથી મોક્ષનાસુખને પામ્યા. ભરતરાજાની જેમ સૂર્યયશા વગેરે રાજાઓએ શ્રી શત્રુંજય પર્વત પર વિસ્તારથી યાત્રા કરી. ભરતરાજાની જેમ સૂર્યયશા વગેરે આઠ રાજાઓ આરીસામાં મુખને જોતાં ક્વલજ્ઞાની થયા, હયું છે કે :- રાજા આદિત્ય શા –