________________
૧૨૯
શ્રી શત્રુંજય-લ્પત્તિ-ભાષાંતર
મહાબાહુ રાજા અને ત્રિવિક્રમ રાજર્ષિના
મુનિગમનનો સંબંધ
અહીંથી ગઈ ચોવીશીમાં કમલપુર નગરમાં સુમતિ નામના વણિને પદ્મા નામે શ્રેષ્ઠ પત્ની થઈ હતી. તેને પદ્મ નામનો શ્રેષ્ઠરૂપવાલો પુત્ર થયો. તે પતિની પાસે અનેક શાસ્ત્રોને તેવી રીતે ભણ્યો કે તેથી તે ગુરુ સરખો થયો. વ્યાપારમાં તત્પર એવા તે સુમતિશેઠની લક્ષ્મી કૃષ્ણપક્ષના ચંદ્રના કિરણોની જેમ અનુક્રમે તૂટવા લાગી. લક્ષ્મીના અભાવથી સુમતિ વણિક કોઈ ઠેકાણે સન્માન પામતો નથી. તેથી તે પોતે મનમાં અત્યંત દુઃખને ધારણ કરે છે. કર્યું છે કે : -
यस्यार्थास्तस्य मित्राणि, यस्यार्थास्तस्य बान्धवा। यस्यार्थाः स पुमान् लोके, यस्यार्थाः सच पूज्यते जीवन्तो मृतका: पञ्च, श्रूयन्ते किल भारते। दरिद्रो व्याधितो मूर्खः, प्रवासी नित्यसेवकः॥६॥
જેની પાસે ધન હોય તેને મિત્રો છે. જેની પાસે ધન હોય તેને બાંધવો છે. જેની પાસે ધન છે તે લોકમાં પુરુષ છે. જેની પાસે ધન છે તેજ પૂજાય છે. મહાભારતમાં હયું છે કે – દરિદ્રી –ોગી – મૂર્ખ – પ્રવાસી ને નિત્ય સેવા કરનાર એ પાંચ જીવતા છતાં પણ મરેલા સંભળાય છે. આ લોકમાં પણ ધનવાન પુરુષને શત્રુપણ સ્વજનની જેમ આચરણ કરે છે. અને દ્વિીપુરુષોને સ્વજનપણ તેજ ક્ષણે દુર્જનની જેવું આચરણ કરે છે.
તે પછી અનુક્રમે ઘાસ – લાકડાં આદિ લાવીને તેને વેચીને નિરંતર સુમતિ હંમેશાં પોતાનો નિર્વાહ કરતો હતો. કહયું છે કે :
बुभुक्षित: किं न करोति पापं, क्षीणा नरा निष्करुणा भवन्ति। किं नीचकर्मादिरमावियुक्ताः, कुर्वन्ति लोका: कुलजा अपीह॥६॥
ભૂખ્યો માણસ શું પાપ નથી કરતો? ક્ષીણ મનુષ્યો કષ્ણા વગરના થાય છે. લક્ષ્મીવગરના કુલવાન એવા પણ લોકો ખરેખર નીચકર્મ વગેરે શું નથી કરતાં? તે પછી પદ્મ પરદેશમાં જઈને દશવર્ષે ઘણું ધન ઉપાર્જન કરીને આવ્યો. તે પછી બધા લોકો હંમેશાં હર્ષથી સુમતિનું સન્માન કરે છે કારણ કે લોકો લક્ષ્મીની પૂજા કરે છે. દારિદ્ય ક્યારે પણ પૂજાતું નથી. તે પછી એક દિવસ ઉધાનમાં સુમતિએ ધર્માચાર્ય પાસે જીવદયામૂલધર્મ આદરપૂર્વક સાંભલ્યો.