________________
શ્રી શત્રુંજયમાં ધરાપાલ રાજા વગેરેના મુક્તિગમનનું સ્વરૂપ
પંડિતો – સમ્યક્ત્વદર્શનથી શુધ્ધ હોય તેને સત્પુરુષ કહે છે. સમ્યક્ત્વ વગરનો જીવ નિશ્ચે પશુ છે. તેમાં સંશય નથી. જે જીવને સમ્યક્ત્વ હોય છે તેના હાથમાં ચિંતામણિ રત્ન હોય છે. તેના ઘરમાં ક્લ્પવૃક્ષ છે. અને કામધેનુગાય તેની પાછળ જનારી છે. જે સમ્યક્ત્વથી અલંકૃત હોય તેને મુક્તિરૂપી લક્ષ્મી વરશે. એની પાસે સ્વર્ગની લક્ષ્મી પોતાની જાતે આવશે. અને રાજ્યલક્ષ્મી તેની સખી થાય છે. આ પ્રમાણે સમ્યક્ત્વનું માહાત્મ્ય સાંભળીને ચંદ્રરાજાએ મુક્તિગમનને ઉચિત એવું પુણ્ય વેગથી ઉપાર્જન કર્યું. મરણ પામીને પહેલાં સ્વર્ગમાં જઇને લક્ષ્મીપુરી નગરીમાં ભીમરાજાનો જિનધર્મને કરનારો મદન નામે પુત્ર થયો. અનુક્રમે શ્રી શત્રુંજ્યઉપર જઇને શ્રી ઋષભદેવપ્રભુની આગળ ધ્યાન કરતાં સર્વકર્મ અને આયુષ્યનો ક્ષય થવાથી મોક્ષ પામ્યા.
શ્રી શત્રુંજયમાં ધરાપાલ વગેરે રાજાઓનો મુક્તિગમન સંબંધ સંપૂર્ણ.
નીલપુત્રનો – સંબંધ
--
૫૧
રાયણવૃક્ષની નીચે દેવોવડે સેવાયેલા શ્રી ઋષભદેવ સ્વામી પૃથ્વીને પવિત્ર કરતાં શ્રી સિધ્ધગિરિઉપર સમવસર્યા, બીજા ગણધર શ્રી ચંદ્રસેન ઘણા સાધુઓ સહિત તે તીર્થમાં તીર્થને અને જિનેશ્વરોને નમસ્કાર કરવા માટે આવ્યા, સુંદરી વગેરે ઘણાં સાધ્વીઓ ઘણાં સાધ્વીઓથી સેવાયેલા દેદીપ્યમાન ભાવથી તીર્થને નમસ્કાર કરવા માટે આવ્યાં.
એક વખત શ્રી ઋષભદેવને નમસ્કાર કરીને ચંદ્રસેન નામના ગણધરે ક્હયું કે – હે ભગવન ! આ તીર્થનું માહાત્મ્ય ક્યો. તે વખતે પ્રભુએ યોજનગામિની મધુરવાણીવડે ગણધરની આગળ આ પ્રમાણે તીર્થનું માહાત્મ્ય હતું. જેની ઉપર ચઢેલાં પ્રાણીઓવડે અત્યંત દુર્લભ એવો ( લોકાગ્ર ) મોક્ષ પ્રાપ્ત કરાય છે. પમાય છે. તે આ તીર્થોનો સ્વામી શાશ્વતગિરિ છે.. આ તીર્થ અનાદિતીર્થ છે. અહીં તીર્થંકરો અને અનંત મુનિઓ પોતાનાં કર્મોને ખપાવી ને સિદ્ધ
થયા છે.
અહીંયાં જે પક્ષીઓ છે અને બીજાં પણ ક્ષુદ્ર એવાં હિંસક પ્રાણીઓ છે તેઓ ઉત્તમ એવા ત્રણભવે સિધ્ધ થશે. અભવ્ય અને પાપીજીવો આ પર્વતને જોઇ શક્તાં નથી. રાજ્યઆદિ પામે છે. પણ આ તીર્થને પામતાં નથી. તીર્થંકરો મોક્ષમાં ગયે તે અને કેવલજ્ઞાન નષ્ટ થાય ત્યારે પૃથ્વીતલમાં આ તીર્થ સાંભળવાથી ને કીર્તનકરવાથી લોકોને તારનાર છે. આ દુ:ષમા નામના કાલને વિષે કેવલજ્ઞાન ચાલી ગયે તે ધર્મ પણ વિસંસ્થૂલ થયે તે આ તીર્થ જગતને હિતકારી છે. અહીં અરિહંતોની સ્તુતિ પુષ્પ અને અક્ષત આદિથી કરાયેલી પૂજા સંસારપર્યંત કરેલાં પ્રાણીઓનાં પાપને