________________
શ્રી આદિત્યયા વગેરે રાજાઓનો સંબંધ
૧૭૫
મુક્તિપુરીમાં ગયા. તે પછી અન્ય સાધુઓ પણ મુક્તિપુરીમાં ગયા. આથી તે શુક્લ દશમી તપકરવાથી સેવન કરવી જોઈએ. કહયું છે કે તે દિવસે અલ્પ પણ કરાયેલું ઉત્તમતપતે અહીં સમયે વાવેલાં બીજની જેમ ઘણાં ફલને આપનારું થાય છે. જેઓ ફાગણ સુદ દશમને દિવસે શ્રી સિધ્ધગિરિનો સ્પર્શ કરે છે. તેઓ સર્વપાપોનો ક્ષયરી મોક્ષને પામ્યા. જે સ્થાને નમિ વગેરે સાધુઓ મોક્ષને પામ્યા. ત્યાં તેના પુત્રોએ મોટો પ્રાસાદ કરાવ્યો. તેમાં નાભિપુત્રની રત્નમય મનોહર મૂર્તિ સ્થાપીને તેની બન્ને બાજુ નમિ અને વિનમિની રત્નમયમૂર્તિ – જગતને આનંદ કરનારી સુંદર આકૃતિવાલી નાભિરાજાના પૌત્ર પ્રથમ ચક્વર્તિએ સ્થાપના કરી. અને તમિરાજાની ચર્ચા વગેરે ચોસઠ પુત્રીઓ દીક્ષા લઈ સિદ્ધગિરિના જે શિખર ઉપર ચૈત્ર વદિ ચૌદશના દિવસે રાત્રિમાં એકી સાથે મોક્ષમાં ગઈ આથી તે શિખરનું ચર્ચા નામ જગતમાં પ્રસિધ્ધ થયું.
નમિરાજાની પુત્રી ચર્ચા વગેરેનો મુક્તિનમનનો સંબંધ સંપૂર્ણ
*
********************
*
શ્રી આદિત્યયશા - વગેરે રાજાઓનો સંબંધ
सव्वट्ठ सिद्ध पत्थड - अंतरीया पण्णकोडि लक्खुदही। सेढीहिं असंखाहिं - चउदस लक्खाहिं संखाहिं॥१६॥ जत्थाइच्चजसाई - सगरंता रिसहवंसजनरिंदा। सिद्धिं गया असंखा - जयउ तयं पुंडरीतित्थ॥१७॥
ગાથાર્થ : સર્વાર્થ સિધ્ધ નામના વિમાનના પાથડામાં (પાટડામાં) અને વચ્ચે વચ્ચે પચાસ લાખ સાગરોપમ સુધી તેઓની અસંખ્યાતી શ્રેણીવડે ચૌદલાખ સંખ્યાવડે આદિત્યયશાથી માંડીને સગરચક્રવર્તિસુધી શ્રી ઋષભદેવ પ્રભુના વંશમાં ઉત્પન્ન થયેલા અસંખ્યરાજાઓ મોક્ષ પામ્યા તે પુંડરીક તીર્થ જયવંતુ વર્તો.
ટીકાર્ય :- સર્વાર્થ સિધ્ધ પ્રતરમાં (આંતરામાં) અને મુક્તિમાં વચ્ચે વચ્ચે પચાસ લાખ કરોડ સાગરોપમ સુધી તેઓની અસંખ્યાત શ્રેણીવડે ચૌદ લાખની સંખ્યાવડે પરસ્પર ત્યાં આદિત્યયશાથી માંડીને સગરચક્રવર્તિ પર્યત શ્રી ઋષભદેવનાવંશમાં ઉત્પન્ન થયેલા અસંખ્યાત રાજાઓ સિધ્ધિ પામ્યા તે વિમલ ગિરિ તીર્થ ય પામો. તે
આદિત્યયશા રાજાએ જ્યાં મુક્તિ પ્રાપ્ત કરી. ત્યાં તેના પુત્ર મહાયશાએ પ્રાસાદ કરાવ્યો. હવે ચદયશા અને