________________
થી આદિત્યયા વગેરે રાજાઓનો સંબંધ
૧૭૭
અવાજને સાંભલ્યો. તેના મધુર ગીતને સાંભળતાં પોતાના અશ્વો તે વખતે એક ડગલું પણ આગળ ચાલવા શક્તિમાન ન થયા. તે વખતે આગળ ચાલવા માટે અસમર્થ પોતાના સૈન્યને જોઈને રાજાએ બેદેવાંગનાઓને જોઈ. આ બન્નેના નાદથી ચારે તરફ વનમાં સર્વે પશુઓ પણ ચિત્રમાં ચિતરેલાં હોય એવાં થયાં. પછી બીજાઓની તો કઈ વાત? કહયું છે કે : –
देवा नादेन तुष्यन्ति, धर्मो नादात् प्रजायते,। नादान्महीपतेरर्थो, नादान्नार्योऽपि वश्यगाः ॥१॥
સંગીતવડે દેવો ખુશ થાય છે. સંગીતથી ધર્મ થાય છે. (ભાવપૂજામાં સંગીત થાય છે તે) સંગીતથી રાજાઓનો અર્થ (સધાય) થાય છે. સંગીતથી સ્ત્રીઓ પણ વશ થાય છે. તે બન્ને દેવીઓ આદીશ્વર ભગવાનના મંદિરમાં આવીને મનોહર ગાયન કરતી જે જે નૃત્ય કરતી હતી તેથી રાજા ચમત્કાર પામ્યો. શ્રી ઋષભદેવપ્રભુને નમસ્કાર કરીને જતી એવી તે બન્ને દેવીઓને જોઈને કામદેવના બાણથી વીંધાયેલો રાજા ચિત્રમાં ચીતર્યો હોય તેમ સ્તબ્ધ થયો. તમે બને કોણ છે ? ક્યા સ્થાનમાંથી આવ્યા છે ? તે તમે બને હો . તે બન્નેએ યું કે – અમે બન્ને ભીમવિદ્યાધરની પુત્રીઓ છીએ. શ્રી ઋષભદેવને નમવામાટે આવેલ સંઘમાંથી આવીએ છીએ. મંત્રીએ કહયું કે આ શ્રેષ્ઠ એવા સૂર્યયશારાજા છે. તે તમારી બન્નેની સાથે પાણિગ્રહણ કરવાથી ભોગને ઈચ્છે છે. આરાજા શ્રી ઋષભદેવપ્રભુના પૌત્ર છે. ભરતરાજાના પુત્ર છે. દેદીપ્યમાન ક્લાઓના સમૂહથી મનહર છે. સૌમ્ય છે. ઉત્તમ ગુણવાલો છે. ને બલવાન છે. શ્રી ઋષભદેવ સ્વામી હમણાં તમારા ઉપર સંતુષ્ટ થયા છે. જેથી ગુણનાસમદ્ર એવા સૂર્યયશા રાજાએ તમને બન્નેને પસંદ કરી, જેમ ચંદ્રવડે કરીને ચાંદની ને રાત્રિ શોભે છે. તેવી રીતે સૂર્યયશા રાજાવડે તમે બન્ને શોભો. તે બન્ને વડે બૂલ કરાયું ત્યારે શ્રી ઋષભદેવપ્રભુની સાક્ષીએ ભરતરાજાના પુત્ર – સૂર્યયશા રાજાવડે તે વખતે બન્નેનું પાણિગ્રહણ કરાયું. તે બન્નેની પ્રીતિના રસમાં ખેંચાયેલો ભરતરાજાનો પુત્ર પૃથ્વીપર રહેલો છતાં ઈન્દ્રની પેઠે સુખ માનવા લાગ્યો. રાજા ધર્મ અને અર્થની અબાધાવડે તેવી રીતે અધિકપણે કામને સેવન કરતો પુરુષાર્થરૂપી રથને બળાત્કારે એક પૈડાથી ચલાવવા લાગ્યો.
એક વખત બને પત્નીઓ સહિત ગોખમાં રહેલો કામદેવ સરખો રાજા તે બને પત્નીવડે આદરપૂર્વક આ પ્રમાણે પુછાયો. આ નગરીમાં માણસોવડે પડહની ઘોષણા કેમ કરાય છે? રાજાએ કહયું કે ચતુર્દશી અને અષ્ટમી એ બને પર્વ શ્રેષ્ઠ પર્વ છે.
પ્રભુએ – બે-અઢાઈ – ત્રણ ચોમાસી અને પર્યુષણાપર્વને પર્વ તરીકે કહયાં છે. જ્ઞાન એ પ્રથમ રત્ન છે. મોક્ષસુખને આપનારું થાય છે. તેના આરાધનરૂપે આપ્તપુરુષોએ પંચમીનું પર્વ કહયું છે. આ પર્વે ઉત્તમપુણ્યના કારણરૂપે જિનાજ્ઞાવડે આરાધના કરાયેલાં તે પર્વો લ્યાણરૂપી લક્ષ્મીને માટે થાય છે. હયું છે કે :
न पर्वदिवसे स्नानं, न स्त्रीसेवा कलि नच। न द्यूतं परहास्यादि, न मात्सर्यं न च क्रुधम्॥१॥