________________
નમિ – વિનમિનો મુકિતમાં જવાનો સંબંધ
૧૭૩
કરતા હતા. સાંજે પ્રભુ જ્યારે કાઉસ્સગ્નધ્યાને ઊભા રહેતા હતા. ત્યાં પ્રભુની બને પડખે તે બન્ને રાત્રિમાં પ્રભુનું રક્ષણ કરવા માટે ઊભા રહેતા હતા.
સવારે તે બંને કહેતા હતા કે હે સ્વામી ! પ્રસન્ન થઈને અમને બન્નેને રાજય આપો. ઘણા દિવસો ગયા ત્યારે નાગરાજ આવ્યા પ્રભુને પ્રણામ કરીને શેષનાગે તે બન્નેને કહયું કે આ પ્રભુ મૌનધારી છે. તે કોઈને પણ રાજય આપતાં નથી. તમે બને ભરતરાજાની પાસે જઈને રાજય માંગો. તે તમને જલ્દી આપશે. આ પ્રમાણે નાગદે કહયા ક્યાં પણ સ્વામીની સેવાથી આ બન્ને અટકતાં નથી ત્યારે નાગેન્દ્ર હર્ષિત થયો. નાગેન્દ્રને બન્નેને પ્રભુના મુખમાં અવતરીને કહયું કે તમે અને મારી પાછળ આવો. તમને રાજય અપાય છે. આ પ્રમાણે કહીને નાગરાજ પ્રભુનું મનોહર રૂપ કરીને નમિ અને વિનમિને પોતાની સાથે વૈતાઢય પર્વતપર લઈ ગયો. અને તે વખતે પ્રભુના રૂપને ધારણ કરનારા શેષનાગે તે બન્નેને રોહિણી અને પ્રજ્ઞપ્તિ આદિ હજારો શ્રેષ્ઠ વિધાઓ આપી. નાગરાજે નમિને ૬૦ - નગર અને વિનમિતે ૫૦ - નગર આપીને પોતાનું રૂપ પ્રગટ કરીને આ પ્રમાણે કર્યું. મેં પ્રભુનું રૂપ કરીને પ્રભુના ભક્ત એવા તમને બન્નેને આ શ્રેષ્ઠ વિધાઓ આપી છે. આથી હંમેશાં પ્રભુ ધ્યાન કરવા યોગ્ય છે. આ પ્રમાણે કહીને ધરણેન્દ્ર પોતાના સ્થાનમાં ગયો. ત્યારે તે બન્ને પ્રભુના સેવકો તે વિદ્યાઓને સાધીને અનુક્રમે વિદ્યાધર થયા. નાગેન્દ્ર નમિ અને વિનમિને વૈતાઢય પર્વત ઉપર વિદ્યાઓ આપી. અને ઉત્તરશ્રેણી અને દક્ષિણ શ્રેણીના ૬૦ ને ૫૦ નગરો આપ્યાં
મનોહર એવી તે વિદ્યાઓવડે તે બન્ને વિદ્યાધરો તે વખતે છ ખંડના અધિપતિ ભરતરાજાને પણ દુર્જય થયા. તે બન્ને વિદ્યાધરોએ દરેક નગરમાં કેસાલપર્વત સરખાં બિંબથી શોભિત એવાં જિનમંદિરો ધનનો વ્યય કરી કરાવ્યાં. ઘણાં ધનનો વ્યય કરી તે બને વિદ્યાધરોએ શ્રી શત્રુંજય આદિ તીર્થોમાં મોક્ષસુખને આપનારી યાત્રા કરી. શેષનાગે આપેલી વિદ્યાઓવડે હંમેશાં તે બને જુદાં જુદાં રૂપ કરતા હતા. તે વખતે તે બન્નેનો વિધાધર વંશ થયો. કહયું છે કે : – ઈક્વાકુ વગેરે ચાર મહાવંશો પ્રસિધ્ધ થયા. જે વંશોમાં જિનેશ્વરો અને પુણ્યવંત જનો પણ થયા છે. તે આ પ્રમાણે – પહેલો ઇશ્વાકુવંશ–બીજો સોમવંશ – ત્રીજો વિદ્યાધર વંશ –અને ચોથો હરિવંશ
ભરતનો પ્રથમ પુત્ર સૂર્યયશા નામે થયો. તે પછી સિંહયશ થયો. આવશ્યક સૂત્રમાં કહયું છે:- સૂર્યયશરાજા, તે પછી મહાયશ રાજા. તે પછી અતિબલરાજા, તે પછી અચલભદ્ર રાજા – તે પછી બલવીર્ય રાજા, તે પછી કીર્તિવીર્ય રાજા , તે પછી જલવીર્ય રાજા , અને તે પછી દંડવીર્ય રાજા. બાહુબલીની પાટપર સોમ નામે રાજા થયા, તે પછી શ્રેષ્ઠ રાજાઓને ભજનારો સોમનામે પ્રસિધ્ધ વંશ થયો. નમિ અને વિનમિથી વિદ્યાધર વંશ થયો. અને હરિવર્ષમાંથી આવેલા યુગલીકમાંથી અનુક્રમે હરિવંશ થયો. એક વખત આદિવની પાસે તે બન્ને વિદ્યાધરો આદરપૂર્વક આ પ્રમાણે ધર્મની દેશના સાંભલવા લાગ્યા. – તે આ પ્રમાણે :
भव्वा भवारहट्टे- कम्मजलं गहिअ अविरई घडिहिं। दुहविसवल्लिं रोवीय, मा सिंचह जीवमंडवए॥३१।। लक्षूणवि जिणदिक्खं, पुणो पुणो जे भमंति संसारे। अमुणंता परमत्थं, ते णाणावरणदोसेणं॥१॥