________________
શ્રી બાહુબલીએ કરાવેલ શ્રી
દેવી માતાના મંદિરનો સંબંધ
૧ી
ધર્મને જાણનાર – ધર્મને રનાર હંમેશાં ધર્મને પ્રવર્તન કરનાર (ઉપદેશ દેનાર) પ્રાણીઓને ધર્મ શાસ્ત્રના અર્થને બતાવનાર – ગુરુ કહેવાય છે. ઈયાદિ ધર્મ સારી રીતે સાંભળીને બાહુબલી રાજા ઘણા શ્રી સંઘસહિત શ્રી શત્રુંજ્યતીર્થઉપર ગયો ત્યાં સંઘ સંબંધી કાર્યો કરીને બાહુબલી રાજાએ ક્લાસપર્વત સરખો પ્રાસાદ કરાવ્યો. સમવસરણ સહિત – મોક્ષને આપનારું મરુદેવીનું બિંબ શ્રી શત્રુંજયગિરિઉપર બાહુબલી રાજાએ હર્ષપૂર્વક સ્થાપન કર્યું. હયું છે કે:- મહાસુદિ પૂનમને દિવસે શ્રી ઋષભદેવ પ્રભુની માતા મોક્ષમાં ગયા. આથી પ્રથમપુત્ર એવા બાહુબલીવડે(બિંબ સ્થાપન કરાયું)તે દિવસે જેમનુષ્યો અને સ્ત્રીઓ પ્રથમ યોગિનીની પૂજા કરે છે. તે સર્વે મુમુક્ષુઓ સર્વ સામ્રાજ્ય પૂર્વક મહાભાગ્યવાળા થાય. આજે (જે) સ્ત્રીઓ વિધવા હોય અને પુત્રવાલી હોય તે સૌભાગ્યનું પાત્ર – એવી ચક્વર્તિ અને ઈન્દના ઘરમાં થઈને અનુક્રમે મોક્ષમાં પણ જાય છે.
બાહુબલી આદિ સર્વભાઈઓ જયાં મોક્ષમાં ગયા ત્યાં ભરતરાજાએ “બાહુબલી” નામનું જિનમંદિર ક્યું. આ તીર્થમાં કયારે પણ મનુષ્યોનો અગ્નિ સંસ્કાર ન કરવો. કારણ કે તેનાથી તીર્થનો લોપ થાય છે અને જિનેશ્વરની આજ્ઞાનું ખંડન થાય. મુખ્ય શિખરથી નીચે ચારે તરફ બે યોજન છોડીને સાર્વનામના – પર્વત ઉપર – પ્રાણીઓનો અગ્નિ સંસ્કાર કરવો. અને ત્યાં રાજાએ બીજાઓને પણ તે કાર્ય બતાવવા માટે તેઓની પાષાણમય શ્રેષ્ઠમૂર્તિ કરાવી . જીવહિંસા કરીને પણ વૈતાઢયમાં રહેનારા વિદ્યાધરો તે પાપના નાશ માટે નિરંતર તીર્થની સેવા કરે છે. તે વખતે ત્યાં વિદ્યાધરોનો શિરોમણિ જ્વજશ્રી" લાખ વિદ્યાધરોવડે સેવાતો શ્રી ઋષભદેવપ્રભુને નમસ્કાર કરવા માટે આવ્યો. જિનમંદિરમાં સ્નાત્રપૂજા – ધ્વજારોપણ કાર્યો કરીને દરેક જિનમંદિરમાં સર્વોને વંદન કરે છે. તે પછી ઘણાં લોક સહિત – વિદ્યાધરે ગુસ્નીપાસે આદરપૂર્વક શ્રી શત્રુંજયનું માહામ્ય સાંભળ્યું.
જે શ્રી શત્રુંજયતીર્થ ઉપર જિનમંદિર કરાવે છે. તેને સ્વર્ગ અને મોક્ષની લક્ષ્મી દુર્લભ થતી નથી. જેશ્રી સિધ્ધગિરિ ઉપર સારાભાવથી દાનને આપે છે. તે જલ્દીથી સ્વર્ગ અને મોક્ષની લક્ષ્મીને મેળવે છે.કહયું છે કે:- શ્રી શત્રુંજય ગિરિ ઉપર જિનેશ્વરને જોવાથી બે દુર્ગતિ નાશ પામે છે. અને પૂજા – સ્નાત્ર કરવાથી એક હજાર સાગરોપમના પાપ નાશ પામે છે. આ પ્રમાણે સાંભળીને શ્રેષ્ઠ સ્ફટિક્ના પથ્થરોવડે જિનમંદિરકરાવીને તેણે આદિનાથ પ્રભુનું બિંબ સ્થાપન કરાવ્યું. તે જિન મંદિરનું નામ ગ્વજશ્રી” એ પ્રમાણે લોકવડે પ્રસિધ્ધ થયું. તે પછી વિદ્યાધર વગેરેએ પૂજન કર્યું. અનુક્રમે તે વિદ્યાધર ચારિત્રની સંપત્તિ લઈને સર્વકર્મનો ક્ષય થવાથી ત્રણ લાખ સાધુઓથી આશ્રય કરાયેલા તે સિધ્ધ થયા.
બાહુબલીએ કરાવેલ દેવી માતાના મંદિરનો સંબંધ સંપૂર્ણ