Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૧૭૦
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
શ્રી બાહુબલીએ કરાવેલ થી મરુદેવી માતાના મંદિરનો સંબંધ
बाहुबलिणाउ रम्मं, सिरिमरुदेवाइ कारिअं भवणं । जत्थ समोसरणजुअं, सो विमलगिरि जयउतित्थं । ।१४।।
જ્યાં શ્રી બાહુબલિએ શ્રી મરુદેવા માતાનું સમવસરણ યુક્ત ભવન કરાવ્યું. તે વિમલગિરિ તીર્થ જ્યવંતુ વર્ષો
ટીકાર્થ :- જે શ્રી સિધ્ધગિરિતીર્થ ઉપર શ્રી ઋષભદેવ પ્રભુના બીજાપુત્ર – બાહુબલિએ નાભિકુલકરની પત્ની મદેવાનું મનોહર ભવન સમવસરણ સહિત કરાવ્યું, અને ચાર પ્રતિમાયુક્ત હાથીઉપર ચઢેલા મલ્દેવીની પ્રતિમાને જ્યાં બાહુબલિએ સ્થાપન કરી તે વિમલગિરિ તીર્થ ય પામો. ॥
શ્રી પુંડરીક ગણધર પૃથ્વીતલઉપર વિહાર કરતાં તક્ષશિલા નગરીના મનોહર ઉધાનમાં સમવસર્યા. તે વખતે ત્યાં આવેલા બાહુબલિએ હર્ષવડે સ્વર્ગ અને મોક્ષના સુખને આપનાર જિનેશ્વરે હેલો ધર્મ આ પ્રમાણે સાંભલ્યો. જે ભવ્ય મનુષ્યો જિનેશ્ર્વરનું ભવન કરાવે છે. તેઓને ભીમસેનની પેઠે ક્લ્યાણલક્ષ્મી થાય છે. તે આ પ્રમાણે :– ચંદ્રોદય નામના નગરમાં સુંદરચિત્તવાલા ભીમસેન શેઠે અનુક્રમે અર્ધોલાખ સોનામહોરો ઉપાર્જન કરી. એક વખત ભીમસેન વણિક ગુરુપાસે ગયો. અને આદરપૂર્વક પ્રાસાદ કરાવવામાં આ પ્રમાણે પુણ્ય સાંભળ્યું.
यतः - अङ्गुष्ठमात्रमपि यः प्रकरोति बिम्बं वीरावसान ऋषभादि जिनेश्वराणाम्
स्वर्ग प्रधानविपुलर्द्धिसुखानि भुक्त्वा, पश्चादनुत्तरगतिं सपुपैति છી: શા
જે આત્મા શ્રી ઋષભદેવથી માંડીને વીરભગવાન સુધીના જિનેશ્વરોનું અંગૂઠા પ્રમાણ પણ બિંબ કરે છે. તે સ્વર્ગ જેમાં પ્રધાન એવા વિપુલ ઋધ્ધિવાલાં સુખોને ભોગવીને તે ધીરપુરુષ પછી મોક્ષગતિ –અનુત્તરગતિને પામે છે.
धर्मज्ञो धर्मकर्त्ता च
सदा धर्म प्रवर्त्तकः । सत्त्वेभ्यो धर्मशास्त्रार्थ - देशको गुरुरुच्यते ॥२॥
-