________________
૧૬૪
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
શ્રી પુંડરીક સ્વામીનો મોક્ષે જવાનો સંબંધ
સોવ્પિળીફ પઢમ, સિધ્ધો, રૂદ પઢમ ચલ્લી-૫મ સુઓ पढम जिणस्स य पढमो, गणहारी जत्थ पुंडरीओ ॥ १२ ॥ चित्तस्स पुण्णिमाए - समणाणं पंचकोडिपरिवरिओ । णिम्मल जसपुंडरीअं - जयउ तं पुंडरीयतित्थं ॥ १३ ॥
ગાથાર્થ :– અવસર્પિણીમાં પ્રથમ ચક્વર્તિના પ્રથમપુત્ર – પ્રથમ જિનેશ્વરના પ્રથમ ગણધર પુંડરીક જ્યાં ચૈત્રમાસની પૂર્ણિમાને વિષે પાંચક્રોડ મુનિથી પરિવરેલા મોક્ષમાં ગયા તે નિર્મલયશના કમલસરખું પુંડરીક્તીર્થ જ્યવંતુ વર્તો.
વ્યાખ્યા – આ અવસર્પિણીમાં– શરુઆતમાં પ્રથમ ચક્વર્તિ ભરતરાજા અને તેનો પ્રથમપુત્ર પુંડરિક નામે બીજા ઋષભસેન નામને ધારણ કરનારા પ્રથમ જિનના પ્રથમ ગણધર આ શ્રી શત્રુંજય પર મોક્ષ પામ્યા. તે વખતે શિષ્ય કહે છે કે કઇ તિથિએ અને કેટલા સાધુઓ સાથે મોક્ષમાં ગયા ? ગુરુ ક્યે છે કે – જે ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે પાંચક્રોડ પ્રમાણ સાધુઓવડે પરિવરેલા–સેવાયેલા ગ્રહણ કર્યું છે અનશન જેણે એવા પુંડરીક ગણધર સિધ્ધ થયા. આ પ્રમાણે પાછલી ગાથાનો સંબંધ છે. તે શત્રુંજયનામનું પુંડસ્તિીર્થ છે. તે કેવું છે ? નિમર્ભયશરૂપી કમલવાળું તે પુંડરીક તીર્થ છે.
એક વખત શ્રી ઋગ્ભદેવ પ્રભુપાસે શ્રી પુંડરીક ગણધરે પૂછ્યું કે હે ભગવન્ ! મારી મુક્તિ ક્યાં થશે ? પ્રભુએ કહયું કે સુરાષ્ટ્ર દેશમાં ( સોરઠ દેશમાં ) તંગ નામનો પર્વત છે તે પચાસ યોજન વિસ્તારવાલો ને મોક્ષ આપનારો છે. હે ગણધર ! ત્યાં ગયેલા તમારી અને બીજા ઘણા સાધુઓની કર્મનો ક્ષય થવાથી મુક્તિ થશે. આ પ્રમાણે શ્રી ઋષભદેવનું વચન સાંભલીને શ્રી પુંડરિક ગણધર પાંચ કરોડ સાધુઓ સાથે ચાલ્યા. શ્રી શત્રુંજય ગિરિ ઉપર જઇને પાંચ કરોડ સાધુઓ સાથે ઘ્યાન અને મૌનમાં અત્યંત તત્પર થયા. તે વખતે પ્રથમ ગણધર ત્યાં રહયા. અને ભવ્યપ્રાણીઓની આગળ શ્રી શત્રુંજયનું માહાત્મ્ય આ પ્રમાણે કહયું. જે ભવ્યજીવો શ્રી જિનેશ્વરનું મંદિર કરાવે છે. તેઓને ભીમસેનની પેઠે કલ્યાણ લક્ષ્મી થાય.
ચંદ્રોદય નામના નગરમાં શ્રેષ્ઠચિત્તવાલો ભીમસેન શેઠ હતો.અનુક્રમે તેણે અર્ધો લાખ સોનામહોર ઉપાર્જન કરી. એક વખત ભીમસેન વણિક ગુરુ પાસે ગયો. અને ત્યાં આદરપૂર્વક પ્રાસાદ કરાવવામાં જે પુણ્ય થાય તે સાંભળ્યું.