________________
૧૫૮
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
વેચીને વેરયામાં આસક્ત અને કામમાં વ્યાકુલ થયેલા તેણે તે ધન વેશ્યાને આપ્યું. તે વખતે એક શ્રાવકે કહયું કે ગુરુ અને દેવના ધનને ભોગવવાથી જીવ ભયંકર નરકને પામે છે. અને સંસારને ભજનારો થાય છે.
દેવદ્રવ્ય અને ગુન્દ્રવ્ય સાતકુળને બાળી નાંખે છે. તેલમાં મિશ્રિત એવું ઝેર ખાવું સારું પણ દેવદ્રવ્ય ખાવું સારું નહિ. (૬) દેવદ્રવ્યનો વિનાશ કરવાવડે સાતવાર પ્રથમ નરકમાં જાય અને તે મનુષ્ય પીડાથી વ્યાપ્ત થયેલો તીવ્ર એવાં લાખો દુ:ખને પામે છે. જેમ અન્નને વિષે ઝેરનો સંસર્ગ – દૂધમાં જેમ કાંજીનો સંગમ તેવી રીતે પોતાના શુધ્ધ ધનની સાથે મોટેથી ગુરુદ્રવ્યનો સંસર્ગ છે. દેવદ્રવ્ય અને ગુવ્યવડે પ્રાણીને જીવિતની આશા હોય છે તે ધતૂરાના રસથી મિશ્રિત એવી સ્વાદ્ય ભોજ્ય પદાર્થોની જેવી જાણ. હે ગૌતમ દેવદ્રવ્યના ભક્ષણવડે અને પરસ્ત્રીના ગમનવડે જીવ સાતવાર સાતમી નરકમાં જાય છે..
તે બ્રાહ્મણ બીજાવડે નિષેધ કરવા છતાં પણ દેવ – ગુરુના ધનને હરણ કરતો અટક્યો નહિ. તે પાપથી અનુક્રમે મરણ પામીને નરકમાં ગયો. ત્યાંથી નીકળીને ચંડાલ થઈને ઘણાં પાપો કરીને તે બ્રાહ્મણ નરકમાં ગયો. અને ત્યાંથી સાપ થયો. એક વખત મરણ પામતી વખતે તે મુનિના મુખેથી નવકાર સાંભળીને હમણાં તારો મહાકાલ નામે પુત્ર થયો.
ચોથા મહાકાલ નામના પુત્રનો સંબંધ સંપૂર્ણ
શ્રી શત્રુંજયા નદીના પ્રભાવઉપર શાન્તનરાજાની ક્યારે
આ તારા પુત્રોના બાકી રહેલા પુણ્યવડે રાજયનો આશ્રય કરાયો તેથી અધમ મરણની તું ચિંતા ન કર. શાન્તનરાજાએ કહયું કે તે પાપથી મારે છુટકારો ક્વીરીતે થશે? અને તે પાપોથી પુત્રોનો છુટકારો કેવી રીતે થશે? ગુરુએ કહયું કે પુત્રો સાથે તું સિધ્ધગિરિઉપર જા. ત્યાં જતાં તારી અને પુત્રોની પાપમાંથી મુક્તિ થશે. શત્રુંજયાનદી શ્રેષ્ઠ છે. તેના પાણી વડે સ્નાન કરીને ભક્તિવડે સર્વપાપોનો નાશ કરવા માટે પ્રભુનું સ્નાત્ર કર. તેના ક્લિારે રહેલા જિનેશ્વરના પ્રાસાદમાં સૂર્યરાજાએ સ્થાપન કરેલા પ્રથમ જિનેશ્વરની તું નિરંતર પૂજા કર.