Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
શ્રી ઋષભદેવ જિનેશ્વર પ∞, ધનુષ્ય પ્રમાણવાલા હતા. પાર્શ્વનાથ પ્રભુ · નવ હાથ – વીર ભગવાન સાત હાથ – બાકીના આઠમાં ૫૦ ધનુષ્યની હાનિ કરવી પાંચ પ્રભુની દશ – દશ ધનુષ્યની હાનિ કરવી, પછી આઠ જિનેશ્વરની પાંચ ધનુષ્યની હાનિ કરવી.
૧૬૪
સો ભાઇઓના સો સ્તૂપ જિનેશ્વરથી યુક્ત ચક્રવર્તિએ મોક્ષની પ્રાપ્તિમાટે કરાવ્યા. હવે કાલે કરીને લોકોને લોભી જાણીને પ્રથમ ચક્વર્તિએ અષ્ટાપદગિરિઉપર તીર્થરક્ષા માટે આ પ્રમાણે પગથિયાં કરાવ્યાં. ચક્રવર્તિએ દંડરત્નવડે એક એક યોજનને અંતે આઠ પગથિયાં તીર્થની ભક્તિથી કર્યા. ભરતરાજાએ શત્રુંજ્યગિરિઉપર ઘણા સંઘ હિત – ઘણા ધનનો વ્યયકરી યાત્રા કરી. જતાં – સૂતાં –ઊભા રહેતાં – ખાતાં – વાત કરતાં ભરતરાજા શ્રી શત્રુંજ્યતીર્થનું વારંવાર ધ્યાન કરતો હતો. એક વખત સ્નાન કરી પોતાના શરીરઉપર સર્વ આભૂષણો પહેરી – તે આરીસામાં પોતાના શરીરને જોવા લાગ્યો. આભરણોવડે ભૂષિત એવા શ્રેષ્ઠશરીરને વારંવાર જોતો ચક્રવર્તિ વિચારવા લાગ્યો કે આ શરીર સારા પર્વવાળા વૃક્ષની જેમ શોભે છે. તેથી દેહ ઉપરથી મસ્તક વગેરેના આભૂષણોને ઉતારતો દાવાનલથી બળી ગયા હોય એવા પોતાના દેહને ચક્રવર્તિ અનુક્રમે જોતો હતો.
मौलेर्मोलि मपाकरोत् श्रुतियुगात् सत्कुण्डलं कण्ठतो । निष्कं हारमुरुस्थलाच्च सहसैवांसद्वयादङ्गदे ॥ चक्री पाणियुगाच्च वीरवलये मुद्रावलीमङ्गुलीवर्गाद्भारमिव प्रशान्तहृदयो वैराग्य भागित्यथ ॥ ८९ ॥
હયું છે કે :– મસ્તક ઉપરથી મુગટ દૂર કર્યો. બે કાનમાંથી કુંડલ દૂર કર્યાં. કંઠમાંથી ચટું દૂર કર્યું, છાતી પરથી હાર દૂર કર્યો. બે ખભા પરથી બે બાજુબંધ દૂર કર્યા, બે હાથથી શ્રેષ્ઠ વીરવલયો દૂર કર્યાં. આંગળીઓના સમૂહમાંથી ભારની જેમ મુદ્રિકાઓ દૂર કરી. પ્રશાન્ત હૃદયવાલો ચક્વર્તિ વૈરાગ્યને ભજનારો થયો.
ફાગણ મહિનામાં પાંદડાં – ફલ – પુષ્પ વગરના વૃક્ષની જેમ અલંકાર વગરના શરીરને જોઇને પોતાના મનમાં આ પ્રમાણે યાદ કરવા લાગ્યો.
આ કાયારૂપી – ભીંત આભૂષણ રૂપી – શ્રેષ્ઠવિસ્તારથી ચિત્રાયેલી અનિત્યતારૂપી પાણીથી ભીંજાયેલી અસાર હોવાથી અંદર પડી જાય છે. આશ્ચર્ય છે કે :– પ્રાણીઓને આ શરીરનો મોહ અત્યંત દુસ્સહ છે.. વાયુથી ચલાયમાન પડતાં પાકાં પાંદડાંની જેમ શરીરની કાંતિ છે. પ્રાણીઓના શરીરમાં આ ચામડી એજ સાર રૂપ છે. જે ચંદનરસવડે વિલેપન કરવા છતાં પણ પોતાની ચીકાશને ( મલિનતાને ) છોડતું નથી. જેને માટે દુષ્કર્મવડે પ્રેરાયેલો લોક પાપ કરે છે. તે દેહ કમલપત્રમાં રહેલાં બિન્દુની જેમ ચલાયમાન છે. શૃંગારરસથી વ્યાપ્ત દુર્ગંધી એવી સંસારરૂપી ખાળને વિષે જાણવા છતાં પણ ખાડાના ડુકકરની જેમ ડૂબે છે.