________________
૧૪૪
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
છે.
ફક્ત ધનજ વૃધ્ધિ પામો. તેનાથી જ ( ધનથી જ ) બધા ગુણો પ્રગટ થાય છે.
આ પ્રમાણે આક્રોશ આપતી ( કરતી ) તે પત્ની મોટું સાંબેલું ઉપાડીને દુષ્ટ આશયવાલી જેટલામાં ધણીને મારવા માટે ઊભી થઇ તેટલામાં બ્રાહ્મણે મોટો પત્થર બલપૂર્વક સ્ત્રી તરફ ફેંક્યો. જેથી તે સ્ત્રી પ્રાણોથી મુક્ત થઇ. મરી ગઇ. તે પછી પુત્ર પિતાને ક્હયું કે હે પાપી ! આવું દુષ્ટ તમે કેમ કર્યું ? આ પાપથી તમારો દુર્ગતિમાં પાત થશે, તે પછી ક્રોધપામેલા બ્રાહ્મણે બોલતાં પુત્રને હઠપૂર્વક મારી નાંખ્યો અને તે પછી બ્રાહ્મણે ક્રોધવડે પોતાની પુત્રીને મારી નાંખી. તે પછી ભયપૂર્વક જતો બ્રાહ્મણ ગાયવડે માર્ગમાં સ્ખલના કરાયો તો તે ગાયને પણ દુષ્ટ ચિત્તવાલા બ્રાહ્મણે મોટા પત્થરવડે હણી. આ બધાની હત્યા કરીને જતો બ્રાહ્મણ કોટવાલોવડે હાથમાં પકડાયો. કપટથી નાસીને જતો તે બ્રાહ્મણ નરક સરખા કૂવામાં પડયો. પડતો એવો તે ટુકડા થઇ ગયેલો તેવી રીતે મરણ પામ્યો કે જેથી લાખો દુ:ખને આપનાર સાતમી નરકમાં ગયો.
3
હયું છે કે :– પુરુષ ભાઇ નિમિત્તે અને શરીર નિમિત્તે પાપ કરે છે. પણ તેનું ફલ સર્વે એક્લો નરકમાં ભોગવે
यत्नेन पापानि समाचरन्ति, धर्म प्रसङ्गादपि नाचरन्ति; आश्चर्यमेतदि मनुष्यलोके, क्षीरं परित्यज्य विषं पिबन्ति ॥ २ ॥
પાપો યત્નોવડે કરે છે. પ્રસંગે પણ ધર્મ આચરતો નથી. તે મનુષ્ય લોકમાં ખરેખર આશ્ચર્ય છે કે જે દૂધને બ્રેડીને ઝેરને પીએ છે. ત્યાં નરકમાં તે બ્રાહ્મણ દુ:ખો સહન કરીને ત્યાંથી નીક્લ્યો ને સિંહ થયો. દુષ્ટઆત્મા તે સિંહ પ્રાણીઓને નિર્દયપણે હણતો હતો. ત્યાંથી મરીને તે બ્રાહ્મણનો જીવ ચોથી નરકમાં ગયો. અને ત્યાંથી નીક્લીને રમાનામના ગામમાં ચંડાલ થયો. ત્યાં તે ચંડાલ ઘણાં ક્રૂર કર્મને કરનારો પાપ કરીને મરીને દુ:ખને કરનાર સાતમી નરકમાં ગયો. તે નરકમાં નિરંતર તીવ્રદુ:ખોને ભોગવીને ભયંકર વનમાં દુષ્ટચિત્તવાલો તે દ્રષ્ટિવિષસર્પ થયો. એક વખત તે સર્પે સર્પના બિલપાસે રહેલા શાંત છે આત્મા અને મન જેનું એવા મુનિને જોઇને કરડવાની ઇચ્છાથી ફૂંફાડા મારતો ઘેડયો.
તે વખતે તે સર્પે તે શાંત અને સુસ્થિત મનવાલા તે સાધુને શ્રેષ્ઠ વિદ્યાધરોની આગળ શ્રી શત્રુંજયના માહાત્મ્યને હેતાં જોયા.
शत्रुञ्जयस्य तीर्थस्य, स्मरणात् स्पर्शनात् पुनः । दर्शनान्निर्वृत्ति हस्तगता नृणां भविष्यति ॥४४॥
આ શ્રી શત્રુંજ્યતીર્થના સ્મરણથી વારંવાર સ્પર્શથી – અને દર્શનથી મનુષ્યોને મુક્તિ હાથમાં રહેલી થશે.
उक्तंच - पल्योपम सहस्त्रं तु ध्यानाल्लक्षमभिग्रहात् । दुष्कर्म क्षीयते मार्गे सागरोपमसञ्चितम् ।।४५।।