________________
શ્રી શત્રુંજય-કલ્પવૃતિ–ભાષાંતર
તે વખતે સ્વામીએ કહયું કે પદ્મપુર નગરમાં પ્રજાનું પાલન કરતો ધરાપાલ રાજા શ્રી શત્રુંજયગિરિઉપર નિર્મલ એવા વનમાં ક્રીડા કરતો ગયો. ત્યાં ઘણા તપને તપતાં સુધાસન નામના સાધુને જોઈને ઉત્પન્ન થયો છે રોષ જેને એવો તે તેમને મારવા માટે પોતાનો હાથ ઉપાડીને ધારણ કરતો હતો. વારંવાર રાજા તે સુધાસન મુનિને શિલા ઉપર જ્યારે પછાતો હતો ત્યારે મુનિ આ પ્રમાણે વિચારવા લાગ્યા. હે જીવ! તે પહેલાં જીવહિંસા કરી ઘણું પાપ છે. તે પાપ હમણાં તને તાડન કરવાથી આવ્યું છે. હે જીવ! તારે કોઇની ઉપર નિચ્ચે ક્રોધ ન કરવો જોઈએ. ક્રોધ કરવાથી વિષમ એવા સંસારમાં ઘણું ભ્રમણ થાય છે.
सन्तापं तनुते भिनत्ति विनयं सौहार्दमुच्छादयत्युव्देगं जनयत्यवद्यवचनं ब्रूते विधत्ते कलिम्। कीर्तिं कृन्तति दुर्गतिं वितरति व्याहन्ति पुण्योदयं। धत्ते यः कुगतिं स हातुमुचितो रोष: सदोषः सताम्।।७॥
ક્રિોધ સંતાપને વિસ્તાર છે. વિનયને ભેદે છે. મિત્રતાનો નાશ કરે છે. ઉદ્વેગને ઉત્પન્ન કરે છે. પાપકારી વચન બોલે છે. કજિયો કરે છે. કીર્તિને કાપે છે. દુર્ગતિને આપે છે. પુણ્યોદયનો વિનાશ કરે છે. તેવો ઘષવાળો રોષ સજજનોએ છેડી દેવો યોગ્ય છે.
આ પ્રમાણે દયાળુ છે આત્મા જેનો એવા ધ્યાન કરતાં તે મુનિને ક્વલજ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે દેવોએ મહોત્સવ ક્ય. પ્રજાપાલ રાજાએ દેવોને ક્વલજ્ઞાનનો ઉત્સવ કરતા જોઈને વિસ્મિત ચિત્તવાલા તેણે દેવોને આ પ્રમાણે પૂછ્યું. કે આ સાધુનો મનોહર ઉત્સવ શા માટે કરાય છે? દેવોએ કહયું કે આ સાધુ દેવોને પણ પૂજ્ય છે. તે પછી રાજાએ ઊભા થઈને તે મુનિને પ્રણામ કરીને કહ્યું કે મેં તમોને જીવિતનો અંત કરનારું ખરેખર વિન ર્યું છે. ક્વલીએ કહ્યું કે તું મારાવડે દંડના પ્રહારથી હણાયો હતો. હે રાજા ! તે કારણે હું હમણાં તમારાવડે દઢરીતે હણાયો. રાજાએ કહ્યું કે તમારાવડે હું આ લોક કે પરલોકમાં ક્યા ભવમાં હણાયો? તે હમણાં સંભળાવો. તે પછી ક્વલીએ કહયું કે,
ચંદ્ર નામના નગરમાં સુંદર એવો ચંદ્ર નામનો ક્ષત્રિય હતો અને કુંતલ નામના નગરમાં કમલ નામે વણિક હતો. એક વખત ચંદ્રવડે નકામો કમલ લાકડી વડે પ્રહાર કરાયો. કમલે કહ્યું કે હે દુચિવાલા! તું મને ફોગટ શા માટે મારે છે? ક્ષત્રિય એવાર્તી ધર્મઘોષ મુનિ પાસે જિનેશ્વરે કહેલો ધર્મ સાંભલીને મનોહર પુષ્પવરેજિનેશ્વરની પૂજા કરી. મરીને તે વીરપુરનગરમાં આજે તે ક્ષત્રિય વીરવણિક્તો પુત્ર સુધારોના નામે થયો. અને અનુક્રમે તે (ક્ષત્રિય) સર્વલામાં કુલ થયો. હે રાજન ! જિનેશ્વરે હેલોધર્મ સાંભલી આદરપૂર્વક સંયમ ગ્રહણ કરતો તે હું જ અહીં આવ્યો.
કમલ હતો તે મરણ પામ્યો. તે તું સુપાત્ર દાનવડે ઘણી લક્ષ્મી સહિત ધરાપાલ રાજા થયો. હે રાજા ! મારવડે તું પૂર્વભવમાં હણાયો હતો તેનાવડે તેથી હું તપોધન તાલવડે આજ ભવમાં શું હું ન હણાયો? તીર્થના માહાલ્યથી હમણાં મારું સર્વકર્મ ક્ષીણ થયું છે. મને તમારા પ્રસાદથી કેવલજ્ઞાન પ્રાપ્ત થયું છે. તે પછી રાજા પણ રાજ્યનો ત્યાગ કરી ક્ષણવાર માં વ્રત લઈ અનુક્રમે સર્વકર્મ ખપાવી શત્રુંજયગિરિઉપર મુક્તિ પામ્યા. તે વખતે અનેક મનુષ્યો શ્રેષ્ઠ એવા