________________
સર્પના જીવનો સંબંધ
૧૪૩
મહિને મહિને ચારપર્વને વિષે પૌષધ કરવો જોઇએ. પંડિત પુરુષોએ સ્વર્ગ અને મુક્તિના કારણરૂપ – તે પૌષધ પ્રાણાન્ત પણ ન છોડવો જોઇએ. દેશનાના અંતે રાજાએ કહયું કે ચતુર્દશી અને અષ્ટમીના દિવસે પૂર્વના પાપનો નાશ કરવા માટે મારે ઉપવાસ કરવો. તમે બને હમણાં શરીરને વિષે મમતા વગરના કેમ દેખાવ છે? ત્યારે પ્રથમ (મોટા) સાધુએ ભરતરાજાની આગળ (આમ) કહયું. અમે બન્ને જ્યારે એક વખત યુગાદીશ જિનને નમસ્કાર કરવા માટે ગયા હતા. ત્યારે પ્રભુએ અદભુત એવું શ્રી શત્રુંજયનું માહાભ્ય કહયું.
तावत्तिष्ठन्ति हत्यादि - पातकानि तनूमताम्। यावच्छत्रुञ्जयं तीर्थं श्रूयते नहि कर्णयोः ॥२३॥
પ્રાણીઓનાં હત્યા વગેરે પાપો ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી બે કાનમાં “શત્રુંજય તીર્થ” (આ શબ્દો સાંભળવામાં ન આવે.
एकैकस्मिन् पदे दत्ते-पुंडरीकगिरि प्रति। भवकोटिकृतेभ्योऽपि-पातकेभ्यः प्रमुच्यते॥२८॥
શ્રી પુંડરીકગિરિ તરફ એક એક પગલું આપે છતે ( ગયે છો) કરોડો ભવનાં કરેલાં પાપોથી મુકત થાય છે.
दृष्टः श्रुतोऽपि सिद्धाद्रि-दृस्टिकर्णैः सुभक्तितः॥ येन स जायते मुक्ति-कन्या भर्ता न संशयः ॥२५॥
જેના વડે (આ) સિધ્ધગિરિ સારી ભક્તિથી આંખોવડે જોવાયો છે. ને કાનથી સંભળાયો છે તે પ્રાણી મુક્તિરૂપી કન્યાનો પતિ થાય છે. તેમાં સંશય નથી. આ પ્રમાણે જિનેશ્વરના મુખેથી સાંભળીને અમે બને શ્રી શત્રુંજ્ય પર્વત પર ગયા. અને લ્યાણરૂપી લક્ષ્મીને આપનારા તીર્થને તે વખતે નમસ્કાર ક્ય. ઘણા દેવોવડે સેવાયેલા અને ત્યાં આવેલા તીર્થને નમસ્કાર કરતાં તે ઇન્દને અમે બન્નેએ આદરપૂર્વક પૂછ્યું આવા પ્રકારની રૂપલક્ષ્મીવાલા તમે હમણાં ક્યાંથી આવ્યા છે ? તે હો. તેણે કહયું કે હમણાં અહીં મારું આવવાનું કારણ સાંભળો. વિદેહમાં પશુગામમાં સુશર્મ નામે બ્રાહ્મણ હતો અને તે રિદ્રનું ભાજન – મૂર્ખ શિરોમણિ અને જડબુધ્ધિવાલો હતો. એક વખત આખા ગામમાં ભમીને અનાજના પાંચ છ દાણાને નહિ પામીને બ્રાહ્મણ જયારે ઘરે ગયો તેટલામાં પત્નીએ આ પ્રમાણે કહયું. તું મૂર્ણ છે. નિર્દય છે. પુણ્ય રહિત છે. તું (તારી) લક્ષ્મીસાથે લઈને બીજે ઠેકાણે સુખપૂર્વક જા. નિર્ધન એવા તારવડે
શું?
હયું છે કે:- જેની પાસે ધન હોય તે માણસ લવાન છે. તે પંડિત છે. તે જ્ઞાની છે. તે ગુણજ્ઞ છે. તે વક્તા છે. ને તે જ દર્શન કરવા લાયક છે. સર્વે ગુણો સોનાનો આશ્રય કરે છે. જાતિ રૂપ ને વિદ્યા એ ત્રણે મોટા ખાડામાં પડો