________________
મહાબાહુ રાજ અને ત્રિવિકમ રાજર્ષિના મુક્તિગમનનો સંબંધ
૧૨૭
स्वर्गस्तस्य गृहाङ्गणे सहचरी साम्राज्यलक्ष्मी: शुभा। सौभाग्यादिगुणावलिर्विलसति स्वैरं वपुर्वेश्मनि। संसारः सुतरः शिवंकरतलक्रोडे, लुठत्यञ्जसा।
यः श्रध्दाभरभाजनं जिनपते:, पूजां विद्यत्ते जनः ॥१३॥ શ્રધ્ધા સમૂહના પાત્રરૂપ એવો જે માણસ જિનેશ્વરની પૂજા કરે છે. તેના ઘરના આંગણામાં સ્વર્ગ છે. શુભ એવી સામ્રાજય લક્ષ્મી તેની સહચરી થાય છે. ને તેના શરીરરૂપી ઘરમાં ઇચ્છા મુજબ સૌભાગ્ય વગેરે ગુણોની શ્રેણી વિલાસ કરે છે. તેને સંસાર સારી રીતે કરી શકાય એવો થાય છે. અને મોક્ષ તેની હથેળીના મધ્યભાગમાં વેગપૂર્વક આવે છે.
दिवसनिसा घडीमालं, आउं सलिलं जणस्स चित्तूणं; चंदाइच्च बइल्ला, कालरहटटं भमाडंति॥१४॥
દિવસ અને રાત્રીરૂપી ઘડીમાલાવાળા એવા કાલરૂપી રેટને લોના આયુષ્યરૂપી પાણીને ગ્રહણ કરીને ચંદ્ર અને સૂર્યરૂપી બળશે ભમાવે છે. ફેરવે છે.
कम्मह वरेइ रुडपडउ-धम्महमंदी देह, आतम सरिसी चोरडी - तइं किमुं साख्या एह॥१५॥
કર્મ જ શ્રેષ્ઠ (બલવાન) છે. રૂડો એવો દેહ ધર્મમાં મંદ થાય છે. દેહ આત્માને ચોર સરખો છે. તો તેની સાથે મિત્રતા કઈ રીતની?
जीव कडेवर इम भणइ, भई हुतई करि धम्मु। हुं माटी तुं रयणमय, हारि म माणुस जम्मु॥१६॥
જીવનું ફ્લેવર એમ કહે છે કે હું હોઉ ત્યાં સુધી તે ધર્મ રીલે. હું માટી સરખો છું. તું રત્નમય છે. માટે તું મનુષ્ય
જન્મને ન હાર,
हिअडा सकुडिमरिअ जिम मन पसरंत निवारि जेतूं पहुचइ पुंगरण, तत्तिअ पाय पसारि॥१७॥