________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
હે હૃદય ! જેમ મનનો પ્રસાર અટકે તેમ તું પોતાના આત્મભાવમાં રહી મરણ પામ. જ્યાં સુધી પથારી પહોંચે ત્યાં સુધી પગ લાંબા કરવા.
૧૨.
જે મનુષ્ય સિધ્ધગિરિ ઉપરની ભૂમિનો સ્પર્શ કરે છે. તે નિશ્ચે સ્વર્ગ અને મોક્ષના સુખની પરંપરાને પામે છે. આ પ્રમાણે સાંભળી સુમતિશેઠે તુંગર ઉપર જઇને પહેલા જિનેશ્વોને નમસ્કાર કર્યા પછી આદરપૂર્વક પૂજા કરી. ત્યાં ચિત્તમાં ભાવપૂર્વક જિનેશ્વરોનું સ્મરણ કરતાં તેને ઘાતિકર્મનો ક્ષયથવાથી લોકાલોકના સ્વરૂપને જાણનાર કેવલજ્ઞાન થયું. કેવલજ્ઞાની એવા તે સુમતિએ તેવી રીતે ધર્મનો ઉપદેશ કર્યો કે જેથી તંગગિરિ ઉપર ઘણાં ભવ્યજીવો મોક્ષમાં ગયાં. આ પ્રમાણે સાંભળી ભરતચક્વર્તિએ પ્રભુની આગળ યું કે તે તીર્થમાં જ્યાં સુધી હું જિનેશ્વરોને નમસ્કાર નહિ કરું ત્યાં સુધી હે જિનેશ્વર ! મારે બે વખતજ ભોજન કરવું અને હંમેશાં દિવસમાં એક જ વિગઇ ગ્રહણ કરવી.
એક વખત ભરતમહારાજા અયોધ્યાથી સારા દિવસે ઘણા વૈભવસહિત દેશોને સાધવા માટે ચાલ્યા. ઘણા સૈન્યવાલા ભરતને આવેલા સાંભળીને રમાપુરમાં સહસ્રમલ્લરાજા યુધ્ધ કરવામાટે સામે આવ્યો. ભરતની સાથે એક મહિના સુધી ઘણું યુધ્ધ કરતાં તે ભાગી ગયો. અને રાજાપાસે આવીને દંડ આપીને સેવા કરવા લાગ્યો. તે પછી માગધઆદિ સર્વશત્રુઓને જીતીને ભરતરાજા વૈતાઢયપર્વતની ગુફાનીપાસે સર્વસૈન્ય સાથે ગયો. ભરતરાજાના આદેશથી સેનાપતિ સૈન્ય સહિત ચાલ્યો. અને રાજા વૈતાઢ્ય પર્વતની ગુફાપાસે પહોંચ્યો. અને તેના અધિષ્ઠાયક દેવને ઉદ્દેશીને તે વખતે પૌષધસહિત અઠ્ઠમ તપ ર્યો. ઘોડાપર ચઢેલા તેણે ગુફાને વજદંડના ઘાતથી તાડન કર્યું. બારયોજનાવાલી ગુફાને ઊઘડેલી જાણીને પછી ઘોડાપર ચઢેલો પવનવેગે ગયો. ગુફાની જવાલાને ગયેલી જાણીને પછી ભરતરાજાએ દીપસરખા સૂર્યના તેજવડે ગુફામાં પ્રવેશ કર્યો. વેગથી ઉન્મૂના ને નિમના નદીને ઊતરીને ભરતમહારાજા વૈતાઢયથી આગળ ગયો.
સૈન્યસહિત આવેલા રાજા ને જાણી ત્યાં રહેલા મ્લેચ્છે રોષવડે યુધ્ધકરવા માટે યમનીજેમ દૃઢપરાક્રમવાલા આવ્યા. વારંવાર ઘણું યુધ્ધ કરીને ભાગી ગયેલા મ્લેચ્છે અત્યંત દુર્ગમ એવા હ્લિામાં જઇને જલ્દી રોગ કરનારી વિધાને સાધી. યુધ્ધ કરવાને અસમર્થ એવા ઇર્ષ્યાન ધારણ કરનારા મ્લેચ્છે ભરતરાજાનાં સૈન્યમા રોગ ઉત્પન્ન કરવા લાગ્યા. ચક્વર્તિ તે વખતે રોગથી પીડિત એવા સૈન્યને જાણીને મંત્ર – તંત્ર આદિવડે ઘણા ઉપાયો કરવા લાગ્યા. સુબુધ્ધિમંત્રીએ ભરતરાજાને નમસ્કાર કરીને જણાવ્યું કે આપણા સૈન્યમાં રોગ થયો છે.તે ઔષધિવડે હણવો અશક્ય છે. આપણા સૈન્યમાં આ ત્રિદોષથી ઉત્પન્ન થયેલો રોગ નથી, પરંતુ બીજાઓવડે અભિચાર આદિ મંત્રતંત્ર વગેરે ઘેષથી ઉત્પન્ન કરાયેલો આગંતુક રોગ છે. આ પ્રમાણે મંત્રીશ્વર કહેતા હતા ત્યારે નિર્મલકાંતિવાલા બે વિદ્યાધરોએ આકાશમાંથી આવીને રાજાને આદરથી નમસ્કાર કર્યો. રાજાએ ક્હયું કે હે વિધાધરો ! તમે બન્ને ક્યા સ્થાનમાંથી શા માટે અહીં આવ્યા છે ? ત્યારે તે બન્ને એ કહયું કે હે રાજન ! અમે બન્ને વિધાધરો છીએ. અમે વાયુવેગ અને મનોવેગ નામના વિદ્યાધર આકાશમાર્ગે તમારા પિતા શ્રી ઋષભદેવપ્રભુને વંદન કરવા માટે ગયા હતા. ત્યાં શ્રી ઋષભદેવપ્રભુએ શ્રી શત્રુંજ્યતીર્થનું માહાત્મ્ય હેતાં અદ્ભુત એવા રાયણવૃક્ષનો મહિમા સંભળાવ્યો.