Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૧૩૪
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર ઈન્દ્ર- ઉપેન્દ્ર વગેરે સિદ્ધો (વિદ્યાસિદ્ધ) વિદ્યાધરના અધિપતિઓ સદભક્તિથી ભાવિત એવા જે તીર્થને હંમેશાં સેવે છે.
ग्रैवेयकानुत्तरस्था, मनसा त्रिदिवौकसः । सेवन्ते यं सदा तीर्थ-राजं सद्भक्ति भाविताः ॥१२६॥
રૈવેયક અને અનુત્તરમાં રહેલા દેવો સભક્તિથી ભાવિત એવા મનવડે જે તીર્થને હંમેશાં સેવે છે.
एवं त्रैलोक्य संस्थाना, होतेनरसुरासुराः। सेवन्ते यं सदा तीर्थ-राजं सद्भक्ति भाविताः ॥१२७॥
આ પ્રમાણે ત્રણેય લોકમાં રહેલા મનુષ્યો – દેવો અને અસુરો સદ્ભક્તિથી ભાવિત એવા જે તીર્થને હંમેશાં સેવે છે.
જે તીર્થ ઉપર – મોટા –વાવ–ક્વા –તલાવ - દીધેિકા – સરોવર વગેરે પાણીનાં સ્થાનો અને ઉદ્યાનો શોભતાં હતાં. શ્રી સુધર્મ ગણધરના શિષ્ય ચિલ્લણ નામે મુનિ સંઘની સાથે જિનેશ્વરોને નમસ્કાર કરવા માટે જલ્દી ચઢતા હતા. પશ્ચિમ દિશાના માર્ગવડે ઘણા સાધુઓ લોક સાથે અર્ધા માર્ગે ગયા. તે વખતે સંઘ ઘણો તરસ્યો થયો. ઘણા તરસ્યા થયેલા સંઘે તે વખતે ચિલ્લણ મુનિને કહયું કે હે મુનીશ્વર! હમણાં પાણી વિના અમારા પ્રાણો જશે. જો તમારા ચરણના પ્રાસાદવડે જીવન થાય તો અમારાવડે મોક્ષસુખને આપનાર જિનેશ્વર વંદાય. ( જિનેશ્વરને વંદન થાય) તે વખતે ચિલ્લણ મુનિએ લાભ જોઈને ઉત્તમ વિદ્યાથી ઉત્તમયોગથી પાણીથી ભરેલું સરોવર પ્રગટ ક્યું. તે વખતે ત્યાં અત્યંત તરસ્યો થયેલો સંઘ પાણી પીને સ્વસ્થ થયો. અને જિનેશ્વરના શાસનની પ્રશંસા કરવા લાગ્યો. શ્રી સંઘના હિત માટે ચિલ્લણમુનિએ જે સરોવર જલ્દી પ્રગટ કર્યું તે ચિલ્લણ નામે આજે પણ ચારે તરફ લોકમાં પ્રસિધ્ધ થયું છે. (જેને અત્યારે આપણે ચિલ્લણ–ચંદન તલાવડી કહીએ છીએ તે.) ચિલ્લણમુનિએ તે તીર્થમાં “ઈરિયાવહિયં "પડિકમતાં ફરીથી ઘણીવાર પ્રગટપણે પાણીના જીવોને ખમાવ્યા. પોતે કરેલ પાણીની વિક્વણા વગેરે પાપની નિંદા કરતાં તે મુનીશ્વરે પૂર્વભવમાં ઉપાર્જન કરેલા સઘળા કર્મjજનો નાશ ક્યું. તે વખતે ચિલ્લણમુનિને ક્ષણવારમાં આઠેકર્મનો ક્ષય થવાથી કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. અને અનુક્રમે મુક્તિ થઈ.
તે મુનિ જે સ્થળે મોક્ષપામ્યા તેથલે ભરતચક્વર્તિએ ત્યારે ચિલ્લણ નામનો સુંદર વિહાર હર્ષવડે કરાવ્યો. ક્લશ – થાલ – કળશ છત્ર – ચામર – દીપક – વિભૂષણ – અને આરતિ મંગલદીવો જિનપૂજા માટે તેણે મૂક્યાં.
હયું છે કે – જેઓ જિનેશ્વરના ઘાસના આવાસને (મંદિરને) પણ પ્રગટપણે કરાવે છે. તેઓ સ્વર્ગમાં અખંડિત વિમાનોને મેળવે છે. કાઆદિનાં જિનમંદિરના જેટલા પરમાણુઓ હોય છે. તેટલા લાખ પલ્યોપમ સુધી તેનો કરનાર સ્વર્ગને ભજનારો થાય છે. તે પછી ઈન્દ્રમાલા નામની શ્રેષ્ઠ પ્રથમમાલાને ચક્વર્તિએ વિવિધ ઉત્સવપૂર્વક પહેરી.