________________
શ્રી શત્રુંજય-વૃત્તિ-ભાષાંતર ઉપસર્ગ કરીને હણવા માટે ઘેડયો. ભિક્ષા કરતાં એવા તે મુનિને લાકડી ને મુષ્ઠિવડે પ્રહાર કરતો તે બ્રાહ્મણ જયારે અટક્યો નહિ ત્યારે તે મુનિ ક્રોધ પામ્યા. કોપથી વ્યાપ્ત થયેલા ત્રિવિક્રમમુનિએ હણતાં એવા તે બ્રાહ્મણને તેજોલેશ્યાના પ્રયોગવડે એક્દમ યમના ઘરે મોકલ્યો. અકામ નિર્જરાના યોગથી અશુભ ઉદયવાલા કર્મને ખપાવીને તે બ્રાહ્મણ વાણારસી નગરીમાં મહાબાહુરાજા થયો. મહાબાહુરાજાએ ઘણું સૈન્ય ભેગું કરીને અનુક્રમે ઘણા શત્રુરાજાઓને જીતી લીધા. ન્યાયથી પૃથ્વીનું પાલન કરતાં ઇતિ ભોગોને ભોગવતાં હર્ષિતચિત્તવાલા મહાબાહુરાજાએ ઘણો સમય પસાર ર્યો. એક વખત ગોખમાં રહેલાં મહાબાહુરાજા મુનીશ્વરને જોઈને પોતાના ચિત્તમાં વારંવાર આ પ્રમાણે વિચારવા લાગ્યો. પૂર્વે મેં આવા પ્રકારના પંડિતોને પણ પૂજય – શાંત – દાંત ચિત્તવાલા ને જિતેન્દ્રિય એવા મુનિને મેં જોયા છે. આ પ્રમાણે વિચારતો રાજા કર્મનો ક્ષયથવાથી જાતિસ્મરણ પામ્યો ને કરેલા વધરૂપ સાત જન્મોને યાદ કર્યા. રાજાએ વિચાર્યું કે સાત ભવમાં પહેલાં જે મારો વધ કરનારા થયા છે તેને જાણવામાં આવે તો તેને મિથ્યાદુષ્કૃત અપાય. માણસોને મિથ્યાદુષ્કૃત આપ્યા વિના વૈરભાવનો અભાવ થતો નથી. મિથ્યાદુષ્કૃતથી ચંદના સાધ્વીને જ્ઞાન થયું હતું. આ પ્રમાણે વિચારીને રાજાએ પોતાના વધ કરનારને જાણવા માટે આ પ્રમાણે સમસ્યાનાં બે પોને કરીને માણસોને આપ્યાં.
પક્ષી મિો હરિ દ્વીપી - શs: છળી દ્વિનોવ: ....ર૦૮ાા
પક્ષી – ભિલ્લ – સિંહ – દીપડો – સાંઢ – સર્પ– બ્રાહ્મણ વગેરે શત્રુઓ. જે બુધ્ધિશાલી માણસ આ બધાની સમસ્યા પૂરશે તેને હું એક લાખ સોનામહોર સન્માન આપવા પૂર્વક પૂરીશ – આપીશ.. આ સમસ્યાના બન્ને પદને સર્વલોક શહેરમાં ને વનમાં રાત્રિ અને દિવસે ધનની પ્રાપ્તિની ઇચ્છાવડે મોટેથી બોલતા હતા. આ બાજુ નિરંતર સર્વ દિશાઓમાં વિહાર કરતાં સાધુ તે ઉદ્યાનમાં આવ્યા અને સમસ્યાનાં બે પદ સાંભલ્યાં. પામર માણસવડે બોલાયેલી તે સમસ્યાને સાંભલીને ત્રિવિક્રમ મુનિએ ક્હયું કે :
૧૩૮
જેનાવડે આ સાત મરાયા તે હું. અરે ! કેમ થઇશ ? સાધુવડે પુરાયેલી તે સમસ્યાને તે વખતે હર્ષિત ચિત્તવાલા પામરે રાજાની આગળ આવીને પૂરી ( બોલ્યો ). રાજાએ ક્હયું કે આ સમસ્યા તારાવડે પુરાઇ છે ? કે કોઇ બીજાવડે? પામરે કહયું કે નગરના ઉદ્યાનમાં રહેલા સાધુવડે. તે પછી રાજાએ ત્યાં આવીને મુનિને નમન કરીને ક્હયું કે હે મુનિ ! તમારાવડે હમણાં ( આ ) સમસ્યા કેવી રીતે પુરાઇ ? તે કહો. મુનિએ ક્હયું કે હે રાજન ! મારાવડે જ્ઞાનથી જણાયું. રાજાએ વિચાર્યું કે આ સાધુ મારાવડે કોઇ ઠેકાણે જોવાયા છે ? આ પ્રમાણે યાદ કરતાં તે વખતે રાજાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું ને તેથી પોાતાના આત્માને હણનાર મુનિ જણાયા ( જાણ્યા ). યતિએ કહયું કે ક્રોધથી વ્યાપ્ત થયેલા મારાવડે સાત પૂર્વભવોમાં નિશ્ચે તમે હણાયા છે અને તે મારું તપ ગુમાવ્યું છે. રાજાએ કહ્યું કે તે તે ભવોમાં મેં હે મુનિ ! તમોને ખેદ પમાડયો છે. તેથી મને તીવ્રપાપ થયું છે.
રાજાએ ઊભા થઈને સાધુનાં બે ચરણોમાં પ્રણામ કરીને તે સાધુને ખમાવ્યા. તે સાધુએ પણ રાજાને ખમાવ્યા. મુનિ અને રાજા પરસ્પર ખમાવીને જેટલામાં હર્ષવડે બોલ્યા તેટલામાં આકાશમાં દુંદુભિનો નાદ થયો. આ શું છે ? એ પ્રમાણે બોલતાં યતિ અને રાજાએ દેવોના વચનથી સુંદર વનમાં મુનિને જ્ઞાનની ઉત્પતિ જાણી. તે પછી સાધુ અને રાજા તે વનમાં જઇને હર્ષથી કેવલીને નમસ્કાર કરીને તે વખતે આ પ્રમાણે જૈન ધર્મ સાંભલ્યો..