________________
શ્રી ચંદ્રગ જિનેશ્વરનું શ્રી શત્રુંજય પર પધારવાનું સ્વરૂપ
૧૨૩ સમ્યક્તનો સ્વીકાર કરીને જિનેશ્વર ભગવતે કહેલા જીવદયામયધર્મને કરવા લાગ્યો. એક વખત સુખપૂર્વક સૂતેલી એવી પદ્મા રાત્રિની મધ્યમાં શુભક્ષણે ચૌદ મહાસ્વપ્નોને જોઇને જાગતી થઈ. પછી અનુક્રમે શુભસમયે સુંદર એવા પુત્રને જન્મ આપ્યો. પહેલાં ઈદે મેરુપર્વત પર જન્મોત્સવ ર્યો. અને સવારે પિતાએ પુત્રનો મોટો જન્મોત્સવ ર્યો. અને તે પછી સ્વજનો સહિત તેણે પુત્રનું ચંદ્રગ એ પ્રમાણે નામ આપ્યું.
અનુક્રમે રાજાએ યૌવન પામેલા ચંદ્રવેગને રાજાઓની ઘણી ન્યાઓ ઉત્સવપૂર્વક પરણાવી. ઘણા પુત્રો થયા ત્યારે રાજપુત્ર ચંદ્રગ વિનય વગેરે ગુણોથી સુંદર એવો સર્વેકાણે પ્રસિધ્ધ થયો. તે પછી પિતાએ ચંદ્રગપુત્રને રાજ્ય આપ્યું. અને સર્વભાઈઓને ચંદ્રવેગ માન્ય થયો. ચંદ્રવેગ રાજાએ સર્વભાઈઓને જુદા જુદા દેશ આપીને સન્માન આપી ખુશ ક્ય.
પાંચમાદેવલોકમાંથી સારસ્વત એવા લોકાન્તિકદેવોએ આવીને હે પ્રભુ!ધર્મતીર્થ પ્રવર્તાવો એ પ્રમાણે પ્રગટપણે હયું વિનંતિ કરી. તે પછી ચંદ્રગજિનેશ્વરે મોટાપુત્રને રાજય આપી પૃથ્વીને દેવારહિત કરવા માટે એક વર્ષસુધી શ્રેષ્ઠ – વર્ષીદાન આપ્યું. દીક્ષા લઈ તેમણે ઘણાં કમોનો ક્ષય કરી લોકાલોકને પ્રકાશકરનાર એવા અંતિમ ક્વલજ્ઞાનને પામ્યા. ઘણાં પ્રાણીઓને ગામે ગામે – નગરે નગરે પ્રતિબોધ કરતાં પાઘપુત્ર શ્રી ચંદ્રગતીર્થકર શ્રી શત્રુંજ્યગિરિ ઉપર સમવસર્યા. તે વખતે ઘણાં ભવ્ય પ્રાણીઓની આગળ શ્રી તીર્થકરે મધુર વાણીવડે ઉપદેશ આપ્યો. જયાં સુધી ગુસ્ના મુખેથી “શત્રુંજય" એ પ્રમાણે નામ સાંભળવામાં આવતું નથી ત્યાં સુધી જ આલોકમાં હત્યા વગેરે પાપો ચારે તરફ ગર્જના કરે છે. પુંડરીકગિરિની યાત્રા માટે જનારાં એવાં પ્રાણીઓના કરોડો ભવમાં એકઠાં કરાયેલાં પાપા પગલે પગલે ક્ષય પામે છે. આ પ્રમાણે તીર્થનું માહાસ્ય સાંભળીને ઘણાં પ્રાણીઓએ તીર્થંકરની પાસે સંસારથી તારનારની દીક્ષા ગ્રહણ કરી. તે વખતે ત્યાં પ્રજાપાલ રાજાએ જિનેશ્વરનો ક્લાસપર્વતસરખો પ્રાસાદ કરાવ્યો. બે કરોડ સાધુઓ સહિત શ્રી ચંદ્રવેગ જિનેશ્વર સર્વકર્મના સમૂહનો ક્ષય થવાથી શ્રી શત્રુંજયગિરિઉપર મોક્ષ પામ્યા. શ્રી શત્રુંજયગિરિની પૃથ્વીનો સ્પર્શકરવાથી પુણ્યના ઉદયવાલા ભવ્યજીવો પુણ્યપાલ રાજાની જેમ મોક્ષને પામે છે.
શ્રી ચંદ્રવેગ જિનેશ્વરનો શ્રી શત્રુંજય પર પધાર્યા તે સંબંધ.
પુણ્ય પાલ રાજાની કથા.
તેનું કથાનક આ પ્રમાણે છે:
પુણ્યપુરી નામે નગરીમાં હંમેશાં પુણ્યને કરનાર – ન્યાયમાર્ગનું પ્રવર્તન કરનાર – પુણ્યપાલરાજા પૃથ્વીપીઠનું પાલન કરતો હતો. શીલઆદિગુણોથી શોભતી કમલા નામે પત્ની હતી અને પદ્મરથ નામે પુત્ર હતો તે કામદેવ સરખો હતો. એક વખત મંત્રી ને સામંતો સહિત સભામાં બેઠેલો રાજા સ્વદેશ – પદેશ આદિની વાત પૂછતો હતો. તે વખતે એક નટ એવો પરદેશી મનુષ્ય ત્યાં આવ્યો. રાજાને પ્રણામ કરીને રાજાના મુખને જોતો આગળ ઊભો રહયો. રાજાએ