Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
થી અનંતનાથ જિનેશ્વરનું શરુંજયગિરિ ઉપર
આવવુંને સમવસરણનું સ્વરૂપ
અયોધ્યા નગરીમાં નીતિવાલો સિંહસેન નામે રાજા હતો. તેને વિષ્ણુને જેમ લક્ષ્મી તેમ સુયશા નામે પત્ની હતી. વૈશાખવદી તેરસના દિવસે શુભક્ષણે સુયશાએ હાથી વગેરે સ્વખથી સુચિત પુત્રને જન્મ આપ્યો. ઈન્દ્ર જન્મોત્સવ ર્યા પછી પિતાએ જન્મોત્સવ ઊી પુત્રનું અનંત એ પ્રમાણે નામ આદરપૂર્વક આપ્યું. પિતાનું રાજય પ્રાપ્ત કરી, તેનો ત્યાગ કરી. સંયમ લઈ, કર્મક્ષય કરી, અનંતનાથ અરિહંત વેગથી ક્વલજ્ઞાન પામ્યા. વીર – અરિષ્ટનેમિ – પાર્શ્વનાથ - - મલ્લિનાથને વાસુપૂજ્ય આટલા પ્રભુને છોડીને બાકીના જિનેશ્વરો રાજા થયા હતા. શ્રી અનંતનાથ તીર્થર પોતાના વિહારથી પૃથ્વી પર બોધ કરતાં શ્રી સિધ્ધગિરિ ઉપર કોટાકોટદિવો વડે પૂજાયેલા સમવસર્યા. ત્યાં અસંખ્ય ભવ્યપ્રાણીઓ શ્રી સિધ્ધગિરિઉપર ભેગા થયા ત્યારે અનંતનાથપ્રભુએ સુખને આપનારો ધર્મોપદેશ આપ્યો.
आर्यदेशकुलरूपबलायुर्बुद्धिबन्धुरमवाप्य नरत्वम्। धर्मकर्म न करोति जडो यः, पोतमुज्झति पयोधिगतः सः॥८॥
આર્યદેશ – ઉત્તમ કુલ – ઉત્તમ રૂ૫ – ઉત્તમ બલ – ઉત્તમ આયુષ્ય – ઉત્તમ બુધ્ધિને મનોહર એવા મનુષ્યપણાને મેળવીને જે મનુષ્ય ધર્મકાર્ય કરતો નથી. તે જડ (મનુષ્ય) સમુદ્રમાં રહેલો વહાણને છેડી દે છે.
मज्झं विसयकसाया - निद्दा विगहाय पंचमी भणिया। ए ए पंच पमाया - जीवं पाडंति संसारे॥९॥
મદિરા – વિષય – કષાય – નિદ્રાને પાંચમી વિકથા આ પાંચ પ્રમાશે જીવને સંસારમાં પાડે છે. જીવને અભયદાન આપવાવડે મનુષ્ય આલોક અને પરલોકમાં જીર્ણશ્રેષ્ઠિની જેમ બહુકાલસુધી સુખવાલો થાય છે.
શ્રી નિલયનામના નગરમાં જીર્ણ શ્રેષ્ઠિને કર્મ – અમર અને મુકુંદ નામના રૂપથી શોભતાં ત્રણ પુત્રો હતા. જુદા જુદા શેઠની પુત્રીઓને સુંદરઉત્સવ કરી પોતાના પુત્રો સાથે પરણાવી. પરિગ્રહનું પ્રમાણ કરતાં શેઠે પહેલાં એક ભેંસ ને એક ગાયની છૂટ રાખી હતી. વારાપૂર્વક ત્રણે વહુઓ વાછરડાને ચારો ને પાણી આપવાવડેને સારા સ્થાને બાંધવાવડે ચિંતા કરતી હતી.