Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૧૦૧
* * * * * * * * * * * * * શ્રી શાંતિનાથ ભગવાનનું શત્રુંજયપર આવવાનું સ્વરૂપ, . . . .* * * * * * * * *.
હસ્તિનાગપુર નગરમાં વિશ્વસેન રાજાની શીલઆદિગુણોથી શોભતી અચિરા નામે પ્રિયા હતી. તે અચિરાએ જેઠ વદી તેરસના દિવસે, ચૌદ મહાસ્વખથી સુચિત શ્રેષ્ઠપુત્રને સુખપૂર્વક જન્મ આપ્યો. ઇન્દ્ર જન્મોત્સવ કર્યા પછી પિતાએ જન્મોત્સવ કરીને પુત્રનું શાંતિકુમાર એ પ્રમાણે નામ આપ્યું. અનુક્રમે ચર્તિપદ પામીને રાજ્ય છોડીને સંયમલક્ષ્મી લઈને કર્મક્ષય કરીને શ્રી શાંતિનાથપ્રભુ શ્રેષ્ઠવલજ્ઞાનને પામ્યા. શ્રી શાંતિનાથ તીર્થંકર પૃથ્વીઉપર ઘણાં પ્રાણીઓને પ્રતિબોધ કરતાં ઘણા સાધુઓ સહિત શ્રી સિદ્ધગિરિઉપર સમવસર્યા. શુધ્ધધર્મના ઔષધવડે પોતાના મનને ભાવિત કરતો પ્રાણી કર્મનાક્ષય કરી મોક્ષસુખને ભજનારો થાય છે.
ભીમ નામના નગરમાં ભીમ નામના રાજાને સૂરી નામે પ્રિયા હતી. તેણીને ઘણી માનતાઓ કરવાવડે જીવનામે પુત્ર જન્મ્યો. અનુક્રમે વધતો એવો તે પુત્ર રાજાને અને લોકોને આરામકુમારની પેઠે જીવિત કરતાં પણ પ્રિય થયો. રાજાએ વિચાર્યું કે આ પુત્રને વૈદ્ય પાસે તેવી રીતે ઔષધ અપાવું કે જેથી પુત્ર લાંબાકાલ સુધી ખરેખર નીરોગી થાય.
તે પછી ચાર વૈદ્યોને બોલાવીને કહયું કે પુત્રને તેવીરીતે ઔષધ આપો કે જેથી તેને રોગ ન થાય. પહેલા વૈદ્ય કહ્યું કે મારું ઔષધ પૂર્વના રોગને હણે છે, અને જો રોગ ન હોય તો જલ્દી તેને હણે છે. રાજાએ કહયું કે હે વૈદ્ય! તારા ઔષધવડે મને સર્યું. રોગ છે કે નહિ તે તો કેવલી જાણે બીજો નહિ. બીજા વૈધે હયું કે મારું ઔષધ જો રોગ હોય તો તેને હણે છે. અને જો રોગ ન હોય તો ગુણપણ કરતું નથી. ને ઘેષપણ કરતું નથી. રાજાએ કહયું કે મારી પુત્રને તારા ઔષધવડે સર્યું રોગ છે કે નહિ તે તો જ્ઞાની જ જાણે. બીજો નહિં. ત્રીજા વૈધે કહયું કે જો પૂર્વનો રોગ હોય તો તેને હણે છે. પરંતુ બીજા ખાનારને આ ઔષધ હણતું નથી.
ચોથા વૈધે કહયું કે મારું ઔષધ – પૂર્વના – વિદ્યમાન અને થનારા – રોગોને હણે છે, અને શરીરની પુષ્ટિ : કરે છે. રાજાએ પુત્રને ચોથું ઔષધ તેવી રીતે અપાવ્યું કે જેથી પુત્ર જન્મપર્યત નીરોગી થયો.
અહીં ઉપનય એ છે કે:- અનુક્રમે દાન – શીલ –તપને ભાવ બલવાન હોય છે. ચોથા ઔષધ જેવી ભાવના મોક્ષ આપનારી છે. ઈત્યાદિ ધર્મ સાંભળીને અનેક ભવ્યજીવો વ્રતલઈને સિધ્ધપર્વતના શિખરપર મુક્તિ પામ્યા. ત્યાં વર્ષ ચોમાસું રહેલાં સોલમાં તીર્થકર ભગવાને અનુક્રમે ઘણાં ભવ્ય જીવોને જિનધર્મમાં પ્રતિબોધ ક્ય. આ પ્રમાણે પૃથ્વીતલઉપર વિહાર કરતાં શ્રી શાંતિનાથપ્રભુ ઉત્તમ સાધુઓ સાથે ઘણીવાર શત્રુંજયગિરિપર આવ્યા.
શ્રી શાંતિનાથ જિનેશ્વરનું શીશનું જયપર આવવાનું સ્વરૂપ સંપૂર્ણ