________________
108
શ્રી શત્રુંજય-કલ્પત્તિ-ભાષાંતર
શ્રી અરનાથ જિનેશ્વરનો શ્રી શત્રુંજયમાં
આવવાનો સંબંધ
શ્રેષ્ઠ એવા હસ્તિનાગપુર નગરમાં સુદર્શન રાજા સારી રીતે ન્યાયમાર્ગવડે હંમેશાં પૃથ્વીનું પાલન કરતો હતો. તેમની દેવી નામની પત્નીએ ગજઆદિ સ્વપ્નથી સૂચિત સુંદર લક્ષણોથી લક્ષિત પુત્રને જન્મ આપ્યો. ઈન્દ મહારાજાએ જન્મોત્સવર્યા પછી પિતાએ જન્મોત્સવ કરીને સજજનોની સાક્ષીએ પુત્રનું “અર એ પ્રમાણે નામ આપ્યું. અનુક્રમે છ ખંડની પૃથ્વીને સાધીને શ્રી અરચક્વર્તિ નિરંતર ન્યાયમાર્ગવ પાલન કરતા હતા. રાજ્યને ત્યજી – વ્રત લઈ – તીવ્રતપ તપી અનુક્રમે અરનાથ તીર્થકર કેવલજ્ઞાન પામ્યા. શ્રી અરનાથ તીર્થકર પગની રજવડે પૃથ્વીને પવિત્ર કરતા અનેક સાધુઓથી શોભતા શ્રી સિધ્ધગિરિઉપર સમવસર્યા. ત્યાં શ્રી અરનાથ જિનેશ્વરે ભવ્યજીવોની આગળ તે વખતે મધુર વાણીવડે આ પ્રમાણે ધર્મોપદેશ આપ્યો.
મહીશાનપુરમાં લક્ષ્મીવડેકુબેર સરખો શ્રીદનામે શેઠ હતો. તેમને મદન નામે પુત્ર હતો. અને સતીએવી પ્રીતિમતી નામે પત્ની હતી. અત્યંત કામની અભિલાષાવાલો મદન (પુત્ર) પત્ની સહિત રહેતો હતો. પત્ની વિના એક ક્ષણવાર પણ રહી શક્યો ન હતો અને તેણી પણ રહી શક્તી ન હતી. મદને પિતાને પૂછીને સાર્થવાહના નામને ધારણ કરતા ઘણાં કયિાણાંવડે ઘણી પોઠો ભરી સારા દિવસે લક્ષ્મીને માટે બીજા દેશ તરફ જવાની ઈચ્છાવાલા મદને પત્નીને કહયું કે હે પ્રિયા ! તું અહીં સુખપૂર્વક રહેજે. પત્નીએ લ્હયું કે – હે સ્વામી ! તમારા વિના હું અહીં એક ક્ષણવાર પણ રહેવા માટે સમર્થ નથી. મદને કહયું કે – હે ઉત્તમ પ્રિયા ! તારા વિના અહીં હું પણ રહેવા માટે સમર્થ નથી. પરંતુ હે પ્રિયા ! હમણાં દુર એવું દૂર જવાનું છે. તેથી તે અહીં રહે. આજે હું લક્ષ્મીના કારણે જાઉ છું. પતિવડે બળાત્કાર રોક્યા છતાં પણ પત્ની તે વખતે સાથે ચાલી. પછી નગરની બહારના ઉદ્યાનમાં નિવાસ ર્યો. ત્યાં મોટો તંબુ કરીને સ્ત્રી સહિત મદનકુમાર રહયો. તે વખતે રાત્રિમાં પત્નીને આ પ્રમાણે કહયું.
જો પતિની સાથે પત્ની જાતે પરદેશમાં જાય તો પત્નીના પ્રતિબંધથી પતિ અત્યંત દુશક્ય થાય. નહિ રહેતી અને તેવી રીતે રહેલી પ્રિયાને ત્યાં સૂતેલી મૂકીને મદન ગુપ્તપણે ચાલ્યો. સવારમાં પત્ની જાગી. મૂકીને ચાલી ગયેલા પતિને જાણીને પ્રિયા અત્યંત સ્ટન કરવા પૂર્વક ત્યાં રહીને આ પ્રમાણે હૃદયમાં વિચારવા લાગી કે જડચિવાલી હું ફોગટ પતિની સાથે ચાલું છું. ઉત્તમ વસ્ત્ર ને આભરણવાલી સ્ત્રી પતિવિના શોભતી નથી. હયું છે કે : – ધણીથી વિહિત સ્ત્રીઓને પિતાનું ઘર પ્રિય હોય છે. હવે પુણ્ય વિના તે પિતા શત્રુસમાન થયો છે.
ત્યાં સુધી તે માતા-પિતા ને બાંધવોને તે હૃદયમાં ઈષ્ટ હોય છે કે જયાં સુધી પતિ સ્ત્રીને પોતાના ઘરમાંથી