________________
૧૬
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર કરાયેલા શ્રી સિધ્ધગિરિઉપર સમવસર્યા. દેવોએ પા – રત્ન ને સુવર્ણમય ત્રણ ગઢ ર્યા ત્યારે શ્રી મલ્લિનાથપ્રભુએ ત્યાં બેસીને દેશના આપી.
वन्दे जन्म मनुष्यसम्भवमहं किं तद्विहीनं गुणै,स्तानेव त्वरितंस्तुमः किमसमां लक्ष्मी विना तैर्गुणैः । तां लक्ष्मी समुपास्महे किमनया दानादिभिर्वन्ध्यया, दानं स्तौमि वृथैव भावरहितं भावो हि हितैषी ततः ॥६॥
હું મનુષ્ય જન્મને વંદન કરું છું. પરંતુ તે મનુષ્યજન્મ ગુણવડે રહિત શા કામનો? માટે તે ગુણોને અમે સ્તવીએ ‘છીએ. અનુપમ લક્ષ્મીવિના તે ગુણોવડે શું? માટે તે લક્ષ્મીને સેવીએ છીએ. દાન આદિથી રહિત તે લક્ષ્મી વડે શું? માટે દાનને વખાણું છું. ભાવરહિત દાન નકામું છે. માટે ભાવ એ જ હિતૈષી છે. અહીં કથા કહે છે:
રમાપુર નગરમાં ધરાપાલ નામના રાજાને ધન નામે મંત્રી હતો. રાજયકાર્યકરતા તે પ્રજાને અને રાજાને ખુશ કરતો હતો. કર્યું છે કે :
नरपतिहित कर्ता द्वेष्यतामेतिलोके, जनपदहितकर्ता त्यज्यते पार्थिवेन। इति महति विरोधे वर्तमाने समाने, नृपतिजनपदानां दुर्लभः कार्यकर्ता॥४॥
જે રાજાનું હિત કરનાર હોય છે તે લોકને વિષ દ્વેષપણાને પામે છે. અને જે દેશનું હિત કરનાર હોય છે તે રાજાવડે ત્યજાય છે. (છોડી દેવાય છે.) આ પ્રમાણે મોટો વિરોધ હોવા ક્યાં રાજાનું અને લોનું કાર્ય કરનાર દુર્લભ છે. એક વખત રાજાએ કહયું કે હેમંત્રી !તમારે પરીક્ષા કરીને રાજય વધારવા માટે મારી પાસે સુભટો સ્થાપન કરવા. (મોક્લવા) પરીક્ષા સિવાય કામ કરવાથી નકકી દુઃખ થાય છે. સારી રીતે પરીક્ષા કરીને કામ કરવાથી પ્રાણીઓને સુખ થાય છે. એટલામાં પાંચસો શ્રેષ્ઠ સુભટો આવી રાજાને મલ્યાને કહયું કે અમે તમારા સેવકો થઈશું. ધન આપવાવડે સન્માન કરીને રાજાએ મંત્રીને કહયું કે શિષ્ટ આદિ (સજજનતા) જાણવા માટે તમારે હમણાં આ સેવકોની પરીક્ષા કરવી. તેઓની પરીક્ષા માટે ઘણું ધન અપાવીને મંત્રીએ સાંજે સૂવા માટે એક રાચ્ચા આપી. મને જ મંત્રીએ આ પાધ્યા સૂવા માટે આપી છે. તે પૃથ્વીપીઠપર સૂઈ જા. તારે વધારે બોલવું નહિ. આ પ્રમાણે તે સુભટો પરસ્પર ઘણો કજિયો કરતાં, ક્રોધથી વ્યાપ્ત એવા તેઓએ ક્ષણવાર પણ આરામ ક્યું નહિ. મંત્રીરાજે ત્યાં સર્વ સુભટોની આ ચેષ્ટા જોઈને રાજાની પાસે આવીને મૂલથી માંડીને છેલ્લે સુધીનો તે વૃત્તાંત કયો. આ સુભટો ઘણા મૂર્ખ છે ને પરસ્પર જિયો કરે છે. તેથી તેઓમાં હમણાં એક પણ સેવક સુભટ નથી. @યું છે કે:
सर्वस्यात्मा गुणवान्, सर्व परदोषदर्शने कुशलः। सर्वस्यं चास्ति वाच्यं, न चात्मदोषान् वदति कश्चित् ॥१८॥