Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય પર શ્રી મુનિસુવ્રતસ્વામીને આવવાનો સંબંધ
૧૦૯
ત્યાગરી ગુસ્પાસે સંયમ લીધો. તળેલું – ગળ્યું ને સર્વસ્નિગ્ધ આહાર હવે પછી હું ગ્રહણ કરીશ નહિ. એ પ્રમાણે અભિગ્રહ ધારણ કર્યો. કહયું છે કે ચક્વર્તિના જેવા – મોટા વિસ્તારવાલા રાજ્યના મુહૂર્તમાત્રમાં ત્યાગ કરે છે. પરંતુ અધન્ય – દુર્બુધ્ધિવાલો ભિખારી ખપ્પર (રામ પાત્ર – ભિક્ષા માત્ર )ને ત્યાગ કરી શક્તો નથી. તીવ્રતા કરતાં અવધિજ્ઞાન પ્રાપ્ત કરી ઘણાં પ્રાણીઓને પ્રતિબોધ કરતાં તે મુનિ શ્રી સિધ્ધગિરિપર આવ્યા. તે મોર્કપ્રિયસાધુ શુભ ભાવના ભાવતાં તે ગિરિપરક્વલજ્ઞાન પામીને મોક્ષ પામ્યા. કહયું છે કે:- સંસારના બીજભૂત કર્મોનો જે અહીં ક્ષય કરવાથી જે થાય છે તેને નિર્જરા કહેવાય. તે નિર્જરા સકામ અને અકામ એમ બે પ્રકારે છે. સાધુઓને જે નિર્જી થાય છે તેને સકામ નિર્જરા કહી છે. બીજાં પ્રાણીઓને જે નિર્જરા થાય તેને અકામ નિર્જરા કહેવાય. કર્મોનો ક્લવાળો જે પાક (ઉદય)તે ઉપાયથી થાય છે. તે પોતાની જાતે પણ થાય છે. જેમ દોષવાળું એવું પણ સોનું સળગાવેલા અગ્નિથી શુધ્ધ થાય છે. તેવી રીતે તારૂપી અનિવડે તપાવાતો જીવ શુદ્ધ થાય છે.અનશન – ઉણોદરિ–વૃત્તિસંક્ષેપ– રસત્યાગ - કાયક્લેશ અને સંલીનતા એ બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત્ત – વૈયાવચ્ચ – સ્વાધ્યાય – વિનય – વ્યુત્સર્ગ અને શુભધ્યાન- આ છ અત્યંતર તપ છે. બાહય અને અત્યંતર તારૂપી અગ્નિ સળગતો હોય ત્યારે – સાધુ – દુઃખે કરીને ક્ષય થાય તેવા કમોને તત્કણ ખપાવે છે. ઈત્યાદિ સુંદર ધર્મદેશના આપીને શ્રીમુનિસુવ્રત સ્વામીએ ઘણાં પ્રાણીઓને મુક્તિ પમાડી. ત્યાં રહેલા પ્રભુના ત્રણલાખ શ્રેષ્ઠ સાધુઓ ક્વલજ્ઞાન પામીને મુક્તિપુરીમાં ગયા.
શ્રી શત્રુંજયપર મુનિસુવ્રતસ્વામીને આવવાનું સ્વરૂપસંપૂર્ણ
* શ્રી નમિનાથ જિનેશ્વરનું શત્રુ પર આવવાનું સ્વરૂપ ક
- મિથિલા નગરીમાં ધર્મમાં તત્પર એવો શ્રીમાન વિજયરાજા ન્યાયમાર્ગથી પ્રજાનું શાસન કરતો હતો. તેમની વપ્રા નામની પત્નીએ હાથીવગેરે ઉત્તમસ્વખથી સુચિત શ્રેષ્ઠપુત્રને શ્રાવણ વદ આઠમના દિવસે જન્મ આપ્યો.
(અહીં ઇન્દ કરેલા જન્મોત્સવથી માંડીને જ્ઞાનપ્રાપ્તિ સુધીનું વર્ણન કહેવું ) શ્રી નમિનાથપ્રભુ પૃથ્વી ઉપર ઘણાં ભવ્યજીવોને પ્રતિબોધ કરતાં મુનિઓ અને દેવોવડે પૂજાએલા શ્રી સિધ્ધગિરિ ઉપર સમવસર્યા. ને ત્યાં આ પ્રમાણે ઉપદેશ આપ્યો :