________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
આ વગેરે ઘેહો નિરંતર ઉત્પન્ન થતાં હતાં ત્યારે સતત ઘેહો પૂરાં કરતાં તેમનાં ઘરમાં લક્ષ્મી ઘટે છે. શેઠે હયું કે હે પ્રિયા ! તને હમણાં ઉત્તમ – શ્રેષ્ઠ ઘેહદ થવા છતાં છિદ્રવાલા હાથમાંથી પાણીની જેમ લક્ષ્મી કેમ જાય છે? ( ઘટે છે ?) રમાએ કહયું કે કોઇ અભાગ્યવાળા ગર્ભના અવતારના બહાનાથી હમણાં ખરેખર આપના ઘરમાં અભાગ્ય આવ્યું છે ! અનુક્રમે પુત્ર થયો ત્યારે પિતાએ જન્મોત્સવ કરીને પુત્રનું વત્સરાજ એ પ્રમાણે નામ સારા દિવસે આપ્યું. એ પ્રમાણે બીજો પુત્ર થયો ત્યારે પિતાએ જન્મમહોત્સવ કરીને અનુક્ર્મ ગુણરાજ એ પ્રમાણે તેનું નામ કર્યું.
૧૧૨
પિતાએ બન્ને પુત્રોને લેખશાલામાં પંડિતપાસે ભણવા મૂક્યા, ઘણાં શાસ્ત્રોને ભણતા તે બન્ને વિશારદ ( પંડિત ) થયા. શેઠના ઘરમાં સર્વપ્રકારના ધાન્યનો અભાવ થવાથી કષ્ટથી પણ નિર્વાહ – અશક્ય થયો , તેથી શેઠ દુ:ખી થયો. જ્યોતિષી આદિનીપાસે લક્ષ્મીમાટે હંમેશાં શ્રેષ્ઠિરાજ પૂછ્યાં વાણી ને શરીરવડે ઉત્તમ ભક્તિથી સેવા કરે છે. કહયું છે કે : – રોગીઓના મિત્રો વૈધો છે, સ્વામીના મિત્રો મીઠું બોલનારા છે. દુ:ખથી બળેલાના મિત્રો મુનિઓ છે. ને ક્ષીણ થઇ ગઇ છે સંપતિ જેની એવાના મિત્રો જ્યોતિષીઓ છે.
પારકાના ઘરોમાં રાત્રિદિવસ કામો કરી કરી તે શેઠ કાંઇક ધાન્ય પામી પેટ ભરતો હતો. શેઠ પત્નીની સાથે હંમેશાં આ પ્રમાણે વાર્તા કરે છે. કે આ બન્ને પુત્રો આપણાં ઘરમાં આવ્યા ત્યારથી લક્ષ્મી ચાલી ગઇ છે ને દુ:ખને આપતું દાદ્રિય આવ્યું. છે. લક્ષ્મી વિના મનુષ્યો ક્યારે પણ – કોઇ ઠેકાણે શોભા પામતાં નથી. ક્હયું છે કે : – જાતિ – રૂપ ને વિધા આ ત્રણે મોટા ખાડામાં પડો એક ધનજ વૃધ્ધિ પામો. જેનાથી બધા ગુણો પ્રગટ થાય છે. તેથી કરીને તે બન્ને પુત્રો કોઇક મનુષ્યને ધન સાધવા માટે આપીને આપણે બન્ને સુખી થઇએ કારણ કે આપણને દાદ્ધિ સારું નથી.
–
કહયું છે કે :– ઘી વગરનું અલ્પ ભોજન – પ્રિય સાથેનો વિયોગ – અપ્રિય સાથેનો સંયોગ એસર્વ પાપની ચેષ્ટા છે. આ પ્રમાણે શેઠ શેઠાણી સાથે વાત કરતાં હતાં ત્યારે એક યોગીએ આવીને કહયું કે તમે હમણાં મને ભિક્ષા આપો. તે બન્નેએ ક્હયું કે – હમણાં તમને કઇ રીતે ભિક્ષા આપીએ ? કારણ કે અમારા ઘરને દારિદ્રરૂપી વૃક્ષ છેડતું નથી. ક્હયું છે કે : સેવકને એક સાથે ઉત્પન્ન થયેલી દાદ્ધિની પીડાઓ છે. એક ઋણ ( દેવું ), દૌર્ભાગ્ય, આળસ, ભૂખ ને પુત્રની પરંપરા. વિપુલબુધ્ધિવાલા એવા પણ વૈભવવગરના પુરુષનીબુધ્ધિ ઘી – મીઠું – તેલ – ચોખા – વસ્ત્ર – લાકડાં આદિની ચિંતાવડે હંમેશાં નાશ પામે છે. યોગીએ કહયું કે – સુંદર લક્ષણોથી શોભતા આ બન્ને પુત્રો થયા ત્યારે તમારા ઘરમાં દાદ્ધિથી ઉત્પન્ન થયેલુ દુ:ખ કેમ હોય ? શેઠે ક્હયું કે બહારથી સુંદર આકારવાલું – અત્યંત શ્રેષ્ઠ કાંતિવાલું પણ અંદરથી કડવું ઇન્દ્રવારણનું ફલ કઇરીતે હર્ષ આપનારું થાય ?
યોગીએ કહયું કે, જેના ઘરમાં એક પણ પુત્ર નથી હે શેઠ ! તેનું ઘર શૂન્યજ છે. એમ તું જાણ.
હયું છે કે :
अपुत्रस्यगृहं शून्यं दिशः शून्या अबान्धवाः । પૂર્વસ્વ વયં શૂન્ય, સર્વશૂન્ય રિદ્રતારૂ૪॥