________________
શ્રી પાર્શ્વનાથ પ્રભુનું શ્રી શત્રુંજયમાં આવવાનું સ્વરૂપ
બગલાના રૂપને ધારણ કરતો યોગી જયારે તે મત્સ્યને હણવા માટે ઇચ્છે છે ત્યારે મત્સ્ય અત્યંત ભયથી પાણીની અંદર પ્રવેશ કરે છે. તે પછી મત્સ્ય કોઇક જંગલમાં હરણના રૂપને ધારણ કરનારો થયો. તે પછી બગલો હતો તે સિંહના રૂપવાલો તેને હણવા માટે તૈયાર થયો. તે પછી મૃગે આંબાના ઝાડઉપર પોપટનું રૂપ ર્યું. તે પછી જે યોગી સિંહ હતો તેણે સિંચાણાનું રૂપ કરી તેને હણવા માટે તૈયાર થયો. હણવા માટે સિંચાણાને આવતો જોઇને તે વખતે નાસીને પોપટ ગોખમાં રહેલી મહીપાલ રાજાની પત્નીના હાથમાં બેસી ગયો. પોપટને હણવા માટે અશક્ત એવો સિંચાણો બિલાડાના રૂપને ધારણ કરનારો થયો. બિલાડો પોપટને મારવાની ઇચ્છાવડે તેની ચારે બાજુ ભમવા લાગ્યો. ત્યાં યોગી વીંછી – સર્પ આદિ રૂપો ઘણા પ્રકારે કરીને રાણીના હાથમાં રહેલા પોપટને મારવા માટે ઇચ્છે છે. તે વખતે એકાવલી હારનારૂપને ધારણ કરતો તે પોપટ રાણીના હાથમાં આવીને ઓચિંતો સમાધિપૂર્વક રહ્યો. જેટલામાં રાણી પોપટને નહિ જોવાથી દુ:ખી થઇ. તેટલામાં હાથમાં આવેલા હારને જોઇને હર્ષિત થઇ. રાણીએ તે હાર પોતાના હૃદયપર ધારણ * ત્યારે હિસા કરવા માટે અશક્ત એવા તે યોગીરાજે નર્તકીનું અદભુત રૂપ ધારણ કર્યું. નર્તકી નૃત્યવડે રાજા અને રાણીનું ચિત્ત અત્યંત હર્ષવાલું કરતી જેટલામાં રાણીના કંઠમાં રહેલા હારની રાજાનીપાસે માંગણી કરે છે. તે વખતે રાજાએ ક્હયું કે હે પ્રિયા ! આ સ્ત્રીને તું જલ્દી હાર આપ. રાણીએ ક્હયું કે હું આ એકાવલી નામના હારને આપીશ નહિ. એક વખત રાજા રાણીના હૃદયપર રહેલા હારને જેટલીવારમાં લે છે તેટલામાં તે હાર તૂટી ગયો અને તેના મણકા પૃથ્વીપર પડ્યા નર્તકી કૂકડો થઇને અનુક્રમે મણકાને ખાતો તે જાણતો ન હતો કે જ્યાં સુધી તે મણકો છે ત્યાં સુધી જ તેનું જીવિત છે. તે પછી ગુણરાજ બિલાડાના રૂપને ધારણ કરતો તે કૂડાને એવી રીતે કરડયો કે જેથી યોગી મરીને નરકમાં ગયો. યોગીવડે અપહરણ કરાયેલા પુત્રને જાણીને પ્રિયા સહિત શેઠ રાજાની પાસે આવીને ઉચ્ચ સ્વરે હેવા લાગ્યો. હે સ્વામિ ! તમારા ગામમાં રહયા છતાં મારા પુત્રને યોગીએ હરણ કર્યો છે. હે રાજા ! તમે દુ:ખી અને અનાથનું શરણ છે. રાજાએ સેવકોને બોલાવીને યું કે તે દુષ્ટ યોગીને જોઇને તેને હણીને આનો પુત્ર આપો. કારણ કે રાજાપ્રજાનો પાલક છે. રાજાના સેવકોએ તપાસ કરીને યોગીને નહિ જોવાથી નિશ્ચે પુત્રની પ્રાપ્તિ નહિ થવાથી પત્ની સાથે શેઠ ઘણો દુ:ખી થયો. માતાપિતાને દુ:ખિત જાણીને બિલાડાના રૂપને ધારણ કરનારો ગુણરાજ માતાપિતાની સ્નેહની ચેષ્ટાને વિચારવા લાગ્યો જ્યારે બિલાડાના રૂપને છોડી દઈને જલ્દી ગુણરાજ થયો. તે વખતે રાજા–રાણી બોલ્યાં કે આ યો મનુષ્ય અહીં આવ્યો છે ? માતાપિતા પુત્રને જોઇને હર્ષવડે બોલ્યાં કે આ અમારાં બન્નનો પુત્ર અહીં કેવી રીતે આવ્યો ? આ કોઇ બીજો નથી.
૧૧૫
પુત્રને સારીરીતે ઓળખીને બેહાથવડે આલિંગન આપીને માતાપિતા આનંદથી બોલ્યાં કે હે પુત્ર ! તું ક્યાં રહયો તો ? ને ક્યાં ગયો હતો ? પુત્રે માતાપિતાનાં ચરણોમાં પ્રણામ કરીને રાજાની આગળ ફરીથી યોગીવડે કરાયેલું મરણ સુધીનું સ્વરૂપ હતું. ગુણરાજવડે યોગીનું કરાયેલું સર્વ સાંભળીને ઘણા મનુષ્યો સાંભળતા હતા ત્યારે રાજાએ આ પ્રમાણે ક્હયું.
કોઇક શિષ્ય ગુણરાજની પેઠે ગુરુ કરતાં પણ અધિક થાય છે કે જેણે ઉટડી – ઘોડા ને હાથી આદિપોવડે ગુરુને ઠગ્યા. જીવો પારકાની હિસાની ઇચ્છાવડે ને બીજાનો દ્રોહ કરવાથી યોગીરાજની જેમ આલોક ને પરલોકમાં દુઃખો પામે છે. તે પછી રાજાએ પુત્રસહિત શેઠનું સન્માન કરીને સોગામ અને પાંચ મોટાં શહેર આપ્યાં. રાજાએ ગુણરાજને હાથી પર બેસાડીને મંત્રીશ્વરવડે તેના ઘરે મોક્લ્યો. તે પછી શેઠ બન્ને પુત્રો સાથે સાતક્ષેત્રમાં લક્ષ્મી વાપરતાં ઘરમાં