________________
૧૧૪
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર જેઓ વિદ્યાવડે વૃધ્ધ છે. જેઓ તપવડે વૃધ્ધ છે. જેઓ વયથીવૃધ્ધ છે. અને જેઓ જ્ઞાનથી વૃધ્ધ છે. તે સર્વે ધનવૃધ્ધના દ્વારનેવિલે નોર તરીક (ની જેમ) ઊભા રહે છે. શેઠાણીએ એક વખત પતિની આગળ હયું કે આપની પાસે ઘણું ધન છે. તેથી હંમેશાં આપના ઘરમાં ઘણાં સ્વજનો આવે છે. નાનો પુત્ર ક્યારે પણ આપણાં ઘરમાં આવતો નથી. હે પતિ ! મને તે જ દુ:ખ છે. બીજુ કાંઈ પણ દુઃખ નથી. માતાપિતાને નિરંતર પુત્રવડે સુખ થાય છે. પુત્ર વગરનું ઘર સ્મશાન જેવું શૂન્ય લાગે છે. કડ્યું છે કે -
शर्वरीदीपकश्चन्द्रः प्रभाते रविदीपकः। ત્રનોવલીપવો થર્મ, સુપુત્ર, યુનલીપ: IIકા
રાત્રિમાં દીપક ચંદ્ર છે. પ્રભાતમા દીપક સૂર્ય છે. ત્રણ લોકમાં દીપક ધર્મ છે. ને કુલનો દીપક સુપુત્ર છે.
માતાપિતાને નાના પુત્રો જેવા પ્રિય હોય છે. તેવા પ્રકારે ક્યારે પણ ધન – ધાન્ય – ઘર અને દેહ પ્રિય હોતાં નથી. રૂપ ને સૌભાગ્યથી શોભતાં ઘણા પુત્રો હોવા છતાં માતાને નાનો પુત્ર વિશેષ પ્રકારે પ્રિય હોય છે. ઘરમાં ઘણી લક્ષ્મી હોવા છતાં પણ શેઠાણી થોડા પાણીમાં માક્લીની જેમ તે નાના પુત્રવિના આનંદ પામતી નથી. આ બાજુ ગુણરાજે યોગીની પાસે બે હાથ જોડી કહ્યું કે હમણાં હું માતા અને પિતાનાં ચરણોને નમસ્કાર કરવાની ઇચ્છાવાલો છું. યોગીએ કહ્યું કે તારાવિના મારી સારસંભાળ કોણ ? તારાથી મને ઘણું સુખ છે. અને હંમેશાં તું વિનયવાલો છે. ગુણરાજે કહયું કે માતાપિતાના ચરણકમલને નમીને ત્યાં આઠ દિવસ રહીને તમારાં ચરણોને હું વંદન કરીશ. પાછો આવીશ
. યોગીએ કહયું કે ત્યાં તારે વધારે દિવસ રહેવું નહિ. જો તે સ્થાનમાં તું વધારે રહેશે તો હે પાપરહિત ! પુત્ર તારું મૃત્યુ થશે. હે પ્રભુ! તમારા કહેવાથી હું ત્યાં ક્ષણવાર પણ વધારે નહિ રહું આ પ્રમાણે કહીને ગુણરાજ જલ્દી પિતાને ઘેર ગયો. તે પછી માતા પિતા અને ભાઈ ભાભીનાં ચરણોને અનુક્રમે વિધિપૂર્વક પ્રણામ કરીને ગુણરાજ અત્યંત હર્ષ પામ્યો. તે પછી બન્ને ભાઈઓ રામને લક્ષ્મણની જેમ – સૂર્યને ચંદ્રની જેમ નિરંતર અત્યંત પ્રીતિ પામતા હતા. ક્યારેક પોતે લોખ મૂલ્યવાળો ઘોડે ને ક્યારેક હાથી થઈને ગુણરાજ પણ તેને વેચીને બીજાના ઘરમાં રહીને પિતાના ઘરમાં ઘણી લક્ષ્મી લાવી લાવીને તે જ ક્ષણે માતા-પિતાના હર્ષને માટે પોતાનું મૂલ રૂપ કરે છે. મોટી એવી તે નગરીમાં ત્યારે ઘણા અો કરીને ગુણરાજ પિતાને ઘરે જલ્દી ઘણી લક્ષ્મી લઈ ગયો. ઘણા દિવસો ગયા તોપણ પિતાના ઘરે તે રહ્યો હતો. ત્યારે રોષપામેલો યોગી જલ્દી તેને બોલાવવા માટે આવ્યો. યોગીએ બોલાવવા છતાં પણ વણિકપુત્ર ગુણરાજ આવતો નથી ત્યારે ઘોડા વગેરે રૂપને કરનારા તેને યોગીએ ઓળખ્યો. યોગીએ મનોહર અશ્વના રૂપને ધારણ કરનારા ગુણરાજને ધનથી લઈને જલ્દી તેની ઉપર ચઢી ચાબુક્વડે મારવા લાગ્યો. યોગી ઘોડાને તાડન કરતો તેને કહે છે કે તે પ્રતિજ્ઞાનો લોપ કરવાથી મારી અવજ્ઞાને કરી છે. સાંજ સુધી ચાબુડેતે ઘોડાને પ્રહાર કરતો યોગી સ્નાન કરવામાટે સરોવરમાં પેઠો ત્યારે તે ઘોડો મસ્યનુંરૂપ ધારણ કરી તે સરોવરમાં પેઠે.