________________
શ્રી પાર્શ્વનાથ પ્રભુનું શ્રી શત્રુંજયમાં આવવાનું સ્વરૂપ
શ્રેષ્ઠ એવી વાણારસી નગરીમાં અશ્વસેન રાજાને વામાદેવીથી ઉત્પન્ન થયેલ પાર્શ્વનામે શ્રેષ્ઠ પુત્ર હતો. અનુક્રમે ઘરનો ત્યાગ કરી દીક્ષા લઇ કેવલજ્ઞાનવાલા શ્રી પાર્શ્વપ્રભુ ઘણા સાધુના સમુદાય સહિત શ્રીશત્રુંજ્યગિરિપર ગયા.
અહીં શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરે ધર્મદેશના કરી તે આ પ્રમાણે : -
કોઇક શિષ્ય ગુણરાજ શ્રેષ્ઠિપુત્રની જેમ ગુરુઓથી પણ અધિક થાય છે. જેણે – ઉંટડી – ઘોડા – ને હાથી આદિ રૂપોવડે ગુરુને ગ્યા. ભીમની જેમ દાન આપતો જીવ અનુક્રમે રચનાઓવડે જિનપૂજા કરતો સોમની જેમ મોક્ષ મેળવે છે. તે આ પ્રમાણે :
૧૧૧
વસંત નામના નગરમાં વીરશેઠને રમાનામે પ્રિયા હતી. તેણે વેપાર કરવાથી ઘરે બે બ્રેડ સોનામહોર કરી. પુત્રના અભાવથી હંમેશા દુ:ખી એવા શેઠ શેઠાણી – પુત્રની સિધ્ધિ માટે નિમિત્તિયા લોકોને પૂછે છે. કહયું છે કે : –
देवहीनं देवकुलं, यथा राज्यं विना नृपम् । विना नेत्रे मुखं नैव, यथा राजति भूतले ॥१॥
જેમ દેવવગરનું દેવમંદિર – રાજા વિનાનું રાજ્ય – નેત્ર વગરનું મુખ પૃથ્વીને વિષે શોભતાં નથી. તેમ ઘણો વૈભવ હોવા છ્તાં અને આકાશને અડે તેવું ઘર હોવા છતાં પણ મનુષ્યનું કુલ ક્યારે પણ પુત્રવિના શોભતું નથી.
યું છે કે :
यत्र स्वजन सङ्गतिरूच्चै र्यत्र नैव लघुलघूनि शिशूनि । यत्र नास्ति गुण गौरवचिन्ता, हन्त तान्यपि गृहाण्यगृहाणि ॥ ८ ॥
જ્યાં મોટેથી સ્વજનોનું મિલન ન હોય – જ્યાં નાનાં – નાનાં બાલકો ન હોય , ને જ્યાં ગુણના ગૌરવની ચિંતા
=
ન હોય ખરેખર તે ઘરો ઘર નથી. તે બન્ને નિરંતર કુલપરંપરાથી આવેલ ધર્મનેકરતાં છતાં રમાના ઉદરમાં રાત્રિના અંતે કોઇ જીવ અવતર્યો. હું સુપાત્રને દાન આપું. જિનેશ્વરની પૂજા કરું. મન – વચન – કાયાથી શુઘ્ધશિયલનું પાલન કરું.