Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય૫૨ શ્રી કુંથુનાથતીર્થંકરનું આગમન ને સમવસરણનું સ્વરૂપ
कोहो पीइं पणासेइ - माणो विणयनासणो ।
माया मित्ताणि नासेइ - लोभो सव्वविणासणो ॥ २९ ॥
=
ક્રોધ પ્રીતિનો નાશ કરે છે. માન – અભિમાન વિનયનો નાશ કરે છે. માયા મિત્રોનો નાશ કરે છે. અને લોભ સર્વનો વિનાશ કરનારો છે.
कोह पयठो देहधरि तिन्नि विकार करेइ ।
9
अप्पं तावइ - परतपइ,
-
૧૦૩
પરતહ જ્ઞાળિ રેફારા
પ્રાણીના દેહમાં પેઠેલો ક્રોધ ત્રણ જાતના વિકાર કરે છે. પોતાને તપાવે, બીજાને તપાવે ને પ્રત્યક્ષ બીજાને નુકસાન કરે છે. જેઓ બીજાનું બોલેલું અને લક્ષ્મીને જોઇને ઇર્ષ્યા કરે છે, તેઓ આલોક અને પરલોકમાં પગલે પગલે વિપત્તિને પામે છે. અનક્ષર બોલ્યો કે મેં બીજાઓ ઉપર ઇર્ષ્યા કરતાં ઘણાં કર્મો ઉપાર્જન ર્યા છે. તેમાંથી મારો છુટકારો કંઇ રીતે થશે ? ગુરુએ કહયું કે – સ્ત્રી – ગાય – બાલક અને સાધુનો ઘાત કરનારા મનુષ્યોની શ્રી સિધ્ધગિરિઉપર તપ કરતાં શુધ્ધિ થાય છે. ક્હયું છે કે સિંહ – વાઘ – સર્પ – સાબર – ને બીજા પણ પાપી પક્ષીઓ શ્રી શત્રુંજ્યઉપર અરિહંતને જોઇને સ્વર્ગગામી થાય છે. શ્રી શત્રુંજયગિરિનો સ્પર્શ કરનાર મનુષ્યોને ોગ થતો નથી. સંતાપ થતો નથી. દુ:ખ થતું નથી. વિયોગીપણું થતું નથી. દુર્ગતિ થતી નથી. શોક થતો નથી.
ગુરુએ હેલું આ સાંભળી તે અનક્ષર કુંભાર પણ પૂર્વે ઉપાર્જન કરેલાં પાપના સમૂહનો ક્ષય કરવા માટે શ્રી શત્રુંજ્યગિરિ ઉપર ગયો ત્યાં છ – અઠ્ઠમ આદિ તપ કરતા ગૃહસ્થ એવા તે અનક્ષરને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાએ આપ્યો છે મુનિવેશ જૈને એવા તે કુંભાર કેવલીએ સુવર્ણના કમલમાં બેસીને આ પ્રમાણે ધર્મોપદેશ આપ્યો. ક્હયું છે કે :– ધર્મ એ અતુલ – ન કહી શકાય એવું મંગલ છે. સર્વ દુ:ખોનું અતુલ ઔષધ છે. ધર્મ એ વિપુલ બલ છે. ધર્મ એ રક્ષણ છે ને ધર્મ એ શરણ છે. તે વખતે ભવ્યપ્રાણીઓએ આ પ્રમાણે તેમની દેશના સાંભળીને મોક્ષસુખને આપનાર – શ્રાવકધર્મ ને સાધુધર્મ ગ્રહણ કર્યો. જન્મ –જરા અને મરણથી મુકાયેલા એવા જિનેશ્વરોએ લોકમાં બે માર્ગો હયા છે. શ્રેષ્ઠ સાધુમાર્ગ અને ઉત્તમશ્રાવકધર્મ. અનેક સાધુઓ સહિત કુંભાર કેવલી આયુષ્યનો ક્ષય થવાથી અનુક્રમે શ્રી સિધ્ધગિરિઉપર મુક્તિનગરીમાં ગયા. આ પ્રમાણે ધર્મોપદેશવડે ઘણાં ભવ્યજીવોને પ્રતિબોધ કરીને શ્રી કુંથુનાથ તીર્થંકરે શ્રી સિધ્ધગિરિ ઉપરથી બીજે વિહાર ર્યો.
શ્રી શત્રુંજયઉપર કુંથુનાથ તીર્થંકરનું આગમન ને સમવસરણનું સ્વરૂપ.