Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
એક વખત પુત્રીનો વિવાહ ઉત્સવ હતો ત્યારે તે વખતે વાછરડે ઘાસ અને પાણી આપવાથી ભૂલી જવાયો. બીજે દિવસે શેઠે વાછરડાને ભૂખ્યો થયેલો જોઈને હયું કે હે પુત્રવધૂઓ! વાછરડો અત્યંત દૂબળો કેમ થયો? પશ્લોકમાં જો નિયમવાલા રહયા હોત તો તિર્યંચો આ લોકમાં ચાબૂક – અંકુશ – આરનું પડવું – વધ – બંધન આદિ સેંકડો પીડાઓ અહીં પામતે નહિ. પુત્રવધૂઓએ હયું કે આ વાછરડે પુત્રીના વિવાહના અવસરે તૃણ આદિ આપવાવડે ભૂલી જવાયો. તેથી તે કૃશ થયો છે. તૃણ આદિ આપવા માં તે વાછરડો માં થયો. તે પછી તેઓએ સર્વ પ્રકારે ચિત્સિા કરાવી. નમસ્કાર આપવાવડે તે વાછરડો મરીને દેવલોકમાં ગયો. અને અવધિજ્ઞાનથી શેઠને પોતાના ઉપકારી જાણ્યા.
સ્વર્ગમાંથી વાછરડાના જીવ તે દેવે શ્રેઓિમાં શ્રેષ્ઠએવા શેઠ પાસે પ્રણામ કરીને કહયું કેનવકારમંત્ર આપનારા તમે મારા ગુરુ છે. હું તમારા ઘરમાં વાછરડો હતો. પછી મરી ગયો. ત્યાં માતા એવા મને તમે નવકારમંત્ર આપ્યો હતો. ઘરમાં મરી ગયેલો વાછરડો એવો હું તે વખતે તમે આપેલા નવકારમંત્રના પ્રભાવથી નિચ્ચે દેવલોકમાં દેવ થયો. તે વખતે દઢ આગ્રહપૂર્વક શેઠને કરોડના મૂલ્યવાલી દશા રત્નો આપીને અને તેની પુત્રવધૂઓને જુદા જુદા હાર આપ્યાં.. તે પછી શેઠ વિશેષ પ્રકારે જીવદયામય ધર્મની આરાધના કરીને ચોથા દેવલોકમાં ગયો. અને ત્રણ વહૂઓ પણ દેવલોકમાં ગઈ. વાછરડાનો જીવ વગેરે દેવલોકમાંથી આવીને શ્રેષ્ઠ સુરપુર નગરમાં ધર્મશેઠનો મનોહર પુત્ર રામ નામે થયો. એક વખત વિરાગી એવા રામે ગુરુપાસે ધર્મ સાંભળીને દીક્ષાલઈ મોક્ષસુખને આપનાર તીવ્રતપ ક્યું. મુનિઓ પોરિસ - ઉપવાસ – છ8 કરીને જે કર્મ ખપાવે છે. તે કર્મ નારકીના જીવો સો – હજાર ને લાખ ખપાવી શક્તાં નથી. અહીં સિધ્ધગિરિમાં એક્વખત અનુક્રમે રામમુનિ આવ્યા અને નિર્મલમનવાલા છઠા વગેરે તપ ઘણાં પ્રકારે કરવા લાગ્યા.
આ તીર્થના પ્રભાવવડે શ્રેષ્ઠજ્ઞાન પામીને ઘણાં પ્રાણીઓને પ્રતિબોધ કરીને રામમુનિ અહીં મોક્ષને પામ્યા. શેઠની પુત્રવધૂઓ જે દેવો થઈ હતી તે સ્વર્ગમાંથી અવીને ધરાપુર નગરમાં રાજાના સોમ – ભીમ અને ધન નામે પુત્રો થયા. રોહ્નોજીવ એવો તે દેવ તે પણ સ્વર્ગમાંથી ચ્યવીને સુંદર આકૃતિવાલો રાજાનો અમર નામે પુત્ર થયો. ચારે ભાઈઓ પરસ્પર પ્રીતિવાલા અનુક્રમે ધર્મઘોષ ગુપાસે જૈનધર્મને પામ્યા. નિરંતર ધર્મનું પાલન કરીને ચાર ભાઈઓ અમ્રુત દેવલોકમાં ગયાને ત્યાંથી ચ્યવી ક્લાપુરી નગરીમાં શ્રેષ્ઠિપુત્રો થયા. અહીં શત્રુંજયગિરિ ઉપર તેઓ યાત્રા કરવા માટે આવ્યા. ને દીક્ષા લઈને મોક્ષસુખને આપનાર તીવ્રતાક્યું. અનુક્રમે કર્મનો ક્ષય કરીને શ્રેષ્ઠક્વલજ્ઞાન પામીને ચારે ભાઇઓ મોક્ષનગરીમાં ગયા. એ પ્રમાણે શ્રી અનંતનાથપ્રભુની યોજનગામિનીવાણી સાંભળીને અનેક પ્રાણીઓ મોક્ષનગરીમાં ગયાં.
આ પ્રમાણે શ્રી અનંતનાથ પ્રભુનું શી શjપર આગમન ને
સમવસરણનું અવશ્ય.