Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી સિદ્ધ શેખર નામઉપર પદ્મભૂપરાજાની કથા
રાજપુત્રઉપર વિશેષે કરીને ભક્તિથઇ રાજાએ સુવર્ણપુરુષના સાન્ધ્યિથી પૃથ્વીને દેવા રહિત કરી. અને વિધિપૂર્વક સાતક્ષેત્રમાં ઘણું ધન વાપર્યું. જિનભવન જિનબિંબ – પુસ્તક - સંઘ સ્વરૂપ (સાધુ-સાધ્વી—શ્રાવક–શ્રાવિકા) સાતક્ષેત્રમાં વાપરેલું ધન અનંતગુણા–મોક્ષલને આપનાર થાય છે. લક્ષરાજાએ સારાઉત્સવપૂર્વક પોતાના પુત્રને રાજ્ય આપીને મોક્ષસુખનીલક્ષ્મીના કારણભૂત એવા સંયમને વેગથી લીધું. હવે પછી પદ્મરાજા હંમેશા ન્યાયમાર્ગથી પૃથ્વીનું પાલન કરે છે. જેથી પ્રજા લક્ષરાજાને ચિત્તમાંથી ભૂલી ગઇ.
૨૯
સુવર્ણપુરુષ પાસેથી ઘણો વૈભવ પામીને હંમેશાં સવારે યાચકોને તેવી રીતે ધન આપતો હતો કે જેથી તેઓ અનુક્રમે લક્ષ્મીવડે પૈસાદાર થયા. રાજાએ સારાદિવસે સંખ્યા વગરના સંઘને ભેગો કરીને યાત્રા કરવા માટે શ્રી શત્રુંજયગિરિ તરફ પ્રયાણ કર્યું. શ્રી સિધ્ધગિરિઉપર ચઢેલા પદ્મરાજાએ જિનેશ્વરની સ્નાત્રપૂજા અને આરતીવગેરે કાર્યો સારીરીતે ર્યા તે વખતે બે કરોડ સાધુઓવડે સેવાયેલા ધર્મઘોષગુરૂ ધ્યાન કરતા તરત કેવલજ્ઞાન પામ્યા. થોડા દિવસમાં તે મુનિઓને મોક્ષનગરમાં ગયેલા જોઈને રાજાએ તે તીર્થનું સિદ્ધશેખર એવું નામ આપ્યું. તે વખતે ત્યાં રહેલા રાજાપણ હૃદયની અંદર ભાવના ભાવતા સર્વકર્મનો ક્ષયકરી મુક્તિનગરીમાં ગયા. રાજાના પાંચસો અંગરક્ષકો ઘ્યાનમાં તત્પર થયેલા આકર્મનો ક્ષયકરી મુક્તિનગરીમાં પહોચ્યા. તે વખતે દેવો ત્યાં આવીને સિદ્ધમહોત્સવ કરીને સ્વર્ગમાં ગયા તે પછી પદ્મરાજાના પુત્ર હીર મહોત્સવ કર્યો. તે પછી હીર પોતાના નગરમાં આવીને સંઘને આદરથી જમાડીને હર્ષવડે શ્રેષ્ઠવસ્ત્રોથી પહેરામણી કરી. ( આપી ) પદ્મરાજાની પાટઉપર તેનાપુત્રને મુખ્યમંત્રીઓએ ભેગાથઇને સારાસેિ મહોત્સવ પૂર્વક સ્થાપન ર્યો.
શ્રી સિક્શેખર નામ ઉપર – પદ્મરાજાની કથા સંપૂર્ણ
શ્રી સિદ્ધપર્વત નામઉપર બે દેવતાની કથા
જ્યાં વલીનીપાસે પોતાની મુક્તિગતિ જાણીને બે દેવોએ સિદ્ધપર્વત એવું નામ જે રીતે આપ્યું.
શ્રીપુર નામના નગરમાં ધનદ નામના શેઠને ધન્યા નામની પત્ની હતી. તેને અનુક્રમે હર અને હરી નામના બે પુત્રો થયા. (૨) વ્યાપાર કરતાં શેઠે ત્રણ કરોડ ધન પ્રાપ્ત ર્યું. તો પણ પોતાના ચિત્તમાં લોભનો અંત ન પામ્યો. ક્હયું છે કે :