________________
શ્રી શત્રુંજયમાં પવભજિનના સમવસરણનું સ્વરૂપ પદ્મપ્રભપ્રભુ-બેચણીવડે પૃથ્વીને પવિત્ર કરતાં અનુક્રમે ઘણાં સાધુઓ સહિત શત્રુજ્યપર સમવસર્યા. ત્યાં ક્રમપૂર્વક બારપર્ષદાઓ બેઠી ત્યારે ભવ્યજીવોની આગળ પાપભપ્રભુ દેશના કરે છે. હંમેશાં ભવ્યજીવ આદરપૂર્વક સુપાત્રને દાન આપતો ધર્મશ્રાવની જેમ મોક્ષલક્ષ્મીને પામે છે. તે આ પ્રમાણે : -
અયોધ્યા નગરીમાં ધર્મ નામે શેઠ હતો. તેને મનોરમા નામે સ્ત્રી હતી. અને ધર્મ – કર્મ કરવામાં આદરવાળો પદ્મરથ નામે પુત્ર હતો. શેઠે પુત્રની આગળ કહયું કે- લક્ષ્મી વગરનો માણસ શોભતો નથી. તેથી પરદેશમાં જઈને હું ઘણું ધન લાવું.. કહયું છે કે:
जाइ-रुवं विज्जा तिन्निवि निवरंतु कंदरे विवरे; अत्थुच्चिय परिवड्ढइ, जेणगुणा पायडा हुंति॥१९॥
જાતિ – રૂપ ને વિદ્યા એ ત્રણે મોટા ખાડામાં પડો. એક ધનજ વૃધ્ધિ પામો. જેનાથી બધા ગુણો પ્રગટ થાય
સ્પા, સોના અને મજીઠ વગેરે ઘણાં કરીયાણાવડે ગાડાં ભરીને સારાદિવસે ધર્મ બીજા નગર તરફ ચાલ્યો. માર્ગમાં જતાં અનુક્રમે ધર્મ ઘણા ચોરેને આવેલા જાણીને સન્મુખ જઈને પ્રથમ તેઓને નમસ્કાર ર્યો. હસતા ચોરો બોલ્યા કે હે કપટીમાં ઉત્તમ એવા વણિક ! જે કારણથી શરુઆતમાં આવીને ચોર એવા અમને તે નમસ્કાર કર્યો છે. હયું છે કે માયાશીલ મનુષ્યનો કોઇ વિશ્વાસ કરતું નથી. મહાદેવ – મધુર બોલે છે – અને વિષ સહિત સર્પને ખાય છે. શેઠ કહે છે કે – જેની વસ્તુ અહિં બલાત્કારે ગ્રહણ કરશે તે પરલોકમાં ગયેલો લાખગણું ને કરોડગણું આપે. હયું છે કે વધ-મારવું, આળઆપવું. પારકાનાં ધનનું વિલોપન કરવું. એક વખત કરાયેલા એ સર્વનો ધન્ય ઉદય દશગણો થાય છે. અત્યંત તીવ્ર પ્રષિ કરે તો સો ગણો - લાખ ગણો – શેડ ગણો – ડાકોડીગણો અથવા તેનાથી પણ વધારે વિપાક થાય છે.
હસતાં એવા ચોરોએ કહયું કે તું અમને વસ્તુ આપી દે. અહિયાં જ અમે તને તે સર્વ વસ્તુઓ આપીશું. શેઠે કહયું કે અહીં સાક્ષી કોણ છે? કે જે સાક્ષી પૂરશે ? ચોરોએ કહયું કે જંગલમાં રહેનારો આ બિલાડો સાક્ષી છે. તે પછી સઘળી વસ્તુઓ છોડી દઈ ગણી – તે વણિકે ચોરોને આપી. ને ધીરવાણીવાલા તેણે નમસ્કાર ર્યો. હસતાં એવા ચોરો વસ્તુઓ લઈને શ્રીપુરનગરમાં ગયા. વણિક ત્યાં ગુપ્તપણે ચાલતો નગરમાં આવ્યો. રાજાને મલીને ધર્મ કર્યું કે – તમે પ્રજાપતિ છે. શરણવગરનાના શરણ છો. અને શિષ્ટ પુરુષોનો સંગ્રહ કરનારા છે. દુષ્ટનું દમન કરનાર, દીન દુઃખી અને અનાથ વગેરેનું પાલન કરનારા છે . દાન આપનારા - ભાગરનારા અને વિવેકી એવા તમે લાંબા કાળ સુધી આનંદ પામો ને દીર્ધકાળ ય પામો. રાજાએ કહયું કે હે વણિક ! તારે હમણાં શું કામ છે? ધર્મ કર્યું કે માર્ગમાં મારી વસ્તુઓ ચોરોએ લઈ લીધી છે. તે પછી રાજાએ મંત્રીશ્વરોને બોલાવીને દૃઢપણે કહયું કે આની વસ્તુ જેઓએ લીધી હોય તેની તપાસ કરીને અને તે અપાવી દે. તે પછી મંત્રીઓએ આવીને કહ્યું કે – તે ચોરો ક્યાં છે? ધર્મ તે વખતે તેઓને તે ચોરનું ઘર બતાવ્યું. તે પછી ત્યાં રહેલા ચોરોને મંત્રીશ્વરોએ કહયું કે તમે આની જે વસ્તુઓ લીધી