________________
૯
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર સાસુ સાથે હંમેશાં કજીયા કરતી કાશ્લોક (હલકા લોક ) ની પેઠે એક ક્ષણ પણ વિસામો પામતી નથી. તેઓ ક્લહ કરતા હતા ત્યારે એક ઘરડી સ્ત્રીએ વૈદ્ય પાસે આવીને ઔષધ પૂછવાની ઈચ્છાવાલી તેણીએ કહયું કે હે વૈદ્યરાજ ! તમે મારીપર મહેરબાની કરીને દૈષ્ટિના આંધળાપણાને દૂર કરનારું સુંદર ઔષધ હમણાં આપો. વારંવાર તેણીએ આ પ્રમાણે કહેવાથી ક્રોધપામેલા વૈદ્ય કહયું કે અંધપણાને દૂર કરનારું આ આંકડાનું દૂધ બને આંખોમાં તું નાંખ. તેણીએ તે પ્રમાણે કરવાથી, વધે કહેલ વિધિથી આકડાનું દૂધ આંખમાં નાખવાથી તે વખતે તે દિવ્યનેત્રવાલી થઈ. તે વૃધ્ધા સો ટેક લઈને કુટુંબ સહિત વૈદ્ય પાસે આવીને બોલી કે મહેરબાની કરી આ ધન લો. તમે મને પોતાનું ઔષધ આપવાથી દિવ્યનેત્રવાલી કરી છે. ખરેખર તમે પરોપકાર કરનારા મોટા વધે છે. વૈધે કહયું કે મેં ક્યારે તને ઔષધ આપ્યું? તે હે. વૃધ્ધાએ કહયું કે તમે આકડાનું દૂધ ઔષધ યું હતું. વૃધ્ધાએ આપેલું ધન લઈને વૈધે તે વૃક્ષની નીચે ખોદીને એકાંતમાં ઘી ભરેલુ પાત્ર મેળવ્યું. તે ઘી વડે ઘણાં લોકોની ર્દષ્ટિની અંધતા દૂર કરીને ઔષધથી પૈસાદાર થયો. ને દેશમાં પ્રસિધ્ધ
થયો.
અનકમે તે વૈદ્યરાજ વૈરાગ્યપામી ગુરુપાસે દીક્ષા લઇ કર્મરૂપીરજને દવા માટે તીવ્રતા ક્યું. પિતાએ આપેલું છે ધન જેને એવા વૈદ્યના પુત્રો પોતાનું ધન દીન - દુઃખી આદિ લોકોને હંમેશાં આદર પૂર્વક આપે છે. તે પછી સર્વકર્મનો છેદ કરવા માટે તે વૈદ્યમુનિ મહિને મહિને સંસારથી તારનારું પારણું કરતા હતા. 5 સર્વ કર્મનો ક્ષય કરી અનુક્રમે કેવલજ્ઞાન પામી તે વૈદ્યમુનિ સિંહાસન પર બેસીને આ પ્રમાણે પ્રાણીઓને ધર્મોપદેશ આપતા હતા. આ ધર્મ જેને ધનપ્રિય હોય તેને ધન આપે છે. કામના અર્થીઓને કામ આપે છે. સૌભાગ્યના અર્થીઓને સૌભાગ્ય આપે છે. અથવા તો મનુષ્યોને જુદા જુદા વિલ્પો વડે શું?
જ્ઞાની એવા વૈધમુનિના ઉપદેશવડે ગુરુવગેરે ઘણા સાધુઓ કેવલજ્ઞાન પામી અનુક્રમે મુક્તિનગરીમાં ગયા. આ પ્રમાણે જિનેશ્વરે કહેલા ધર્મને સાંભળીને ઘણાં પ્રાણીઓ તે વખતે જિનેશ્વરના ધર્મ અને વતને સુખપૂર્વક પામ્યા. ત્યાં કેટલાક મુનિશ્વરી સમસ્ત કર્મનો ક્ષય કરી શ્રીગિરિરાજઉપર અનુક્રમે મુક્તિરૂપીસ્ત્રીના સ્વામી થયા. એ પ્રમાણે શ્રી સુવિધિનાથ તીર્થકરે ઘણાં પ્રાણીઓને પ્રતિબોધ કરી ભવ્યપ્રાણીઓના બોધમાટે અન્ય સ્થળે વિહાર ક્ય.
શ્રી શત્રુંજયપર થી સુવિધિનાથ જિનેશ્વરના સમવસરણનું સ્વરૂપ - સંપૂર્ણ