Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
COOOOOOOOOOOOOO શ્રી શત્રુંજ્યપર શ્રી શ્રેયાંસનાથ જિનેશ્વરના
આગમનનું સ્વરૂપ
સિંહપુર નગરમાં વિષ્ણરાજા પૃથ્વી પર રાજ્ય કરતા હતા ત્યારે તેમને વિષ્ણુની પ્રિયા લક્ષ્મીજેવી શ્રેષ્ઠ– વિષ્ણુદેવી નામે પ્રિયા હતી. વિષ્ણપ્રિયાએ ચૌદ મહાસ્વપ્નથી સૂચિત ફાગણવદી – ૧૧ – ના દિવસે પુત્રને જન્મ આપ્યો. ઇન્દ્ર મહારાજાએ મેરુપર્વતપર લઇ જઇ જન્મોત્સવકરીને માતાની પાસે મૂક્યા, ને દેવલોકમાં ગયા. સવારે પિતાએ મનોહર જન્મોત્સવ કરીને પોતાના કુટુંબના માણસોની હાજરીમાં શ્રેયાંસ એ પ્રમાણે નામ આપ્યું. રાજ્ય પ્રાપ્તિથી જ્ઞાનપ્રાપ્તિ સુધીનો સંબંધ અહીં કહી દેવો .
શ્રી શ્રેયાંસનાથ જિનેશ્વર પૃથ્વી પર ભવ્યજીવોને પ્રતિબોધ કરતાં ઘણા સાધુઓ સહિત શ્રી સિધ્ધગિરિઉપર સમવસર્યા. ત્યાં રહેલા પ્રભુ ભવ્યજીવોને પ્રતિબોધ કરવામાટે દેદીપ્યમાન વાણીવડે મજબૂત પુણ્યનો ઉપદેશ કરવા
લાગ્યા.
देवपूजा गुरूपास्ति: स्वाध्याय: संयमस्तपः, दानं चेति गृहस्थानां - षट् कर्माणि दिने दिने॥७॥
દેવપૂજા – ગુસ્સેવા – સ્વાધ્યાય – સંયમ – તપ અને દાન એ ગૃહસ્થના છ કાર્યો દિવસે દિવસે કરવાના હોય છે.
ચંદ્રનામના નગરમાં ચંદ્રવીર નામના રાજાની ચંદ્રાવતિ નામની પ્રિયા સુંદર શિયલરૂપી સૌભાગ્યવાલી હતી. એક વખત રાજા જેટલામાં સભામાં બેઠો હતો. તેટલામાં શુકને શુકીનું (પોપટને મેનાનું) યુગલ કજિયો કરતું આવ્યું. શા માટે તમે બન્ને હમણાં ઘણો કજિયો કરો છો ? એ પ્રમાણે રાજાવડે કહેવાથી શકીએ કહયું કે આ મારો પુત્ર છે. શુકે હયું કે હે રાજા ! આ પુત્ર મારો જ છે. રાજાએ કહયું કે હિતની ઈચ્છાવાલાએ વિવાદ ન કરવો જોઇએ. હયું છે કે વિવાદ કરનારા પુરુષો પશુઓની જેમ દુ:ખી થાય છે. પરલોકમાં નરકમાં પડવાનું થાય છે. સુખમાં શંકા થાય છે. (મલે કે નહિ ? તેમ) આ પુત્ર તમારો બન્નેનો છે. કારણ કે તમારા બન્નેથી જન્મ પામ્યો છે. પોતાના કુલમાં કજિયો બન્નેને દુ:ખદાયી થાય છે. તે પછી વિવાદ છોડી પત્ની પુત્ર સહિત શુક યુગાદિવના મંદિરમાં ગયો. ને સમાધિપૂર્વક રહયો. ત્યાં નજીકના પ્રદેશમાં જ્ઞાનતુંગ નામના ગુરુને નમીને ભવ્યજીવો ધર્મ સાંભળતા હતાં ત્યારે શુક પણ ત્યાં આવ્યો.