________________
શ્રી શત્રુંજયપર શ્રી શીતલનાથ ભગવાનના આગમનનું સ્વરૂપ
ભલિ નામના નગરમાં દેઢરથ નામે શ્રેષ્ઠ રાજા હતો. તેને નિર્મલશિયલને ભજનારી નંદા નામે રાણી હતી. નંદાએ ચૌદ મહાસ્વપ્નોથી સૂચિત પુત્રને મહાવદી – ૧૨ – ના દિવસે જન્મ આપ્યો. ઇન્દ્રે કરેલા જન્મોત્સવથી માંડીને જ્ઞાનપ્રાપ્તિસુધીનું ચરિત્ર કહેવું.
શ્રી શીતલનાથ તીર્થંકર પૃથ્વીતલપર વિહાર કરતાં અનેક સાધુસહિત શ્રી સિધ્ધગિરિ પર સમવસર્યા. ત્યાં યાત્રા માટે અસંખ્ય ભવિપ્રાણીઓ આવ્યા ત્યારે શ્રી શીતલનાથ તીર્થંકરે ધર્મદેશના કરી. જે જીવે ધનવગેરેમાં પરિગ્રહનું પરિમાણ કર્યું છે. તે મનુષ્ય કાલવણિકની જેમ મુક્તિપુરીમાં જાય છે.
૮૯
કુંતપુરીમાં કાલવણિક જે જે કરીયાણાં લે છે તેને તે વખતે તે બે –ત્રણ કે ચાર ગણા લાભવડે વેચતો હતો. ભાગ્યના ઉદયમાં પુરુષોને પુત્ર – પૌત્રઆદિ ધન થાય છે અભાગ્યના ઉદયમાં ભવે ભવે દુ:ખ થાય છે. જેમ જેમ ઘરમાં લક્ષ્મી આવે છે તેમ તેમ તેની તૃષ્ણા આકાશની જેમ વધે છે. કયું છે કે
तृष्णाखानिरगाधेयं, दुष्पूरा केन पूर्यते ?
या महाद्भिरपिक्षिप्तैः पूरणैर्वर्धतेतराम् ॥९॥
"
આ તૃષ્ણારૂપી ખાઇ ઘણી ઊંડી છે. દુ:ખે કરીને તે પૂરી શકાય એવી તે કોનાવડે પૂરી શકાય ? જે ખાઇ મોટા એષા પૂરણો નાંખવાવડે પણ અધિક વધે છે. (ઊંડી જાય છે.) તે કાલવણિક લક્ષ્મીને ઉપાર્જન કરતો જ્યારે વિસામો લેતો નથી. ત્યારે પત્ની રમા કહે છે કે શા માટે અધિક કષ્ટ કરો છો ? કહયું છે કે :
अर्थानामर्जने दुःख, - मर्जितानां च रक्षणे;
आये दुःखं व्यये दुःखं - धिग् द्रव्यं दुःखभाजनम् ॥ ॥
પૈસા ઉપાર્જન કરવામાં દુ:ખ છે. ઉપાર્જન કરેલાને રક્ષણ કરવામાં દુ:ખ છે. લાભમાં દુ:ખ છે. નાશમાં દુ:ખ છે. દુ:ખના પાત્ર એવા અર્થને ધિક્કાર હો. પરલોકમાં જતા કોઇ જીવની સાથે લક્ષ્મી જતી નથી. તેથી સાતક્ષેત્રમાં