Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજ્યપર ચંદ્રપ્રભજિનના સમવસરણનું સ્વરૂપ
શેઠે કહયું કે વ્યવહાર વિના જે જાય છે તે બધું નકામું છે. ને વ્યવહારમાં તો નિચ્ચે ઘણો વૈભવ વપરાય છે. વિશેષ પ્રકારે હંમેશાં ધર્મના કાર્યોમાં લક્ષ્મીવાપરતો તેમજ પુત્ર આદિને વિષે ઘણીલક્ષ્મી વાપરતો હું જરાપણ ખેદ કરતો નથી. તે પછી વહુએ કહયું કે હે પિતા! તમે ધન્ય છે . પુણ્યવાન છો. જેથી સુંદર એવા ધર્મકાર્યમાં તમારી આવા પ્રકારની બુધ્ધિ છે. સપુરુષો સદ્ગતિ માટે સુંદર વ્યય કરે છે. ને મૂઢપુરુષો દુર્ગતિ માટે ખોટો વ્યય કરે છે.
અન્યાય અને ન્યાયના ભેદવડે ધનમાં ચતુર્ભગી થાય છે. ન્યાયથી ઉપાર્જન કરેલાને સત્કાર્યમાં વ્યય કરવાથી સર્વથી ઉત્તમ એવો ચોથો ભાગો થાય છે. શેઠ અને પુત્રવધૂ તે પછી આખી જીંદગી સુધી લક્ષ્મીને સાતક્ષેત્રને વિષે સુંદર રીતે વાપરવાથી ધનનો ઉપયોગ કરી સફલ કરતાં હતાં અનુક્રમે શેઠ અને પુત્રવધૂ મરીને પહેલાં દેવલોકમાં દેવ થયાં, ત્યાંથી ચ્યવી ધરાનગરીમાં ભીમરાજાના પુત્રો થયા. પરસ્પર પ્રીતિવાલા બન્ને ભાઈઓ ગુરુપાસે ગયા, અને ત્યાં દયામયધર્મ સાંભળીને સંયમ ગ્રહણ ક્યો. ઘણાં વર્ષો સુધી ચારિત્રનું પાલન કરીને કેવલજ્ઞાન પામીને બન્ને ભાઈઓ તરત જ મેક્ષનગરીને શોભાવતા હતા. આ પ્રમાણે પવિત્ર ઉપદેશ સાંભળી તે વખતે ઘણાં લોકો ચારિત્ર અંગીકાર કરી વિમલગિરિઉપર મોક્ષમાં ગયા.
આ પ્રમાણે શ્રી શત્રુંજયપર ચંદ્રપ્રભ જિનેશ્વરના સમવસરણનું સ્વરૂપ
જે
શ્રી સુવિધિનાથ જિનેશ્વરનું શ્રી શત્રુંજય પર
આવવાનું સ્વરૂપ
કાકંદી નગરીમાં ન્યાયશાલી એવા સુગ્રીવરાજાની પત્ની રામાએ માગશર વદિ પાંચમના દિવસે પુત્રને જન્મ આપ્યો. ઈન્દ્રવડે જન્મોત્સવ કરવાથી માંડીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધીનું સ્વરૂપ કહેવું છે ભવ્યપ્રાણીઓને પ્રતિબોધ કરતાં શ્રી સુવિધિનાથ જિનેશ્વર ઘણા સાધુઓ સહિત શ્રીસિધ્ધગિરિ ઉપર સમવસર્યા. ત્યાં બાર પર્ષદાઓ બેઠી ત્યારે જિનેશ્વરે મોક્ષના સુખમાટે ધર્મોપદેશ આપવાની શરુઆત કરી. જેમ આંધળી થયેલી વૃધ્ધ સ્ત્રી વિષે હેલા ઔષધનાયોગથી દિવ્યનેત્રવાલી થઈ. તેવી રીતે ગુના વચનથી ભવ્યજીવો સુખી થાય છે. મીનનામના નગરમાં ભીમનામના વૈદ્યને શ્રી નામની પ્રિયાથી ઉત્પન્ન થયેલા કામ – રામ ને મુકુંદ નામે ત્રણ પુત્રો થયા. ત્રણ પુત્રોને પિતાએ વિદ્યાઓ ભણાવી. ધન ઉપાર્જન કરવાથી તેઓને ધન – ચન્દ્ર અને વમ શેની પુત્રીઓ પરણાવી સર્વે પુત્રવધૂઓ