Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર સરોવરની પાલપર લાંબું ઘેરડું મૂકીને તે પછી એક છેડો હાથમાં લઇ ચારે તરફ ફરતાં તે ઘેરડાનાં બીજા છેડાને ખેંચતા સરોવરને કાંઠે રહેલા હસ્તે ઘેરડાવડે થાંભલાને બાંધ્યો, ત્યારે રાજાએ તે વખતે હસ્તનું સન્માન કર્યું.
ર
તેણે વહાણના મધ્યભાગમાં પટટ હસ્તિને ઊભો કર્યો ત્યારે વહાણ જેટલાપ્રમાણ પાણીમાં ડૂબી ગયું હતું. તેટલી નિશાની તે વખતે વહાણને કરી.
=
પછી હાથીને ઉતારીને તેમાં પથરા ભરીને તે પથરાઓ તોળીને તે હાથીનું વજન – પ્રમાણથી જાણ્યું. તે પછી રાજાએ તેને સો ગામ આપીને મંત્રીપદ આપીને રાજાવડે સત્કાર કરાયેલો તે સારા ઉત્સવપૂર્વક સર્વમંત્રીમાં મુખ્ય થયો. રાજકાર્ય અને પ્રજાકાર્ય કરતો તે હસ્તમંત્રી – મોક્ષનેમાટે સર્વ ધર્મકાર્યો કરતો હતો. તે હસ્તમંત્રી ત્રણ સંધ્યાએ જિનેશ્વરની પૂજા કરતો હતો. ને ઉભયકાલ નિરંતર પ્રતિક્રમણ કરતો હતો. શ્રી સિધ્ધાચલ વગેરે તીર્થમાં જતાં હસ્તમંત્રીશ્વરે સંઘપતિનું પદપામીને ઘણાં ધનનો વ્યય કરી યાત્રા કરી. આ પર્વતઉપર તે મંત્રીશ્વર સિધ્ધનું ધ્યાન કરતાં કેવલજ્ઞાન પામી અનુક્રમે મોક્ષપુરીમાં ગયા. આ પ્રમાણે તે પર્વતપર ધર્મોપદેશ આપીને સુમતિનાથ તીર્થંકર બીજા દેશમાં પધાર્યા. એ પ્રમાણે સુમતિનાથ તીર્થંકર હજારોવાર ભવ્યજીવોને બોધકરવા માટે અનુક્રમે સિધ્ધગિરિમાં સમવસર્યા.
શ્રી શત્રુંજયમાં સુમતિનાથ પ્રભુના સમવસરણનો સંબંધ સંપૂર્ણ
શ્રી શત્રુંજ્યમાં પદ્મપ્રભજિનના સમવસરણનું સ્વરૂપ
કૌશાંબી નગરીમાં પૃથ્વીપર રાજ્યકરતા ઘરરાજાને શુશીલરૂપી માણિક્યથી શોભતી સુસીમા નામે પત્ની હતી. આ બાજુ ગ્રેવેયકમાંથી દેવ ચ્યવીને ધરરાજાની પત્ની સુસીમાના ઉદરમાં રાત્રિમાં અવતર્યો. તે સમયે રાણીએ રાત્રિના સમયે મુખમાં પ્રવેશ કરતાં શ્રેષ્ઠ એવા ચૌદ મહાસ્વપ્નોને હર્ષવડે જોયાં. તે આ પ્રમાણે :– ગજ – વૃષભ – સિંહ – લક્ષ્મી – માલા – ચંદ્ર – સૂર્ય – ધ્વજ – પૂર્ણકુંભ – પદ્મસરોવર – સાગર – વિમાન કે ભવન – રત્નનો ઢગલો.
=
=
ને અગ્નિ. હવે જન્મ – જન્મોત્સવ – રાજ્યપ્રાપ્તિ – દીક્ષાનું ગ્રહણ – જ્ઞાન પ્રાપ્તિના સ્વરૂપો પંડિતોએ હેવાં.
–