________________
શ્રી શત્રુંજય-લ્યવૃત્તિ-ભાષાંતર
નીકળેલાં મધુ શ્રેષ્ઠિ જિનેશ્વરપ્રભુ પાસે દીક્ષા લઈને ચંપક નામના સાધુની સાથે આનંદપૂર્વક વિહાર કરવા લાગ્યા. અને શ્રી શત્રુંજ્ય તીર્થમાં જઈને તીવ્રતપ કરીને ચંપકમુનિએ મધુમુનિની સાથે ક્વલજ્ઞાન મેળવ્યું.
શ્રી અભિનંદન સ્વામીનો શણુંજયમાં આવવાનો સંબંધ સંપૂર્ણ
શ્રી શત્રુંજયમાં શ્રી સુમતિનાથ ભગવાનના
સમવસરણનું સવરૂપ.
સુમતિનાથ તીર્થકર ભવ્યજીવોને જૈનધર્મને વિષે પ્રતિબોધ કરતાં કેટાલેટિદેવોવડે સેવારતાં શ્રી સિધ્ધગિરિપર સમવસર્યા. તે ગિરિપર પ્રભુ રહયા હતા ત્યારે બે લાખ સાધુઓ આલ્કર્મનો ક્ષય કરી મુક્તિનગરીને પામ્યા. ન્યાયમાર્ગવડે ઉપાર્જન કરેલું ધન ધર્મમાં વાપરતો એવો જીવ અનુક્રમે કુંતલ શેઠની જેમ શાશ્વતસુખ પામે છે. પહ્માનંદપુરમાં પદ્મનાભ નામે શ્રેષ્ઠ વણિક હતો. તેને ક્લાઓમાં કુલ એવી ક્લાદેવી નામે પત્ની હતી. વ્યવસાય કરતો શેઠ અનુક્રમે લાખ દમ કમાયો હતો. પરંતુ ક્યારેપણ ધર્મમાં વાપરતો ન હતો. તેને અનુક્રમે ચંદ્રનામે સુંદરશરીરવાલો પુત્ર થયો. ને પિતા મરી જવાથી તે ઘણા વૈભવનો સ્વામી થયો. ચંદ્રને અનુક્રમે પ્રગટપણે બેલાખ દ્રવ્ય થયું. તે ચંદ્ર મરી ગયો ત્યારે તેનો પુત્ર મન ત્રણલાખનો સ્વામી થયો. મન મરી ગયો ત્યારે તેને સિંહ નામે સુંદર પુત્ર થયો. તેને અનુક્રમે ચાર લાખપ્રમાણ વૈભવ થયો. સિંહ મરી ગયો ત્યારે તેનો હસ્ત નામે પુત્ર થયો, ધન ઉપાર્જન કરતો તે પાંચલાખ દ્રમનો સ્વામી થયો.
તેને ગંગા જેવી નિર્મલ ગંગાદેવી પ્રિયા હતી. ગંગા કહે છે કે – હે પ્રિય! હમણાં તમે હંમેશાં ધર્મમાં ધન વાપરો. જે લક્ષ્મી ધર્મકાર્યમાં સ્થાપન કરાય છે. તે ઘણી સુંદર છે. બીજી નો ઉખરભૂમિ જેવી છે. તેવી લક્ષ્મીવાળો વખણાતો નથી. કહયું છે કે
अध: क्षिपन्ति कृपणा - वित्तं तत्र यियासवः। सन्तुस्तु गुरूचैत्यादौ - तदुच्चैः फलकाक्षिणः ॥१५॥