________________
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર હોય તે સોંપી ઘે. તે ચોરોએ કહયું કે અમે ક્યારે પણ ચોરી કરતાં નથી. અમે જે વસ્તુઓ લીધી હોય એનો અહીં કોઈ સાક્ષી છે? મંત્રીશ્વરોએ ધર્મને કહયું કે તું અહીં સાક્ષી લાવ. તે પછી ધર્મ કાળાદહની કાંતિવાલા બિલાડાને લાવ્યો. તે વખતે ચોરોએ કહયું કે તે બિલાડો તો રાતા શરીરની કાંતિવાલો હતો. તેથી આ મારું ઘણું ધન ગ્રહણ કરવા માટે જુઠું બોલે છે. તે પછી મંત્રીશ્વરોએ કહયું કે હે ચોરો ! તમે આનું ધન ગ્રહણ ક્યું છે. તેથી આને તે ધન આપી શે. તે પછી મંત્રીશ્વરોએ તે ચોરોને ઘણો માર મારી બળાત્કારથી ચોરો પાસેથી સઘળું ધન તે શેઠને અપાવ્યું. તે પછી તે ચોરોને લક્ષ્મી હરણ કરવાથી રાજાએ પોતાના દેશમાંથી બહાર કાઢી મૂક્યા. અને ધર્મ શેઠનું સન્માન ક્યું. ધમરોઠે બમણાં મૂલ્યવડે તે બધી વસ્તુ વેચી દઈને કર્મનાયોગે એક લાખટેક ઉત્પન્ન ક્યું. તે પછી પોતાનું ધન સાતે ક્ષેત્રમાં વાપરતો ધર્મશેઠ પૂર્વે સ્વીકારેલા ઉત્તમધર્મને હંમેશાં કરવા લાગ્યો.
કહયું છે કે :- અગ્નિમાં પ્રવેશ કરવો સારે. વિશુધ્ધ કર્મવડે મરવું સારું પરંતુ ગ્રહણ કરેલાં વ્રતનો ભંગ સારો નહિ. ને શીલરહિત જીવિત સારું નહિ. એક વખત દેવપૂજા કરીને ધર્મનું ધ્યાન કરતાં તેને સર્વ જગતને પ્રકાશ કરનારું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાએ આપ્યો છે અનિવેષ જેને એવાને સુવર્ણના આસન પર બેઠા ને ભવ્યજીવોને મોક્ષસુખ આપનારા ધર્મનો ઉપદેશ આપ્યો. તે ધર્મ ક્વલી પૃથ્વી પર ઘણાં ભવ્યજીવોને પ્રતિબોધ કરતાં ઘણા સાધુસહિત તે શત્રુંજયતીર્થપર આવ્યા. તે વખતે તે ધર્મ કેવલી એક હજાર સાધુઓ સહિત શત્રુજ્યપર અનુક્રમે મોક્ષનગરીને પામ્યા. આ પ્રમાણે પદ્મપ્રભપ્રભુની સુખને આપનારી દેશના સાંભળીને અનેક પ્રાણીઓ તે વખતે સ્વર્ગમાં ને મોક્ષમાં ગયા.
શ્રી શત્રુંજયપર પવાભજિનના સમવસરણનું વરુપ સંપૂર્ણ
É શ્રી શત્રુંજય પર સુપાર્શ્વજિનના સમવસરણની સ્થા
વારાણસી નગરીમાં પ્રતિષ્ઠરાજાની પત્ની પૃથિવી દેવીએ શ્રેષ્ઠરૂપ અને લાવાયથી લક્ષિત પુત્રને જન્મ આપ્યો. ઇન્દ્ર અને પિતાએ જન્મોત્સવ ર્યો ત્યારે પ્રતિષ્ઠરાજાએ સજજનોની સાક્ષીએ પુત્રનું સુપાર્શ્વએ પ્રમાણે નામ આપ્યું અનુક્રમે રાજયપામી દીક્ષાલઈ કર્મનાક્ષયથી જ્ઞાન પ્રાપ્ત કરી પ્રભુ ભવ્યજીવોના પ્રતિબોધ માટે પૃથ્વી પર વિહાર કરતા હતા. તે અહીં જ્ઞાનપ્રાપ્તિ સુધીનું સુપાર્શ્વનાથ સ્વામીનું ચરિત્ર કહેવું છે
પૃથ્વીઉપર સતત વિહાર કરતાં સુપાર્શ્વનાથ સ્વામી શ્રીસિધ્ધગિરિ ઉપર ભવ્યજીવોના બોધ માટે સમવસર્યા.