________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
પોતાનું પેટ ભરજે ને તારે બોલાવ્યા વિના અહીં આવવું નહિ. તે તરાઓ સાથે ખાધું છે. માટે તું તારા સરખો છે. હવે શ્રેણિક રાત્રિમાં તે વખતે પોતાનાં નગરમાંથી ગુપ્તપણે નીકળી અટવીમાં ગયો. અને સારાસુખને આપનારું એક સ્વપ્ન જોયું. કાલે નદીને કિનારે જતાં તું પીપળો અને સમુદ્રને જોઈશ અને તેનાં મૂલ ભાગમાં એક મોટી શિલા છે. અને ત્યાં અઢાર મોટા પ્રભાવવાલા-પાણી–અગ્નિ-વાઘ-સિંહ-હાથી–શાક્તિીને સ્તંભન કરનારા.
અંધપણું-શુલ–મસ્તકની પીડા દૂર કરનારા-વશીકરણ કરનારા, મૂઢપણાને ઉત્પન્ન કરનાર, સંતાનને વધારનાર લક્ષ્મીને આપનાર-ભયને હરણ કરનાર પ્રીતિને આપનાર – પુષ્ટિ શાંતિને આપનાર ને રોગને હરણ કરનાર. આ મણિઓને લઈને શ્રેણિક ! તું સુખી થા. સવારે તે મણિઓને લઈને જુદી જુદી ગાંઠમાં બાંધીને જુદા જુદા પ્રભાવને યાદ રહે તેરીતે સ્થિરકરીને શ્રેણિક આગળ ચાલ્યો.
એક ભીલડી તેને માર્ગમાં મલી. અને હયું કે હે ઉત્તમપુરુષ ! તું મને વર. હે મનોરમ ! મારો પિતા લાખ ગામનો સ્વામી ભિલ્લ છે. હું વાઘથી ભય પામતી નથી. તેમજ બીજા કોઈ ભૂત-પ્રેત-હાથી અને બીજા કઈથી ભય પામતી નથી. ફક્ત અગ્નિથી ભય પામું છું. શ્રેણિકે કહયું કે – હે સ્ત્રી ! હું તારું પાણિગ્રહણ નહિ કરું, હું રાજપુત્ર છું. ને તું ભીલડી છે. તેથી હું તારું પાણિગ્રહણ કઈ રીતે કરું ? તે તું કહે. આ પ્રમાણે બોલતો કુમાર ત્યાં દાવાનલ આવ્યા ત્યારે અગ્નિના મણિને યાદ કરીને જલ્દી પ્રવેશ કરીને તેને કહેવા લાગ્યો તું અહીંયાં આવે અને તું મને વર. તેથી ભીલડીએ યું કે મારાવડે મૂઢપણાથી ભેદ કહી દેવાયો. તેથી હું તારાવડે જ્ઞાઈ છું. તે પછી જતો કુમાર બિન્ના નદીના કાંઠે ગયો. એટલામાં વૃક્ષઉપર ચઢયો તેટલામાં તેના હાથને વિષે ચંદનનું વૃક્ષ થયું–આવ્યું શેઠીયાઓને તે વૃક્ષ આપીને ઘણાં શ્રેષ્ઠમણિ પ્રાપ્ત કરી. શ્રેણિક ધનાવહ શેની દુકાને ગયો. તે દુકાન ઉપર રહ્યો હતો ત્યારે ઘણો લાભ થયો ત્યારે વણિકે લ્હયું કે તું કોનો મહેમાન છે ? તે બોલ્યો કે હું આપનો મહેમાન છું.
શેઠવડે પોતાના ઘરમાં તે લવાયેલા સુંદર આકૃતિવાલાને જોઈને નંદા નામની પુત્રીએ કહ્યું કે હે પિતા મને આની સાથે પરણાવો. શેઠે જમાડીને તેને પોતાની પુત્રી નંદા આપીને તે રાજપુત્ર શ્રેણિને પોતાના ઘરે રાખ્યો. વહાણોમાંથી પૂર્વે આવેલી ધૂળ જે દુકાનની આગળ નાંખી હતી તેને જોઈને શ્રેણિક બોલ્યો આ તેજરિકા ધૂળ આ પ્રમાણે તમે કેમ નાંખી છે? શેઠે કહયું કે આ ધૂળવડે શું પ્રયોજન છે? શ્રેણિકે કહયું કે આ ધૂળ નથી. આ અગ્નિમાં નાખેલી શીશાના યોગથી સોનું થાય છે. શેઠપણ ધૂળમાંથી સોનું પેદા કરીને ધનવાન થયો. શ્રેણિકે આંધળી એવી રાજકુમારીને દિવ્યદ્રષ્ટિવાલી કરી. સગર્ભા એવી સ્ત્રીને મૂકીને પિતાવડે બોલાવાયેલો શ્રેણિક ગુપ્તપણે આવીને પિતાના બે ચરણોને હર્ષવડે નમ્યો. પ્રસેનજિત રાજા શ્રેણિકપુત્રને રાજ્ય આપીને આયુષ્યના અંતે સ્વર્ગનું સુખ પામ્યા.
તે પછી નંદાએ સારાદિવસે પુત્રને જન્મ આપ્યો. અને અનુક્રમે તેનું નામ અભયકુમાર થયું. મોટા થતાં એવા તેણે અનુક્રમે પિતાને રાજગૃહના અધિપતિ જાણીને પોતાની બુધ્ધિ બતાવીને વેગથી પિતાને મલ્યો.
ચારબુધ્ધિના ભંડાર પુત્રને જાણીને તેના ગુણવડે ખુશથયેલા શ્રેણિક રાજાએ તેને સર્વ મંત્રીઓમાં મુખ્ય