________________
શ્રી પદ્મનાભ વગેરે ભાવિપ્રભુનું શ્રી શત્રુંજયમાં આગમન
ર્યો. અનાથી મુનિપાસે જિનેશ્વરે કહેલો ધર્મ સાંભળીને શ્રેણિકરાજા હંમેશાં શ્રી વીરભગવાનની સેવા કરવા લાગ્યો. પ્રભુની પૂજા કરીને સવારે ૧૦૮ સુવર્ણના જવ-ભેટ કરીને જ શ્રેણિક રાજા નિરંતર જમતો હતો. અખંડભક્તિથી પ્રભુની પૂજા કરતાં તીર્થકરની પદવીને યોગ્ય સુંદરએવું તીર્થંકર નામકર્મ ઉપાર્જન ક્યું. પૂર્વે (પૂર્વ અવસ્થામાં ) મૃગનો વધ કરવાથી બાંધ્યું છે કર્મ જેણે એવા શ્રેણિક રાજા શીધ પહેલી નરકમાં મધ્યમ આયુષ્યમાં ગયા.
આ બાજુ ઉત્સર્પિણી કાલમાં બીજા આરાના છેડે સાત ઉત્તમ લકરે અનુક્રમે થશે. – તે આ પ્રમાણે. તેમાં પહેલા વિમલવાહન-બીજા સુદામ–ત્રીજા સંગમક-ચોથા સુપાર્વ. પાંચમા દત્ત. %ા સુમુખ અને સાતમા સમુચી [ પહેલા કુલર જાતિસ્મરણવડે પૃથ્વી પર પ્રગટ અગ્નિ ઉત્પન્ન થયે છતે નગર વગેરે સર્વેની સ્થાપના કરશે. ઉત્સર્પિણીના બે આરા ગયે ને ભરતની અંદર પંડ્રવર્ધન દેશમાં શદ્વાર નામના નગરમાં સમુચી રાજાની ભદ્રાનામની શ્રેષ્ઠ દેદીપ્યમાન રૂપવાલી દેવાંગનાઓનો પરાભવ કરે એવી પત્ની થશે. એક વખત સુખપૂર્વક સૂતેલી ભદ્રા હાથી વગેરે ચૌદ સ્વખોને પોતાના મુખમાં પ્રવેશ કરતાં દિવસને અંતે જોશે. રત્નપ્રભા નામના નરકમાં રોરક નામના પાટડામાં-૮૪-હજાર વર્ષની આયુષ્યની સ્થિતિ પૂર્ણકરીને શ્રેણિક્ત જીવ-ભદ્રાદેવીની કુક્ષિમાં શુભક્ષણે અવતરશે ને પૃથ્વીને ક્ષણવાર સુખી કરશે.
સૂર્ય – ચંદ્ર વગેરે બધા ગ્રહો ઉચ્ચ સ્થાને હતા ત્યારે ચૈત્ર સુદિ તેરસને દિવસે ભદ્રા પુત્રને જન્મ આપશે. ઈન્દ્ર અને રાજા અનુક્રમે તેઓનો જન્મોત્સવ કરશે. અને રાજા સારા ઉત્સવપૂર્વક પદ્મનાભ એ પ્રમાણે નામ આપશે. સાત હાથના શરીરવાલા સુવર્ણસરખા વર્ણવાલા સિંહના ચિહ્નવાલા પાનાભરાજા રાજાવડે સેવાશે. અનુક્રમે મોટા થતાં વૈરિમર્દન રાજાની પુત્રીને તે પદ્મનાભકુમાર મહોત્સવપૂર્વક પરણશે.
ત્રીશ વર્ષ થશે ત્યારે માગશર વદ–૧૦ નો દિવસ પદ્મરાજાને દીક્ષા આપનાર અનુક્રમે થશે. ને વૈશાખ સુદિ દશમી પ્રથમ અરિહંત પદ્મનાભને કેવલજ્ઞાન આપનારી થશે. દેવતાઓએ સ્પા – સુવર્ણ ને મણિમય ત્રણ ગઢ ર્યા ત્યારે તેમાં બેઠેલા એવા જિનેશ્વર મોક્ષને આપનારા ધર્મને કહેશે. દેશનાના અંતે જિનેશ્વર ગણધરોની સ્થાપના કરશે. અને ઘણા શ્રાવકો પાસે ઉત્તમ એવો શ્રાવકધર્મ ગ્રહણ કરાવશે. મોક્ષને આપનારા ધર્મને લાંબાકાળ સુધી ભવ્યજીવોને પ્રતિબોધ કરીને કાર્તિક અમાવસ્યાની રાત્રિને વિષે તે મોક્ષમાં જશે.
સૂરદેવ-સુપાર્શ્વસ્વયંપ્રભ-જિનેશ્વર-સર્વાનુભૂતિ–સર્વજ્ઞ–દેવશ્રત–ઉદય-પેઢાલ-પોટિટલ-શ્રી શતીર્તિ-સુત-અમમનિષાય-નિષ્ણુલાક-નિમિ-ચિત્રગુપ્ત સમાધિ સંવર-ચોધર વિજયમલ્લદેવ-અન્તવીર્ય-ભક્તએ(ર૪) જિનેશ્વર મોક્ષને આપનારા શત્રુંજયતીર્થમાં આવીને ભવ્યજીવોને ધર્મદેશના આપશે. તે વખતે કોટિ પ્રમાણવાલા ભવ્યજીવો સમસ્ત કર્મનો ક્ષય કરીને તરતજ મોક્ષલક્ષ્મીને પામશે. તેમાં સંશય નથી.
એ પ્રમાણે અસંખ્યાતા ભાવિતીર્થકો શત્રુંજયગિરિ ઉપર મુક્તિ પામશે. આ
सिरिनेमिनाहवज्जा, जत्थ जिणा रिसहपमुहवीरंता। तेवीस समोसरिआ, सो विमलगिरी जयउ तित्थं ॥१०॥