Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શતાવર્ત નામ ઉપર સોમદેવ રાજાની ક્યા
-
૧
પુંડરીકગિરિની આગળ – રોગો ક્યાં ? કશે ક્યાં ? અને પૃથ્વીતલમાં પાપો ક્યાં ? રાજાએ પૂછ્યું કે મારું ગયેલું રાજ્ય કેવી રીતે પાછું આવશે? ગુરુએ જ્હયું કે તું શત્રુંજયતીર્થમાં જા. ત્યાં શ્રી શાંતિનાથ ભગવાનની શ્રેષ્ઠપુષ્પોવડે હંમેશાં પૂજા કરીને હે રાજા ! તારે છઠ તપ કરવો. આ સાંભળીને રાજા શત્રુંજયમાં જઈને નિરંતર ગુરુએ કહેલો તપકરતાં હંમેશાં પ્રભુનું ધ્યાન કરે છે. ત્યાં શાંતિનાથ ભગવાનની સેવારનારા ગધ્યક્ષે તુષ્ટ થઈને તેને શતાવર્ત નામનું મહાચક્ર આપીને કહયું કે હાથમાં શતાવર્તચક્ર લઈને તું પોતાના નગરમાં જા, જે તારી આજ્ઞાને નહિં માને તેના મસ્તને આ ચક્ર કાપી નાંખશે. રાજાને શતાવર્તચક્ર લઈને આવતો સાંભળી શત્રુરાજા ભયવડે સન્મુખ આવીને હર્ષવડે નમ્યો. રાત્રુએ કહયું કે હમણાં તમે તમારા રાજયને ગ્રહણ કરો, હું તો તમારો સેવક છું. મને કામ બતાવો. સોમદેવે આ શસ્ત્રવડે પોતાનું રાજ્ય મેળવી અનેક શત્રુઓપાસે વેગથી પોતાની આજ્ઞા ગ્રહણ કરાવી. પાંચસો શ્રેષ્ઠ સુવર્ણમય દેવાલયો, સત્તરસો શ્રેષ્ઠ લાકડામય દેરાસરો કરાવ્યાં.
સોમદેવરાજા સાત કરોડમનુષ્યો સહિત ઉત્સવ તો શ્રી શત્રુંજયતીર્થઉપર આવ્યો. સ્નાત્ર પૂજા – ધ્વજારોપણ વગેરે બધાં કાર્યો કરી સોમદેવરાજાએ આદિનાથ જિનેશ્વરની સ્તુતિ કરી. શ્રી સંઘની સન્મુખ મોક્ષને આપનાર આ તીર્થનું શતાવર્ત નામના આયુધની (શસ્ત્રની) પ્રાપ્તિ થવાથી રાજાએ ફરીથી શતાવર્ત એ પ્રમાણે નામ આપ્યું. રાજાએ સો આવર્તવાળી ગુફાનારૂપને જોઈને – અને શતાવર્ત નામના આયુધની પ્રાપ્તિ થવાથી શતાવર્ત એ પ્રમાણે નામ આપ્યું.
સોમદેવરાજાએ અન્ય તીર્થમાં મોટા વિસ્તારથી યાત્રા કરીને પોતાની નગરીમાં આવીને પોતાનું રાજ્ય પોતાના પુત્રને આપ્યું. આઠહજાર સેવકોસાથે ને ૫૦ રાજાઓ સાથે સોમદેવે ચંદ્રસૂરીશ્વર પાસે દીક્ષા લીધી
સોમદેવરાજર્ષિ હંમેશાં ગુરુની પાસે અભ્યાસ કરતાં સર્વ શાસ્ત્રના અર્થને જાણનારા થયા. એટલે ગુએ તેને પોતાના પદઉપર સ્થાપન ક્ય. સોમમુનિરાજ પૃથ્વીપર વિહાર કરતાં ઘણાં ભવ્યજીવોને પ્રતિબોધ કરી એક વખત ઘણાં મુમુક્ષુઓ સાથે શ્રી શત્રુંજયઉપર ગયા. ત્યાં જિનેશ્વરનું ધ્યાનકરતાં સોમદેવસૂરીશ્વર ક્વલજ્ઞાન પામી લાખ સાધુઓસહિત મોક્ષમાં ગયા
શતાવર્ત નામઉપર સોમદેવ રાજાની કશ્ય – સંપૂર્ણ